SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા પાટણઃ ગુજરાતની અસ્મિતાનું આધારબિન્દુ સંકલનઃ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય હેમ સારસ્વત સત્રમાં પધારેલા સન્નારીઓ અને સદ્ગુહસ્થો ! પાટણમાં આ સત્રનું પ્રમુખપદ લેવાનું સુભાગ્ય મને પ્રાપ્ત થયું છે. તેમાં વિધિનો હાથ દેખાય છે. બાળપણમાં મેં "Graves of vanished Empire" એ નામનો લેખ લખ્યો ત્યારથી પાટણને મેં “ગુજરાતની અસ્મિતાનું આધારબિન્દુ' માન્યું છે. ઇતિહાસકારો પાટણ અને તેના મહાપુરુષોની કથા કહી શકશે. ખેરી દષ્ટિએ આ પાટણ ગાયકવાડી મહેસાણા પ્રાંતનું ગામ નથી, પણ સમર્થ્ય અને સમૃદ્ધિ, વિદ્યા અને રસિકતામાં, અયોધ્યા અને પાટલીપુત્ર, રોમ, એથેન્સ અને પેરિસનું સમોવડીયું શહેર છે. . પાંચમી સદીમાં લખારામથી તેરમી શતાબ્દી સુધી આ પુણ્યભૂમિએ શા શા ચમત્કારો નથી જોયા? ગામ રૂપે એણે જન્મ લીધો, ત્યારથી ઘણી બાબતમાં એ પ્રથમ હતું. શ્રી હેમચંદ્રાચાર્ય પોતે એને ધર્માગાર કહે છે. આ ભાગ્યશાળી ભૂમિએ વનરાજની વીરતા જોઈ અને ચાલુક્યવીર મૂળરાજની શક્તિનાં દર્શન કર્યા. બાણાવળી ભીમને હાકે સિદ્ધ ચકવર્તી સિંહ દેવનાં સામર્થ્ય અને વ્યવસ્થાશક્તિથી અંકિત થઈ, પરમભટ્ટાર્ક કુમારપાળનાં નૈતિક શાસનોની એ પ્રયોગશાળા બની અને વસ્તુપાળ-તેજપાલના ઔદાર્ય અને મુત્સદ્દીગીરીનાં એણે દર્શન કર્યા. નૃત્ય અને ગીત, રસ અને ઉલ્લાસથી એની દિશાઓ ગાજતી. અદ્ભુત સ્થાપત્યે એને સૌન્દર્યના સત્ય સરખી બનાવી દીધી હતી. “અશેષવિદ્યાપારંગત” શ્રી દીર્વાચાર્ય તપોનિધિ (ઈ.સ. ૯૯૫) ના સંસ્કારોએ કૌલ કવિ ધર્મની કૃતિઓએ, અભયદેવસુરી મહારાજ સાહેબ જેવાનાં આર્ત ઉર્મિ કથનોએ અને શ્રીપાલથી સોમેશ્વર સુધીના કવિઓની કાવ્યસમૃદ્ધિએ એને સંસ્કારી કરી, પણ એ બધામાં બે હતા શ્રેષ્ઠ, એક શૌર્ય અને વ્યવસ્થાનો સ્વામી, જેણે ગુજરાતમાં રાજકીય ઐકય સ્થાયી સ્વરૂપ આપ્યું અને બીજા સાહિત્યાના સ્વામી. જેણે ગુજરાતને કલ્પી શબ્દમાં ઉચ્ચારી, તેને સાહિત્ય વડે સમજી અસ્મિતા આપી. સિદ્ધરાજ અને હેમચંદ્રને એક કરતું “સિદ્ધહેમ” એ માત્ર વ્યાકરણ નથી. ગુજરાતનું જીવન ઝરણું' નિઃસારતી કૃપાશ્રયી ગંગોત્રી છે. આજે આપણે જેને ગુજરાત કહીએ છીએ એનો પિતા તો છે સિદ્ધરાજ, મૂળરાજે જે શરૂ કર્યું તે તેના વંશજો પુરું કર્યું. ગુજરાત માત્ર પ્રાપ્ત નથી, માત્ર જનસમુદાય નથી, માત્ર સંસ્કારિક વ્યક્તિ નથી, એ તો પેઢીધર ગુજરાતીઓએ સંકલ્પપૂર્વક સેવેલી, પેઢીએ નવી સિદ્ધિ પામતી સામુદાયિક ઇચ્છાશક્તિએ સબળ બનેલી જીવન ભાવના છે. એ ભાવનાનું તીવ્ર ભાન તે ગુજરાતની અસ્મિતા એ અસ્મિતા હેમચંદ્રાચાર્યની કલ્પનામાં પ્રગટી બ્રહ્માની માનસમાંથી સરસ્વતી
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy