SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા શ્રાદ્ધા. સંતતમ્॥ .મં′′પાન્ । .વાસ્તવ્યયોઃ ॥ રામચંદ્ર ચૌલુક્યવંશના ભૂપતિના આ કુમારવિહારને આશ્ચર્યમન્તિમુવાળુળમિમમ્। વિશ્વમાપળવધૂતિજ્ઞાયમાનમ્ । આશ્ચર્યનું મંદિર અને પૃથ્વીવારાંગનાના તિલકસમું જણાવી વર્ણનનો પ્રારંભ કરે છે. મૂના સાથ. ૩૬૯ X X X દેવાર્ચકો કહેતાં પૂજારીઓ ધનની આશાથી સ્ત્રીઓ સમક્ષ મંદિરનું આમ વિવરણ કરે છે ઃ આ દેવની પ્રતિમા સોનાની બનાવેલી છે. આ સ્તંભો ચન્દ્રકાન્તમણિનાં બનેલાં છે. પેલી પૂતળીના હાથમાં ફરતું કંકણ છે. આ નાટચગૃહમાં દશ્યોની પરાકાષ્ઠા છે. આ વ્યાખ્યાનશાળાને બનાવી સૂત્રધારે બીજું બનાવવાનું છોડી દીધું. ત્રૈલોક્યમાં અદ્ભુત આ ચિત્રાલય જુઓ. ચીનાઇ વસ્ત્રોના બનાવેલાં આ ચંદરવા જુઓ. આ મોતીઓની ઝૂલ જ નિરખો. આ મહાબલ નામે યક્ષેન્દ્ર જુઓ કે જેને જોઇને લોકો તેને સાચો યક્ષેન્દ્ર જ માને છે. વિવિધ પ્રકારના હસ્તાભિનય બતાવતી એ મંદિરની પુતળીઓને જોઇને કોઇ નાટ્યવિદો થાય છે, કોઇ તેનાં રૂપને જોઇને કામગ્રસ્ત થાય છે, કોઇ રત્નઘડેલી અને કાનમાં હાલતા તાક જોઇને શિલ્પીઓ થાય છે. બહાર માથે પાણીનાં બેડાં લઇને જતી હિરણાક્ષીઓ ડોક ઊંચી કરી મંદિરની ધ્વજાઓ ગણતાં, તેમનાં બેડાં પડી જતાં જોઇ બજારમાં ઊભા રહેલા જુવાનો તેમની‘થેકડી કરે છે. આ મંદિરમાં શ્રાવકો પુણ્યની ઇચ્છાથી, રોગીઓ રોગ દૂર કરવા, કારીગરો શિલ્પ જોવા, રસિકો સંગીતની શ્રદ્ધાથી એમ જુદા-જુદા આશયથી માણસો જાય છે. મંદિરના લોકોત્તર અને વિવિધરંગી રત્નોથી સુંદર એવા તે તે કુંભો અને મંડપો પ્રતિદિન જોઇને પોતાના મસ્તકને ધુણાવતા અને પ્રત્યેક તોરણે, પ્રત્યેક શિલાએ અને પ્રત્યેક ઉત્સવે આશ્ચર્યસહિત ઉભા રહેતા એવા પાટણવાસી અને આગન્તુકો વચ્ચે સહૃદયોને કોઇ ભેદ દેખાતો નથી. દ્રવ્યાશ્રયમાં સોમનાથ અને કુમારવિહાર : હેમચંદ્ર દ્દયાશ્રય માં કહે છે કે સોમનાથનું કેદારેશ્વર અને પાટણનું કુમારવિહાર પૂરાં થયા પછી પાન્થોમાં, એવી વાતો થતી કે ‘ભલા ભાઇ, સોમનાથ જઇ આવ્યા કે ? સાધુ પુરુષ, ગુર્જરપુર ગયા હતા કે ? તેમાં કુમારવિહાર જોયું કે ?' સોમેğી:રૂ......... .પન્થવાતાં। વાહિનીપતિ કેશવના શિલાલેખમાં સુરમન્દિરો : દધિપદ્રના દંડનાયક વાહિનીપતિ કેશવના શિલાલેખમાં એક શ્લોકમાં અણહિલપુરનું સંક્ષિપ્ત પણ ચિત્ર ખડું કરે તેવું વર્ણન છે. अणहिल्लपाटकनगर सुरमन्दिररुद्वतरणिहयमार्गम् । यस्यास्ति राजधानी राज्ञोत्तऽयोध्येव रामस्य ॥
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy