SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ‘જેનાં ઊંચા દેવમંદિરો આકાશમાં સૂર્યના અશ્વોનો માર્ગ રોકે છે’ નગરનું વર્ણન એક વિશેષણથી કરવાનું હોય તો ભવ્ય દેવમંદિરોથી તેને વિશિષ્ટ કરવું એ તે પ્રજાના સંસ્કારનું સૂચક છે. ‘રામની રાજ્યધાની જેમ અયોધ્યા તેમ જે રાજાની (જયસિંહની) અણહિલપાટક નગર.’ મંત્રી ચશઃપાલના મોહરાજપરાજયમાં કુમારવિહાર અને બીજા જોવા લાયક સ્થળો : મંત્રી યશઃપાલ મોહરાજપરાજ્ય નામના નાટકમાં કુબેરમુખે પાટણનું ચિત્ર ખડું કરે એવું વર્ણન કરે છે पूर्व श्रीवनराजभूमिपतिना... વિમ્ ॥ : ૩૭૦ પૂર્વકાળમાં શ્રી વનરાજ ભૂપતિએ સારા લક્ષણવાળી પૃથ્વી જોઇ અહિંયાં આ નગર સ્થાપ્યું તે ખૂબ જુઓ ! શ્રીકુમારવિહારના શિર ઉપર વલયાલંકારની હાર રૂપ ધ્વજાઓના બહાને આ નગરે અમરાવતીને બહુ ઉચ્ચતાથી ચૈત્ર પત્ર અર્થાત્ વિજયનું આહ્વાન આપ્યું છે. આ સરસ્વતી નદી, શ્રી સિદ્ધરાજનું આ સરોવર, હે તન્વિ, જેનો યશ વિશાળ છે એવું આ બકસ્થલ, આકાશને ચૂંબતો આ સ્તંભ, રાજાનો આ નિરુપમ પ્રાસાદ, હે સુશ્રોણી, હવેલીઓ અને હાટોની આ શ્રેણી ! શ્રીની આ ભૂમિ ! આ નગરમાં શું શું જોવા લાયક નથી ? બાલચંદ્રસૂરિના વસન્તવિલાસમાં મંદિરો અને શ્રી સરસ્વતીનો સહવાસ : બાલચંદ્રસૂરિ વસન્તવિલાસમાં પાટણમાં શારદા અને કમલાનો કલહ નથી એ રીતે એમને વર્ણવે છે : નહાવતે ન સદ્દે શાવ્યા મનાત્ર વાસસોમવતી ॥ અહિંઆ વાસ કરવાના રસલોભથી કમલા શારદા સાથે કલહ કરતી નથી. એ જ કવિ ભિન્ન ભિન્ન ધર્મસંપ્રદાયોનાં મંદિરોનો ઉલ્લેખ કરી કહે છે કે હાલતા ધ્વજરૂપી હસ્તોથી અને ઘંટડીઓના સ્વર રૂપી રાજ્યપદોથી - ઉપરિપણાના શબ્દોથી - તેઓ વિવાદ કરી રહ્યા છે : હૈં ઘટિાક્ષ ખિતાખ્યદ્વૈધ્યુંનહÅક્ષ વિવન્તિ ત્નિ ॥ પટણીઓનું અભિમાન ઃ ત્રણ બાબતોનું પટણીઓને અભિમાન હતું. તેમાં કોઇ વિવાદ કરે તે તેઓ સહન નહિ કરી શકતા, અને તેનો નિર્ણય વાદ કે યુદ્ધથી થતો ! ગુજરાતનું વિવેક બૃહસ્પતિત્વ, તેમના રાજાનું સિદ્ધચક્રિત્વ અને પાટણનું નરસમુદ્રત્વ શુŕત્રાવા વિવેબૃદસ્પતિત્વ, નૃપક્ષ્ય સિદ્ધક્તિત્વ, પત્તનસ્ય = નરસમુદ્રત્વમ્ । શ્રીનર્તન એવા અદ્ભુત પત્તનનો વિજય છે, યસ્યાદ્ને તવિજ્ઞાનિત વિનયતે श्रीनर्तनं પત્તનમ્ । શ્રીની નૃત્ય (ભૂમિ) એવું આ અદ્ભુત પત્તન ! તેનો જયજયકાર છે. આ પ્રમાણે પટણીઓને પોતાના નગરનું ગૌરવ હતું. વાગ્ભટાલંકારમાં ત્રણ રત્નો ઃ વાગ્ભટ એના અલંકારગ્રંથમાં ત્રણ રત્નો (ઉત્તમ વસ્તુઓ) ગણાવે છે. તેમાં સૌથી પહેલું રત્ન મળ@િપાટ પુરૂં ગણાવે છે. અણહિલપુરનાં કવિકૃતવર્ણનો ઃ અણહિલપુરના અનેક કવિઓએ વર્ણનો કર્યા છે. સિદ્ધરાજ કુમારપાલના પરમ વિદ્વાન હેમચંદ્રે સંસ્કૃત અને પ્રાકૃત દ્દયાશ્રયોમાં કર્યા છે, સોમપ્રભસૂરિએ પ્રાકૃત કુમારપાલ-પ્રતિબોધમાં કર્યું છેઃ મહામાત્ય વસ્તુપાલના મિત્ર સોમેશ્વર પુરોહિતે કીર્તિકૌમુદીમાં, અને બાલચંદ્ર સૂરિએ વસંતવિલાસ મહાકાવ્યમાં એમ અનેક કવિઓએ પોતપોતાની કૃતિઓમાં વર્ણનો કર્યાં છે. તે જોઇએ.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy