SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ યુગે યુગે પાટણની પ્રભુતા પ્રગટી હતી તેમ. પાટણનું સહસ્ત્રલીંગ સરોવર જોયું. એ જોયા પછી એમ જ લાગતું હતું કે, એમાં આટલું સ્થાપત્ય હશે, આટલી વિશાળ કલા હશે એનો ખ્યાલ જ નહોતો આવતો. જે સૌંદર્ય આજે જોઇએ છે એ અગાઉ અનેકગણું હશે. આ તળાવ આખું ખોદાઇ રહે તો દુનિયાની સૌથી સુંદર વસ્તુઓમાં સહસ્ત્રલીંગ ગણાય. સહસ્ત્રલીંગ તળાવમાં, રાણીની વાવમાં ગીઝનીને મારીને હરાવનાર વીર ભીમદેવના પગલાં થયાં હશે ? અને સિદ્ધરાજ જેવા તપસ્વી રાજાએ અને કેટલાય મહાન આચાર્યો અને વિદ્વાનોએ આ પથ્થરોને પોતાના ચરણ સ્પર્શથી પવિત્ર કર્યા હશે. ધંધુકાના મોઢ વાણીયાનો એ છોકરો સંવત ૧૧૪૫ માં એ જન્મયો. પાંચ વર્ષે એણે દીક્ષા લીધી. એકવીસમે વરસે એ આચાર્ય થયો. તપસ્વી, મુત્સદી અને વિદ્યાનિધિ સુધી પાટણની સંસ્કાર સ્વામીઓમાં એણે ચક્રવર્તી પદ ભોગવ્યું. સિદ્ધરાજના વિજયોમાં ધનિકોની વ્યાપારશકિતમાં લોકોની ગગનગામી, ઉત્સાહમાં હેમચંદ્રાચાર્યની કલ્પનાએ એક અને અપૂર્વ એવા ગુજરાતનું દર્શન કર્યું. જૈન સાધુને સાહજીક એવું પરિભ્રમણ ત્યાગી એમણે એમની કલ્પનાના ગુજરાતને ચરણે જીવન ધર્યું. એમની સર્જકતાએ નવી કલ્પનાસૃષ્ટિ રચી. પાટણ અયોધ્યાથી વધ્યું નગરોમાં પ્રથમ સ્થાન પામ્યું. ગુજરાતની કલ્પનાએ તેના સહસ્ત્ર પ્રતિબિંબો વડે ચમકાવનાર સિદ્ધરાજ પોતે વિક્રમાદિત્યની ભભકે શોધતા થયા. ચાલુક્યવંશે રધુવંશી અમરકીર્તિ પ્રાપ્ત કરી. સોરઠ અને માળવાના પરાજયે ગર્વ પ્રેર્યો. પાટણને ગુજરાતનો આત્મા કરી સ્થાપ્યું. સ્થળ : પાટણ તારીખ : ૮-૪-૧૯૩૯, શનિવાર (પાટણ ખાતે સને ૧૯૩૯માં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રના પ્રમુખ સ્થાનેથી સાક્ષરશ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આપેલ પ્રવચનનો સારભાર) ફરતાં વિષ્ણુ - હરનાં, મંદિરે સર જ્યાં ભર્યું, પૃથ્વી-કુંડલવત શોભે, જાણે મોતી-શરેં ભર્યુ. ઊંડું તળાવ શોભે જ્યાં, ખીલેલાં કમળો થકી, ખેલતી જળદેવીનાં, જાણે હોય મુખો નકી (કીર્તિ કૌમુદી)
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy