SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ३४० છે. અનેક લહીયાઓ રોકીને જૈન અને જૈનેતર કૃતિઓનું લેખનકાર્ય કરાવી જ્ઞાનના પ્રચાર-પ્રસાર અને જાળવણીમાં જૈન શ્રેષ્ઠિઓની સેવા સદૈવ સ્મરણીય રહેશે. પાટણનો ગાદીપતિ કદવ રજે દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખીલજીના હાથે ઇ.સ. ૧૩૦૪માં પરાસ્ત થતાં પાટણમાં રાજપૂત શાસનનો અંત આવ્યો અને મુસ્લિમ શાસનનો પ્રારંભ થયો. ઇ.સ. ૧૪૧૧માં અમદાવાદની સ્થાપના થતાં પાટણથી રાજધાની અમદાવાદ ખસેડાઇ. પરિણામ સ્વરૂપે પાટણની પડતીનો પ્રારંભ થયો. રાજપૂત યુગમાં પાટણ વિદ્યા અને તપોભૂમિ તરીકે પ્રસિદ્ધ હતું તે નામશેષ થવા લાગ્યું. કવિઓ અને વિદ્વાનોને રાજ્યાશ્રય આપવાની પ્રથા બંધ થઇ. સારસ્વતોથી ઉભરાતો આ પ્રદેશ સારસ્વતવિહિન થતો ગયો. રાજપૂત યુગની તુલનામાં મુસ્લીમ શાસનમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા સારસ્વતો ભાલણ, ઉધ્ધવ, વિષ્ણુદાસ, રાજકીર્તિમિશ્ર, જિનહર્ષ, મધુસુદન, વિશ્વનાથ જાની, લાવણ્યસમય વગેરે થયા. ગાયકવાડી શાસનમાં અને સ્વાતંત્ર્યોત્તર સમયમાં શિક્ષણને ઉત્તેજન મળતાં પાટણ એ સમગ્ર ઉત્તર ગુજરાતમાં શિક્ષણ, સાહિત્ય અને કલાક્ષેત્રે પુનઃ મોખરાનું સ્થાન મેળવ્યું છે. આ સમય દરમ્યાન અનેક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓની સ્થાપના પાટણમાં થઇ, જે પૈકી “શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય' (૧૮૯૩), હરિજનો માટેની ‘અંત્યજ શાળા' (૧૯૦૫), ‘આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ' (૧૯૧૭), પોલિટેકનિક કોલેજ', “સંગીતશાળા’, ‘માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ', 'ઉત્તર ગુજરાત યુનિવર્સિટી' (૧૯૮૬) વગેરે વિશેષ ઉલ્લેખનીય છે. ૨૦મી સદીમાં શિક્ષણના વ્યાપક ફેલાવાના લીધે પાટણના ૧૦ થી અધિક સારસ્વતોએ સાહિત્યક્ષેત્રે યત્કિંચિત્ પ્રદાન કર્યું છે. અહીં ૨૦મી સદીના (૧) પાટણના મૂળ રહેવાસી પરંતુ અન્યત્ર નિવાસ કરતા, (૨) પાટણમાં જન્મેલા કે જેઓ પાટણમાં કે પાટણ બહાર ધંધા રોજગાર અર્થે રહેતા અને (૩) પાટણને લાંબા સમયથી કર્મભૂમિ બનાવીને પાટણમાં રહેતા. આમ આ ત્રણ ત્રિવિધ પ્રકારના પાટણના સારસ્વત નાગરિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સદીના પાટણના શીર્ષસ્થ વિદ્વાનો પૈકી સ્વ. ડૉ. ભોગીલાલ સાંડેસરા, ડૉ. તપસ્વી નાન્દી, ડૉ.દિગીશ મહેતા, મોહનલાલ પટેલ, ઇતિહાસવિદ્ સ્વ. રામલાલ ચુનિલાલ મોદી, શ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબ, સ્વ. સ્વામી પ્રણવતીર્થ, સ્વ. કનૈયાલાલ દવે, ચિન્મય ધારેખાન વગેરે કે જેમની ગણના ભારતીય સ્તરના પોતપોતાના ક્ષેત્રના ઉચ્ચકોટિના વિદ્વાનોમાં કરવામાં આવે છે. આ સારસ્વતો પાટણની શોભા છે. પાટણને ભારત અને વિશ્વના નકશામાં અગ્રિમ સ્થાન અપાવવામાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો છે, અથવા પાટણ તેમના જ કારણે ઉજળું છે. તેમ કહીશું તે વધારે યોગ્ય લાગશે. હાલના તબકકે પાટણના ગૌરવમય ઇતિહાસને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય શ્રી મુકુંદભાઇ પ્રહલાદજી બ્રહ્મક્ષત્રિય કરી રહ્યા છે, જેની નોંધ સૌએ લેવી રહી. આ લેખનું લેખનકાર્ય યથાસંભવ લેખકોની કે તેમના નજીકના સંબંધીઓની રૂબરૂ મુલાકાત અને લેખકોના ગ્રંથોના આધારે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રામલાલ ચુનિલાલ મોદી કૃત 'પાટણના
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy