SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૩ યુગે યુગે પાટણની પ્રભુતા વિવરણ (યોગશાસ્ત્રગત)ની પાટણના સંઘવીપાડા ભંડારમાં સંગૃહીત તાડપત્રીય હસ્તપ્રતની પુષ્પિકામાં સ્તંભતીર્થમાં રાણક વીસલ દેવના રાજ્યમાં દંડાધિપતિ જયસિંહ હતા ત્યારે શ્રી પલ્લીવાલ જ્ઞાતિના ઠ. વિજયસિંહ અને સલષણ દેવીના પુત્ર સો.ઠ. તેજપાલે આત્મશ્રેયાર્થે આ ગ્રંથ લખાવ્યો ઠ. રતનસિંહે એની નકલ કરી, આજ ભંડારમાંથી હેમચંદ્ર સૂરિના દેશીનામમાલાની નકલ સં. ૧૨૯૮, આશ્વિન સુદ-૧૦, રવિવારે (૫-ઓક્ટો, ઈ.સ. ૧૨૪૨) મહારાણકશ્રી વીસલદેવના રાજ્યમાં મહં. શ્રી તેજપાલ સુત, મહંથી લૂણસિંહ વગેરે પંચકુલની હાજરીમાં કાયસ્થ જ્ઞાતિના મહં, જ્યતસિંહના પુત્ર..........લખાવી. મહામાત્ય તેજપાલે સં. ૧૨૯૮ (ઇ.સ.૧૨૪૨)માં પોતાના પુત્ર લૂણસિંહને ભરૂચના સૂબો નિમાવ્યો હોવાનું અહીં જણાય છે." પાટણના સંઘવીપાડાના જૈન ભંડારમાં સંગ્રહીત જ્ઞાન પંચમી કથાની હસ્તપ્રતની પુષ્પિકામાં પ્રહલાદનપુરમાં મહારાજાધિરાજશ્રી વીસલદેવના કલ્યાણવિજયે રાજ્યમાં નાગડ મહામાત્ય હતા ત્યારે સં. ૧૩૧૩ ચૈત્રસુદિ-૮, રવિદિને (૨૫, માર્ચ, ઈ.સ. ૧૨૫૭) શ્રાવિકા પદ્મશ્રીએ આ હસ્તપ્રત લખી હોવાનું, જિનસુંદરગણિએ લખાવી અને લલિત સુંદરી ગણિનિને એ અર્પણ કરી હોવાનું જણાવ્યું છે. વીસલદેવે સં. ૧૩૦૦ (ઇ.સ. ૧૨૪૪)માં પાટણ લીધું છતાં સં. ૧૩૦૩ (ઇ.સ. ૧૨૪૮) સુધી તેજપાલ મહામાન્ય હતો. અને તેજપાલના મરણ પછી વીસલદેવે નાગર જ્ઞાતિના નાગડને મહામાત્ય નીમ્યો હોવાનું જણાય છે. શ્રી પાનમાં શ્રી સારંગદેવના રાજ્યમાં હેમચંદ્રાચાર્યકૃત યાશ્રય મહાકાવ્ય ઠ. લાષણે લખ્યું હોવાના નિર્દેશ પાટણના સંઘવીપાડાની હસ્તપ્રતની પુપિકામાં આવે છે. મહારાજશ્રી સારંગદેવના વિજય રાજ્યમાં સં. ૧૩૩૬, જેઠ સુદ-૫, રવિવારે (પ-મે, ઈ.સ. ૧૨૮૦) અણહિલ્લપુરમાં કલ્પસૂત્ર અને પર્યુષણા કલ્પની હસ્તપ્રત લખાવી. પાટણના સંઘ સત્યભાંડાગરની શાન્તાચાર્ય કૃત ઉતરાધ્યયન વૃત્તિની હસ્તપ્રત સં. ૧૩૪૩ લૌકિક કાર્તિક સુદિ -૨, રવિદિને (૨૦-ઓટો, ઇ.સ. ૧૨૮૬)માં અણહિલ પાટણમાં સારંગદેવના રાજ્યમાં મહામાત્ર શ્રી મધુસૂદન શ્રી કરણાદિસમસ્ત મુદ્રા વ્યાપાર કરતો હતો તે સમયે વીજાપુરમાં સીહાંકે શ્રીમાલ વંશના છે. બૂટડી સુત છે. તેજાના શ્રેય માટે ઉતરાધ્યયન સૂત્રવૃત્તિ લખી પાટણના સંઘવી પાડા ભંડારની સં. ૧૩૪૬, જ્યેષ્ઠ સુદિ ૧૫, ગુરુવાર (૨૫ મે, ઇ.સ. ૧૩૯૦) વીજાપુરમાં સારંગદેવના રાજ્યમાં શ્રી સાંગાના સાનિધ્યમાં સ્થાનાંગ સૂત્ર ટીકા લખાઈ ઉત્તરાધ્યયન સૂત્રની હસ્તપ્રત અણહિલપાટણમાં પાતસાહ મહમૂદના રાજ્યમાં બૃહત તપાગચ્છના ભટ્ટારક રત્નાકર સૂરિના શિષ્ય જૈત્રકસૂરી-રત્નસિંહસૂરિ ઉદય વલ્લભસૂરિ, જ્ઞાનસાગરસૂરિ અને ધર્મલક્ષ્મીગણ વગેરેના વાચન માટે સં. ૧૫૧૬ માર્ગશિર પૂનમે રવિવાર' (૯ડિસે. ઇ.સ. ૧૪૫૯) પં. મુનિ તિલકગણિ અને પં. ઉદયસાગરગણિએ પુસ્તકનું સંશોધન કરીને લખાવ્યુંને જૈન સંઘ
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy