SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ३७१ યુગે યુગે પાટણની પ્રભુતા સંસ્કૃત પ્રયાશ્રયઃ ગતિ સ્વસ્તિવત્ પૂર્ણિમા નાપમ્ | पुरं श्रिया सदाश्लिष्ट नाम्नाणहिलपाटकम् ॥ ઉપર પ્રમાણે હેમચંદ્ર અણહિલપુરના વર્ણનનો પ્રારંભ કર્યો છે. ભૂમિના સ્વસ્તિક જેવું, ધર્માગાર, નયસ્થાન અને શ્રીથી સદા આશ્લિષ્ટ એવું પુર નામે અણહિલપાટક.” આ વિશેષણો વસ્તુસ્થિતિમાંથી ઉદ્ભવેલાં હોય કે નહિ, પણ નાગરિકના મનનો નગરનો આદર્શ સૂચવનારાં તો છે : ધર્મ, નય અને શ્રી અને તેથી જ ભૂમિના સ્વસ્તિક જેવું - મંગલ ભૂષણ ! પાટણનો સન્નિવેશ પણ સ્વસ્તિક આકારનો હશે એમ પણ આ વિશેષણ સૂચવે છે. માનસારમાં સ્વસ્તિકાકાર ગ્રામ માનસાર ગ્રામ આકારના જે પ્રકાર આપે છે તેમાં સ્વસ્તિક વિષે કહ્યું છે કે તે આકારનો સન્નિવેશ ભૂપોને યોગ્ય છે, જે આપણે બીજા વ્યાખ્યાનમાં જોઇ ગયા. કીર્તિકૌમુદીઃ સોમેશ્વર કીર્તિકૌમુદીમાં પોતાની પ્રાસાદિક શૈલીમાં આમ વર્ણનનો પ્રારંભ કરે છે : अस्ति हस्तिमदक्लेदविराजद्रोपुरं पुरं ।। | મહિન્દ્રપુર નામધામ શ્રેય: શ્રિયામવ | શ્રીનું શ્રેયધામ એવું અને હાથીઓના મકલેશથી શોભતા ગોપુરવાળું પુર, નામે અણહિલપુર! દયાશ્રય શાલકોટઃ હેમચંદ્ર સંસ્કૃત વયાશ્રયમાં પાટણના ધવલ શીયુક્ત શાલકોટને ધવલરંગીસહસ્ત્ર ફણાવાળા શેષનાગ સાથે સરખાવે છે, અને પ્રાકૃત દ્વયાશ્રય અપ્સરાઓનું દર્પણ કહી પૃથ્વી વધૂમુખનો અવતંસ કહે છે. આ વિશેષણો બીજું કાંઈ નહિ તો કવિઓની પોતાના નગરની પ્રીતિ સૂચવે છે. કીર્તિકૌમુદી કોટ સોમેશ્વર એ કોટનું આમ વર્ણન કરે છે. कृतहारानुकारेण प्रकारेण चकोस्ति यत् । सुकृतेन वृतीभूय त्रायमाणं कलेरिव ॥ કલિથી બચવા સુકૃતની વાડ સમા હારના આકારના પ્રકારથી જે પુર શોભે છે ! નગરની બહાર જે વૃક્ષરાજિ છે તે સોમેશ્વરને ઉન્નત વપ્રની છાયા જેવી લાગે છે : . अनेकानोकहच्छन्ना प्रत्यासन्ना वनावलिः । વત્રોન્નતિ વપ્રશ્ય છાવ પ્રતિમાને છે. આ દ્વયાશ્રય ઃ ખાઇ, સરસ્વતી ઇત્યાદિ : કોટની આજુબાજુ ઊંડી ખાઇ હતી, તે તરફ પણ કવિઓનું ધ્યાન ગયું છે. પછી આવે છે સરસ્વતી ! તે નદીનું હેમચંદ્રનું વર્ણન અત્યારે ન સમઝાય એવું છે. હેમચંદ્ર એને ગળે નથી કહે છે. “ગવ્યા” કહેતાં ગાયોને અનુકૂળ, તે તો સ્વીકારાય; પણ તે “નવ્યા” કહે છે, એટલે નાવ ને યોગ્ય, એવી હશે? સરસ્વતીની પાસેનાં ખેતરોમાં લણતી સ્ત્રીઓના ગીત સાંભળી ગયાનથી કે નૌયાનથી જનાર બંને પોતાનું ભાન) ભૂલી જાય છે. નગરની બહારની ભૂમિમાં ફરતાં અને ચરતાં ગાય, ઊંટ, અને તેમના ગોવાળોનું વર્ણન વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy