SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૩૨ " अणहिल पाटके समस्त राजावली विराजते महाराजाधिराज, परमेश्वर, परमभट्टारक, उमापति वरलब्धप्रसाद - प्रौढ प्रताप निजभूज विक्रमरणांगण निर्जित शाकंभरी भूपाल श्री कुमारपाल देव कल्याण विजय राज्ये" એવો નિર્દેશ છે. જેમાં શાકંભરીના રાજાને યુધ્ધ ભૂમિમાં હરાવ્યાનો નિર્દેશ છે. સં. ૧૨૧૮, દ્વિતીય અષાઢ સુદિ-૫ને ગુરુવારે (ઇ.સ. ૧૧૬૧, જૂન-૨૯) લખાયેલી કલ્પચૂર્ણની હસ્તપ્રતની પુષ્ટિકામાં “श्रीमदणहिल पाटके समस्त राजावली विराजित समलंकृत महादेव संग्राम निर्वृढप्रतिज्ञा प्रौढ निजभूजरणांगण विनिर्जित शाकंभरी भूपाल श्रीमत्कुमार पालदेव कल्यण विजय राज्ये" એમાં કુમારપાલને મહારાજાધિરાજ પરમેશ્વર, પરમભટ્ટારક યુદ્ધમાં શાકંભરી ભૂપાલ ને હરાવનાર એવાં બિરુદો આપ્યાં છે.૧૦ સં. ૧૨૨૭ નભસ્ય-ભાદ્રપદ (ઇ.સ.-૧૧૭૦-૭૧)માં અણહિલ પાટણમાં કુમારપાલના રાજ્યકાળમાં લખાયેલા ‘‘શાંતિનાથચરિત્ર’”ની હસ્તપ્રતમાં કુમારપાલને ‘‘સુશ્રાવક’’ કહ્યો છે. પાટણના સંઘવીપાડા ભંડારની ‘‘યોગશાસ્ત્ર’’ અને ‘‘વિતરાગ સ્તોત્ર’’ગ્રંથની હસ્તપ્રતની સં. ૧૨૨૮, શ્રા.સુદિ.૧, સોમવાર (પ.જુલાઇ, ઇ.સ. ૧૧૭૧) પુષ્પિકામાં કુમારપાલને ‘‘પરમાર્હત’’નું બિરૂદ આપેલું છે. ૧ મલયગિરિષ્કૃત ‘“ષડશીતિપ્રકરણવૃતિ’’ની પાટણના સંઘવી પાડાભંડારમાં સંગ્રહીત હસ્તપ્રતની પુષ્પિકામાં જણાવ્યા અનુસાર સમસ્ત રાજાવલી વિરાજિત મહારાજાધિરાજશ્રી ભીમદેવન્રા' રાજ્યમાં અણહિલ પાટણમાં આ વૃત્તિની રચના સં. ૧૨૫૮, પોષવદિ-૫ને રવિવારે (૧૬, ડિસે, ઇ.સ. ૧૨૦૧) કરવામાં આવી. સં. ૧૨૯૫ ચૈત્ર સુદિ-૨, મંગલદિને (૮-માર્ચ, ઇ.સ. ૧૨૩૯) અણહિલ પાટણમાં લખાયેલ જ્ઞાતા ધર્મકથાદિષણી સૂત્રવૃત્તિ'ની પુષ્પિકામાં મહારાજશ્રી ભીમદેવના વિજય રાજ્યનો ઉલ્લેખ છે. પાટણના સંઘસત્કભંડારમાંની બાલચંદ્ર વિરચિત ‘‘ઉપદેશકંદલી વૃત્તિ’ની હસ્તપ્રતની પુષ્પિકામાં જણાવ્યા અનુસાર આ ગ્રંથ મહારાજાધિરાજ શ્રી ભીમદેવ કલ્યાણ વિજય રાજ્યમાં મહામાત્ય દંડકશ્રી તાતના સમયમાં સં. ૧૨૯૬ ફાલ્ગુન સુદિ-૯, શુક્રવારે (૨-ફેબ્રુ, ઇ.સ. ૧૨૪૦) લખાયો.૧૪ સં. ૧૧૯૮માં શ્રી અર્ણોરાજ એ “સમસ્ત રાજાવલી સમલંકૃત પરમભટ્ટારકમહારાજાધિરાજ પરમેશ્વર’’જેવા સંપૂર્ણ સ્વાતંત્ર્ય સૂચક બિરુદ ધારણ કરતો હતો. (એમ સં. ૧૧૯૮ અષાઢ સુદિ-૨, ગુરુવાર (૨૮, મે, ઇ.સ. ૧૧૪૨) લખાયેલી પાટણના સંઘવી પાડા જૈન જ્ઞાન મંદિરમાં સંગ્રહીત આવશ્યક સૂત્ર નિર્યુક્તિની કાયસ્થ પં. માઢલે લખેલી હસ્તપ્રતની પુષ્પિકામાં જોવા મળે છે. સં. ૧૨૯૫, ભાદ્રપદ સુદિ-૧૧, રવિવારે (૨૨-ઓગષ્ટ, ઇ.સ. ૧૨૩૮) ષવિદ્યાવશ્યક
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy