SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ३७३ યુગે યુગે પાટણની પ્રભુતા दत्तचितप्रसादेषु प्रासादेषु सदा वसन् । यत्र शम्भुर्न कै लासविलासमभिलष्यति ॥ જ્યાં ચિત્તને પ્રસન્ન કરે એવા પ્રાસાદોમાં સદા વાસ કરતાં શુભને કૈલાસના વિલાસનો અભિલાષા થતો નથી. યજ્ઞયાગાદિ ક્રિયાઓને ઉદ્દેશી - यस्मिन् होमानलोद्भूतधूमधोरणिरुधता । विभाति भानुकन्येव सवर्गङ्ग संगमोन्मुखी ॥ જેમાં હોમાગ્નિમાંથી નીકળતી ધૂમ્રની ઉંચે ચઢતી શેર સ્વર્ગગાને મળવા જતી યમુના જેવી ભાસે છે. દેવાલયોને ઉદ્દેશી. भान्ति देवालया यस्मिन् हिमालयसमश्रियः । भूतलं व्याप्य भूता (?पा)नां कीर्तिफूटा इवोद्धताः ॥ જેમાં હિમાલય સરખી શ્રીવાળા દેવાલયો ભૂતલને રોકીને ભૂપોના ઊંચે ચઢતાં કીર્તિશિખરો જેવા લાગે છે. દેખાય છે કે નગરનાં વર્ણનોમાં તેની સુંદરીઓ અને તેના મંદિરો કવિઓની પ્રતિભાને સવિશેષ પ્રેરણા આપે છે. સિદ્ધરાજનું મહાસર : ગુજરાતની સરોવર સંસ્કૃતિ: સિદ્ધરાજ જયસિંહનાં મોટા કાર્યોમાંનું સૌથી મોટું તેનું મહાસર. ગિરિનગરના સુદર્શન તળાવ ઉપરથી આપણે કલ્પના કરી કે જળાશયનું મહત્ત્વ જીવનમાં જેટલું પાણીનું મહત્ત્વ છે તેટલું છે. આ ઉપયોગિતાની ભૂમિકા ઉપર તેનું સંસ્કારક સ્વરૂપ વિકસ્યું છે. સરોવરમાં સ્થપતિની બાંધકામની કુશળતા અને શિલ્પીની શિલ્પકલા પ્રતીત થાય તેની આજુબાજુ ઉઘાનો, દેવમંદિરો, વિદ્યાપીઠો, અને કીડાસ્થાનો - રાજાઓ અને નાગરિકો ઊભાં કરે ત્યારે નાગરિક સંસ્કૃતિનું અને વિદગ્ધ જીવનનું તે પ્રતીક થઇ રહે છે. ગુજરાતમાં તો એમ બન્યું છે. દ્વયાશ્રયમાં મહાસર: હેમચંદ્ર તે મહાસરનું દ્વયાશ્રયમાં જે વર્ણન કર્યું છે તે જોઇએ. પૂર્તરૂપે તેણે (સિદ્ધરાજે) મહાસર કર્યું. તેની તટભૂમિ ઉપર સત્રશાલાઓ રચી. વેદાદિશાસ્ત્રોને ભણનારા ભોજ્યલિપ્સ થિી તે ભરાઇ જતી. સરોવરના તટ ઉપર શંભુના ૧૦૦૮ આયતનો કર્યા. સંમો:સમષ્ટૌ વાયતનારિ સરત છે દેવીઓનાં ૧૦૮ પ્રાસાદો કર્યા. ત્યાં “દશાવતારી” દશ અવતારની પ્રતિમાપ્રાસાદ બાંધ્યો. વિદ્યામઠો : ભિન્ન વિદ્યાઓના નિષ્ણાતોને પ્રીતિ કરવા ત્યાં તેણે મઠ કહેતાં છાત્રાલયો બાંધ્યાં. स वार्तिसूत्रिकान् काल्पसूत्रानागमविधिकान् । सांसर्गविर्धात्रैविधानाङ्कविधाश्च कोविदान् ॥ क्षात्रविधान् धार्मविधाँल्लौकायतिकविद्वषः । याज्ञिकानौक्थिकांश्चात्र चक्रे प्रीणयितुं मठान् ।।
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy