SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ગ્રંથકારો' અને કનૈયાલાલ ભાઇશંકર દવે કૃત ‘પાટણના સાહિત્યસ્વામીઓ' વિષયક લેખોનો પણ આધાર લેવામાં આવ્યો છે. તેથી પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે મદદરૂપ નીવડનાર સૌનો અંતઃકરણપૂવર્ક આભાર વ્યક્ત કરીએ છીએ. આ લેખની કેટલીક મર્યાદાઓને લીધે લેખકોનો સૂત્રાત્મક શૈલીમાં પરિચય આપવામાં આવ્યો છે. પાટણના ૨૦મી સદીના લેખકો વિશે એક સ્વતંત્ર ગ્રંથનું લેખનકાર્ય ચાલુ છે. જેમાં પ્રત્યેક વિશે વિસ્તૃત માહિતી આપવાની નેમ છે. જે કોઇ સુજ્ઞજનો પાસે આ વિષયક માહિતી પ્રાપ્ત હોય તેની અમને જાણકારી આપવા વિનમ્ર પ્રાર્થના. સંભવ છે કે અમારા ધ્યાનમાં ન હોય તેવા કેટલાક લેખકો વિશે ઉલ્લેખ ન પણ થયો હોય, તો આ બદલ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. શ્રધ્ધા છે કે આ સંબંધી વધુ માહિતી પુરી પાડી ઉપકૃત કરશો. લેખકોનો પરિચય તેમની અટકોના વર્ણાનુક્રમમાં નોંધેલ છે, જે કોઇ લેખકની અટકની જાણ થઇ શકી નથી તેવા લેખકોના નામ હેઠળ માહિતી નોંધેલ છે. ૩૪૧ (૧) અયાચી, મણિશંકર મગનલાલ શ્રીમાળી બ્રાહ્મણ. સંસ્કૃત સાહિત્ય અને વેદાંતના પ્રખર અભ્યાસી. શારદાપીઠ શંકરાચાર્ય માધવતીર્થ સ્વામીએ ‘વેદાંતકો’િ ની ઉપાધિથી વિભૂષિત કર્યા હતા. તેમની કૃતિઓ પૈકી ચારુપ પંચશતી (સંસ્કૃત), ગુજરાતીમાં શ્રી કૃષ્ણલીલા કથાકાવ્ય, જ્ઞાનમણિ પ્રકાશ અને મણિશંકર કાવ્ય વિશેષ જાણીતી છે. (૨) આચાર્ય, અંબાલાલ લજાશંકર (?-૧૯૫૪) ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ. પ્રખર જ્યોતિષી, વાક્પટુ કવિ અને મિલનસાર વ્યક્તિત્વ, તેમનો કાવ્યગ્રંથ ‘હૃદયવાટિકા’ (૧૯૧૪) મૈત્રી વિષયક રચનાઓથી ભરપુર છે. (૩) ઇનામદાર, વસુધા મહેશભાઇ (૧૯૪૭) તા. ૨૧-૫-૪૭ના રોજ નોવાસા (મહારાષ્ટ્ર)માં જન્મ. ગુજરાતીમાં M.A.,Ph.D. ની ડિગ્રી ધરાવે છે. સાહિત્યમાં વિશેષ રસ અને રુચિ, મરાઠી નાટક ‘થેંક્યુ મિસ્ટર ગ્લાડ' નો ગુજરાતી અનુવાદ પ્રકાશિત. ‘પ્રયોગશીલ ગુજરાતી અને મરાઠી નવલકથાઓનો તુલનાત્મક અભ્યાસ' વિષયક શોધ પ્રબંધમાં લેખિકાની તુલનાત્મક વિવેચન દષ્ઠિનાં દર્શન થાય છે. (૪) ઇમાનદાર, શંભુપ્રસાદ ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ, દ્વારકાપીઠના શંકરાચાર્ય શાંતાચાર્યનું જીવનચરિત્ર ‘જગદગુરૂ’ શીર્ષક હેઠળ પ્રકાશિત કર્યું (૫) ઉમિયાશંકર ખુશાલરાય ‘પાટણ શહેરનું વર્ણન’ વિષયક ગ્રંથ જ્ઞાન છે. (૬) ઐયર, કૃષ્ણસ્વામી નટરાજન (૧૯૧૧-૧૯૯૫) જન્મઃ સિરુગમણી, જિ. ત્રિચી (તામિલનાડું). કર્મભૂમિ-સ્થાયી નિવાસ : પાટણ ૧૯૬૭
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy