SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૭૫ અચ્છોદ સ્વÚય ન અચ્છે છે ત્યાં, તળાવ રાજે સિધરાજનું જ્યાં પ્રતિત ભટકાતી હેર આને અતિ પથરાયેલફીણ-ગુચ્છબહાને; હરિહર હસવાની કાંતિધારી, દિશિદિશિ કીર્તિસરે સ્વની પસારી વડિ વિડિ લહરીથી લિપ્ત આકાશ થઈને ; હિમ-સમ અતિ ધોળા ફીણ-ગોળા-બહાને ખરતર રવિ તાપે આપદા પામિ સાવ; રમિ રહી અતિ તારામંડલી આ તળાવ. ખીલેલ્યાં કમળોની પંક્તિીની રજું એક સ્થળે પિંગળ, રાતું સ્ત્રી-કુચ-કુંભ-રસેં થાતું જે બીજે સ્થળ; સ્થાને અન્ય ખીલેલ નીલ કજના પત્રોથિ નીલું કર્યું, શ્રેયોરૂપ કરિની ગુલ્ય સરખું કાંસાર શોભે નપું.” આ વર્ણનો ઉપરથી કલ્પના થાય છે કે સહસલિંગને કાંઠે દેવમંદિરો અને વિઘામઠી હતા. દેવમંદિરો કલાનાં ધામો પણ હતાં. આજુબાજુ ઉપવનો અને ઉઘાનો હતાં. નગરજનોની તે વિહારભૂમિ હતી. અણહિલમુરની નગરશ્રીનું સહસલિંગ એ મોટામાં મોટું ગૌરવ હતું. અણહિલપુરના વાસ્તુનો અને શિલ્પનો તથા સરોવર સંસ્કૃતિનો વિકાસ જોયો. હવે રાજાઓ સિવાયના તેના મહાન પુરુષો કે જેમણે પાટણને ઘડ્યું તેમને જોઇએ અને પછી અણહિલપુરની વિદ્યોપાસના જોઈએ. પાટણના મહાપુરુષો મૂલરાજના મહામંત્રી જંબક અને ખેરાલુના રાણા મહાપ્રધાન જેહુલથી અને મહાસાધિવિગ્રહક શ્રીજયેથી માંડી ભીમ-કર્ણ-સિદ્ધરાજ અને કુમારપાલના મહાસાંધિવિગ્રહકો શ્રીચંડશમ, દામોદર કે ડામર અને નાગર મંત્રીઓ દાદાક, મહાદેવ, વાહિનીપતિ, કેશવ, આથાક કે આશુક, મહત્તર ગાંગિલ તથા જૈન પ્રધાનો સંપત્થર કે સાંતુ, ઉદયન, મુંજાલ, વાડ્મટ કે બાહેડ, આમ્રભર કે આંબડ, સજ્જન, થશોધવલ-આ બધાઓએ અણહિલપુરને સંવર્ધિત કર્યું હતું, સમૃદ્ધ કર્યું હતું, શ્રીયુક્ત કર્યું હતું. જ્ઞાનદેવ શવ મઠાધીશ રાજદ્વારી નહિ પણ દુર્લભ અને ભીમના ધર્મગુરુ શૈવ મઠાધીશ જ્ઞાનદેવ એ એક બહુ ઉદારમતિના મહાન પુરુષ જણાય છે, જેમણે ધર્મસંપ્રદાયોમાં સમાધાન સાચવવા પુરુષાર્થ કર્યો હતો. એ પ્રસંગનો આગળ ઉપર નિર્દેશ કરીશ. મયણલ્લા કે મીનલદેવીઃ અણહિલપુરની સ્ત્રીઓનાં સામાન્ય વર્ણન ઉપરથી તેમનામાં વિદ્યા અને સંગીતાદિ કલાઓનો સારો સંસ્કાર હશે. એમ અનુમાન કરી શકાય. પણ ઇતિહાસે જેની નોંધ કરી છે તે અણહિલપુરના મહાનારી કર્ણાટકી મયણલ્લા કે મીનલદેવી કર્ણના મહારાણી અને જયસિંહના માતા અને માર્ગદર્શિકા. સ્ત્રીઓને મોક્ષ મળે કે નહિ એ વિષે શ્વેતાંબરવાદી દેવસૂરિ અને દિગંબર કુમુદચંદ્ર વચ્ચે સિદ્ધરાજની સભામાં થયેલા મોટા વિવાદમાં સ્ત્રીસત્વ ના એક ઉદાહરણ તરીકે વાદિદેવ મયણલ્લાનું નામ આપે છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy