SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૪૩ (૧૫) ઘારેખાન, રંગનાથ શંભુનાથ (૧૮૬૪-?). B.A. વડોદરા રાજ્યના નાયબ સુબાના પદેથી નિવૃત્ત થયેલ. સાહિત્યપ્રેમી અને વિદ્યાવ્યાસંગી, તેમની ૭મી પેઢીએ દાદા જગન્નાથજીને મોગલ બાદશાહ દ્વારા ઘારેખાન' ખિતાબથી વિભૂષિત કરેલ ત્યારથી તેમના પરિવારની અટક ઘારેખાન પ્રચલિત થઇ. મહારા ધર્મ વિચાર ૨ ભાગ (૧૯૨૩-૩૧), શ્રીકૃષ્ણ દર્શન (૧૯૨૭), આદર્શ અમલદારી (સર્વિસ વૃત્તાંત), શ્રી રંગમાળા તથા શ્રીકૃષ્ણ કિર્તન (૧૯૨૩) ગ્રંથોની રચના કરી છે. (૧૬) ઘારેખાન, સુરેન્દ્રનાથ રંગનાથ (૧૮૯૨-૧૯૭૨) B.A, LL.B. વડોદરામાં વકીલાત. જ્યોતિષ, સંગીત અને વિજ્ઞાનમાં ઉડો રસ. આર્યોનું આદિ નિવાસ સ્થાન, ચંદ્ર અને મંગળ (૧૯૨૭) વગેરે ગ્રંથોની રચના. (૧૭) ઘોઘારી, મોતીશંકર ઉદયશંકર (૧૮૭૦-2) બ્રિટીશ હિંદુનું અર્થશાસ્ત્ર” તથા “રામકૃષ્ણ પરમહંસનું જીવનચરિત્ર' વગેરે પુસ્તકો પ્રકાશિત કર્યા હતાં. (૧૮) ચંપકલાલ પુરાણી (૧૯૦૩?). શ્રી અરવિંદ અને માતાજીના પ્રીતિપાત્ર શિષ્યરત્ન. ૧૯૨૧ ની ૧ એપ્રિલથી પાંડિચેરી નિવાસ. તેમની નોંધપાત્ર અને પત્રોના આધારે શ્રી અરવિંદ આશ્રમ, પાંડિચેરી દ્વારા ‘ચંપકલાલનાં સંસ્મરણો' (૧૯૮૭) ગ્રંથનું પ્રકાશન (૧૯) જડીયા, શ્રીમતી કાશીબેન વિઠ્ઠલદાસ બેચરદાસ “હદય કલ્લોલ” અને “ભક્તિજ્ઞાન મંદિર”, “આત્મબોધ' શીર્ષક હેઠળ ધાર્મિક ગ્રંથોની રચના. (૨૦) જોશી, મહાદેવ મુકુન્દ પાટણનો ભોમિયો (૧૯૨૭). . (૨૧) તપોધન, બળદેવ જામદાસ LL.M. કર્મભૂમિ પાટણ. લૉ કોલેજ પાટણના આચાર્યપદે લાંબા સમય સુધી સેવાઓ આપી. ૧૯૯૮માં નિવૃત્ત. કાનુન વિષયક લેખો પ્રકાશિત. ગરોડા ભક્ત કવિઓ વિશે માહિતીપ્રદ લેખો તથા “અલખના ઓટલે” (૧૯૯૪) ભક્તિપ્રધાન કવિતાઓનો સંગ્રહ પ્રકાશિત. (૨૨) ત્રિકમરાય ઇશ્વરરાય નાગર ગૃહસ્થ. “આત્મચરિત્ર' ગ્રંથની રચના. (૨૩) ત્રિકમલાલજી નારણજી મહારાજ ઝારોળા, બ્રાહ્મણ, આર્યુંવેદ, વેદાંત અને યોગશાસ્ત્રના અભ્યાસી. ત્રિકમતત્વવિલાસ ૨ ભાગ, આત્મજ્ઞાન વિષે મુમુક્ષુજનોને સમજણ (૧૯૩૩) તથા જ્ઞાનભક્તિનાં પદોની રચના કરી છે. (૨૪) ત્રિવેદી, ઇન્દ્રકુમાર વ્રજલાલ (૧૯૨૫-૧૯૯૮) જન્મ: પાટણ, ગુજરાત યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને ગુજરાતી સાથે બી.એ. ‘આલોક ઉપનામ હેઠળ તેમણે નોંધપાત્ર કવિતાઓની રચના કરેલી. જેકુમાર, સંસ્કૃતિ, કવિલોક વગેરે
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy