SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ચાવડા વંશના રાજવીઓ ૧૫ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય જૈન અનુશ્રુતિ મુજબ વનરાજ ચાવડાનો ઉછેર પંચાસર પાસે થયો હતો. ‘‘ચાપવંશ’’ · ઉપરથી ‘‘ચાવડા’’ નામ પડવું હોવાનું કહેવાય છે. પંચાસરનો છેલ્લો રાજવી જયશિખરી હતો. જયશિખરીનું મરણ અનુશ્રુતિ મુજબ વિક્રમ સંવત ૭૫૨ એટલે ઇ.સ. ૬૯૬ માં થયું હતું. આ બાબતમાં થયેલ નવિન સંશોધન મુજબ જયશિખરીનું મૃત્યુ વિક્રમ સંવત ૮૪૬ (ઇ.સ. ૭૯૦)માં થયું હતું. સમગ્ર ચાવડા વંશનો જાણીતો રાજવી એકમાત્ર વનરાજ ચાવડો હતો. જેને અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. ચાવડા વંશની સત્તા ૧૯૦ વર્ષ સુધી ચાલી હોવાનું જાણવા મળે છે. પ્રબંધ ચિંતામણિમાં ચાવડા રાજવંશની વર્ષ પ્રમાણેની વંશવાળીની વિસ્તૃત માહિતી મળે છે. પ્રબંધ ચિંતામણી મુજબ પ્રથમ રાજા વનરાજે ૬૦ વર્ષ, બીજા રાજા યોગરાજે ૧૭ વર્ષ, ત્રીજા રાજા રત્નાદિત્યે ૩ વર્ષ, ચોથા રાજા વૈરસિંહે ૧૧ વર્ષ, પાંચમા રાજા ક્ષેમરાજે ૩૮ વર્ષ, છઠ્ઠા રાજા ચામુંડારાજે ૧૩ વર્ષ, સાતમા રાજા આગડે (આહડ) ૨૭ વર્ષ અને આઠમા રાજા ભૂવડ યાને સામંતસિંહે ૨૭ વર્ષ એમ કુલ આઠ રાજાઓએ ૧૯૦ વર્ષ રાજ્ય કર્યાનો ઉલ્લેખ છે. બીજી અનુશ્રુતિ મુજબ સાત રાજવીઓ હતા. સાતે સાત રાજાઓનો કુલ શાસનકાળ ૧૯૬ વર્ષનો હતો. કોઇ એક રાજાના બે નામો હોવાનો સંભવ છે. યોગરાજ બીજે રાજવી : વનરાજ ચાવડા પછી યોગરાજ ગાદીએ આવ્યો. યોગરાજનો રાજ્યાભિષેક વિક્રમ સંવત ૮૬૨ના અષાઢ સુદ-૩ને ગુરૂવાર અશ્વિની નક્ષત્રમાં સિંહ લગ્નમાં થયો હોવાનું પ્રબંધ ચિંતામણીમાં નોંધાયું છે. યોગરાજને ત્રણ કુંવરો હતા. એક સમયે ક્ષેમરાજ નામના કુંવરે રાજાને વિનંતી કરી હતી કે, ‘“સોમેશ્વરને કાંઠે બીજા દેશના રાજાના કેટલાક વહાણો તોફાનમાં ફસાઇ પડવાથી આવી ચડવાં છે. આ વહાણોમાં એક હજાર ઘોડાઓ, પચાસ હાથીઓ, અઢળક સંપત્તિ અને ચીજવસ્તુઓ છે જે આપ આજ્ઞા આપો તો તે વહાણો લૂંટી લઇ સર્વ માલ-મિલકત કબજે કરીએ.’’ રાજાએ લૂંટ કરવાની સ્પષ્ટ ના ફરમાવી છતાં કુંવરો રાજા ઉપર ચિડાયા અને ધાર્યું કે રાજા ઘરડો થયો હોવાથી તેમની બુદ્ધિ ફરી ગઇ છે. રાજાની આજ્ઞાનો અનાદર કરી વહાણોમાંથી સર્વ માલ લૂંટી લીધો, અને પોતાના પિતા આગળ હાજર કર્યો. આ જોઇ રાજા ગુસ્સે થયા પણ કાંઇ બોલ્યા નહિ. કુંવર ક્ષેમરાજે રાજાને પૂછ્યું કે આ કામ સારું કે ખરાબ ? ત્યારે રાજાએ જવાબ આપ્યો કે, ‘“જો હું સારું કહું તો બીજાનો માલ લૂંટવાનું પાપ લાગે અને ખરાબ કહું તો તમને દુઃખ લાગે, માટે મૌન રહેવું સારું છે. ,,
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy