SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ३७४ યુગે યુગે પાટણની પ્રભુતા વૃત્તિ અને સૂત્રને જાણનારા અથવા ભણનારા, કલ્પ સૂત્રોને જાણનારા, તે જ પ્રમાણે આગમ વિદ્યા તથા સંસર્ગ વિદ્યા અર્થાત્ ઓષધિઓનો સંપર્કથી સુવર્ણસિદ્ધિ આદિ વિદ્યાઓને જાણનારા અથવા ભણનારા તથા ત્રણ જેનાં અવયવો છે એવી ત્રિવિદ્યા એટલે વાર્તા (કૃષિ અને વાણિજ્ય), ત્રયી (ત્રણ વેદો) અને દંડનીતિ, અથવા ત્રિવિધા કહેતા તર્ક, લક્ષણ (વ્યાકરણ) અને સાહિત્યને જાણનારા અને ભણનારા અથવા અંગવિદ્યા કહેતાં શરીરની વિદ્યા જાણનારા તથા ભણનારા, ક્ષાત્રવિદ્યા કહેતાં યુદ્ધવિઘાને જાણનારા તથા ભણનારા, ધર્મવિદ્યા કહેતાં સ્મૃતિને જાણનારા તથા ભણનારા, તેમજ ચાર્વાક શાસ્ત્રને જાણનારા લૌકાતિકો ખંડન કરનારા તથા યજ્ઞના પ્રતિપાદક શાસ્ત્રને જાણનારા તથા ભણનારા અથવા યાજ્ઞિકોના આમ્નાયને જાણનારા તથા ભણનારા વિદ્વાનોને પ્રીતિયુક્ત કરવા તેણે મઠો કરાવ્યા. ઉપરની વિદ્યાઓના કોવિદોની પ્રીતિ માટે મઠો રાજાએ (રાજ્ય) કર્યા તે નોંધવા જેવું છે. સિદ્ધરાજે કરુ વીર્તિતાનિવ યુગૃહળિ વ્યવયત્ વિશાળ કીર્તિસ્તંભો જેવા દેવગૃહો કરાવ્યાં શ્રીપાલની સહસ્ત્રલિંગપ્રશસ્તિઃ જયસિંહનો મિત્રકવિ પ્રાગ્વાટ શ્રીપાલ કરીને હતો. તેણે રચેલી સહસલિંગ પ્રશસ્તિ કીર્તિસ્તંભ ઉપર કોતરાઇ હતી. તેનો એક પથ્થર જડી આવ્યો છે. એ વિષે આપનું ધ્યાન દોરું છું. સિદ્ધરાજનું મહાસર અને કીર્તિસ્તંભ: કીર્તિકૌમુદીઃ કીર્તિકૌમુદીકાર સોમેશ્વરે સહસ્ત્રલિંગનું અને કીર્તિસ્તંભનું વર્ણન કર્યું છે, તે કલ્પનાને ઉત્તેજિત કરે તેવું છે. यस्मिन्. આચાર્ય વલ્લભજી હરિદત્ત એમણે આમ સમશ્લોકી અનુવાદ કર્યો છે. ‘ફરતાં વિષ્ણુ-હરનાં, મંદિરે સર જ્યાં ભર્યું; પૃથ્વી-કુંડલવત્ શોભે, જાણે મોતી-શરે ભર્યું. ઊંડું તળાવ શોભે જ્યાં, ખીલેલાં કમળો થકી; ખેલતી જળદેવીનાં, જાણે હોય મુખી નથી. જેમાં છાયા શિવાગાર, દીવીઓની પડે ઘણી; શોભે શ્રી નિશિ પાતાળ, સર્પ-શીર્ષ, -મણિ તણી. જે તલાવ તટે શોભે, ઊંચો ઉજવાળ રૌખવત; કીર્તિસ્તંભ વ્યોમગંગાના પડતા પ્રવાહવતું. શિવાલય-સમૂહું આ, છે સરોવર શોભિત; ને શોભે તે પુર પણ, રાજહંસે વિભૂષિત. જે શંખિ ચક્રી સુપ્રસિદ્ધ આમ, નાનાવતારી કમળાભિરામ તોરો સરોના શિરનો તળાવ, આ કૃષ્ણનું રૂપ ધરેચ સાવ. ન માનસેં માનસ મૂજ હોંચે, પંપાસરે હર્ષ સરે ન છોટે;
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy