SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૪૨ ૭૧ દરમ્યાન આર્ટસ કોલેજ પાટણમાં અંગ્રેજીના પ્રધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. શેક્સપિયર ઉપર તેમનું પાંડિત્ય પ્રશંસનીય રહ્યું છે, જેની પ્રતીતિ તેમના વિદ્યુત તુલનાત્મક ગ્રંથ 'The secret of shakespeare and of his baffling personality and philosophy : their Samkara Vedantic Key (1995) દ્વારા થાય છે. આ ઉપરાંત શેક્સપિયર વિશે તેમજ અન્ય વિષયો ઉપર ઇંડિયન એક્સપ્રેસમાં ૧૫ લેખો પ્રકાશિત. (૭) કલાલ, વિષ્ણુભાઈ શ્રીરામ (૧૯૪૧-૧૯૮૯). | MA, M.Ed. જન્મ : કંબોઈ, વતન હારીજ અને કર્મભૂમિ પાટણ. તેમનો કાવ્યસંગ્રહ વનલીલું નાઘેર (૧૯૮૫) અને બોધપ્રદ કથાગ્રંથ “લીલોતરી' (૧૯૮૧) પ્રકાશિત છે. (૮) સ્વ. ખત્રી, ગિરધરલાલ નારણદાસ ભગત તરીકે ખ્યાત બાળબ્રહ્મચારી એવા સ્વ. ગિરધરલાલ ખત્રી શ્રી ત્રિકમરાય મહારાજના શિષ્ય હતા. તેમનો ભક્તિભોમ” નામક ભજનસંગ્રહ બે ભાગમાં પ્રકાશિત થયેલ છે. (૯) ગોવિંદરામજી મહારાજ “ભક્તિજ્ઞાન વિલાસ', 'ભક્તિજ્ઞાન છંદો' વગેરે ભક્તિપ્રધાન ગ્રંથોની રચના. (૧૦) ગોસાઈ, નારાયણ ભારથી (?-૧૯૦૪) દસનામી ગોસ્વામી પંથના ગૃહસ્થ ગોસાઈ. સંસ્કૃત, ઇતિહાસ અને શિલ્પશાસ્ત્રના અભ્યાસી. તેમણે મહાસુખરામ પુરાણી અને હિમ્મત-વિજયસુરિના સહયોગથી મંડન સૂત્રધાર કૃત વાસ્તુમંડનનો ગુજરાતી અનુવાદ પ્રકાશિત કર્યો, જેને સયાજીરાવ ગાયકવાડે પુરસ્કૃત કરેલ. ઉપરાંત પરિમાણમંજરીનો ગુજરાતી અનુવાદ કર્યો. હિંદીમાં ભિક્ષુક નિંબધ અને શુરવીર જયમલની રચના કરી હતી. સંસ્કૃત કર્ણવાયુધ્ધ નાટક, નિર્ભયભીમવ્યાયોગ, રસિકપ્રિયા વગેરેના ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરેલ છે. (૧૧) ગૌતમ, રમાકાન્ત રંગનાથ ધારેખાન નાગર ગૃહસ્થ. “ગોવાલણી” અને “અબજપતિ' નવલકથાઓ પ્રકાશિત. (૧૨) ઘારેખાન, ચિન્મય રજનીનાથ (૧૯૩૪) M.Com., LL.B, I.Es. પાટણના પનોતા પુત્ર. વિશ્વ ગુર્જરી એવોર્ડથી વિભૂષિત. સંગીતની તાલીમ પંડિત ઓમકારનાથ પાસેથી મેળવી. કુશળ રાજનીતિજ્ઞ વડાપ્રધાન ઇંદિરા ગાંધીના પી.એ., તથા ભારતાના એલચી તરીકે યુનોમાં લાંબા સમય સુધી સેવાઓ આપી. નિવૃત્તિ બાદ અમેરીકામાં સ્થિત છે. અનેક લેખો પ્રકાશિત. (૧૩) ઘારેખાન, મનહરનાથ માણેકનાથ (૧૯૦૦-૧૯૮૦) B.A., LL.B. 1485 dieslēHi aslaid. Constitutional Law, Hindu Law qul2 slaat વિષયક ગ્રંથોની રચના. ‘ન્યાયનો નાથ' ગુજરાતી નવલકથા. (૧૪) ઘારેખાન, રજનીનાથ રંગનાથ (?-૧૯૭૦) M.B.B... આર્યુવેદના ઉંડા અભ્યાસી. ચિકિત્સાકણિકા, જ્ઞાનભેષજયમંજરી, અનિવાર્ય ઓરડી વગેરે વૈદક વિષયક ગ્રંથોની રચના.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy