SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૯ યુગે યુગે પાટણની પ્રભુતા ૭૦) ૨૦મી સદીમાં પાટણની અક્ષર-આરાધના મણિભાઈ પ્રજાપતિ વલ્લરીમજમુંદાર પ્રસ્તાવના - પાટણ તેના સ્થાપનાકાળથી શ્રી અને સરસ્વતીના ધામ તરીકે સુપ્રસિધ્ધ છે. વસંતવિલાસ મહાકાવ્યના કર્તા બાલચંદ્રસૂરિએ (૧૩મી સદી) પાટણ વિશે નોંધ્યું છે કે 'નદાયતે ન સદ શરિયા મિત્તાત્ર વાપરત્નોમવતી' અર્થાત્ અહીં વાસ કરવાના રસલોભથી લક્ષ્મી સરસ્વતી સાથે કલહ કરતી નથી. પાટણની સ્થાપના માટે વનરાજને પ્રેરણા આપનાર જૈનાચાર્ય શીલગુણસૂરિ થી ચાવડાસોલંકી અને વાઘેલા યુગની સમાપ્તિ (૧૩૦૪) સુધી અંદાજીત ૩૫૦ જૈન અને જૈનેતર સાહિત્યકારો થઇ ગયા. આ સમય દરમ્યાન ઘણા બ્રાહ્મણ વિદ્વાનો થઇ ગયા પરંતુ જૈન મુનિઓની તુલનામાં બ્રાહ્મણ વિદ્વાનોનું સાહિત્ય પ્રમાણમાં ઓછું પ્રાપ્ત થયું છે. સંભવ છે કે બ્રાહ્મણ વિદ્વાનોએ ઓછું લેખનકાર્ય કર્યું હશે અથવા ગ્રંથભંડારોની સ્થાપના, ગ્રંથલેખન અને સંરક્ષણની ભાવનાનો અભાવ જવાબદાર ગણાવી શકાય ! આ દષ્ટિએ જૈન પરંપરા પ્રશસ્ય રહી છે. જૈનાચાર્યોની પ્રેરણાને લીધે જૈન સમાજે ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિના સંવર્ધનનું ભગીરથ કાર્ય કર્યું છે. આ સમય દરમ્યાન ભારતીય સ્તરે શીર્ષસ્થ કહી શકાય તેવા જૈન જૈનેતર સારસ્વતોમાં કાલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, અમરચંદ્રસૂરિ, ઉદયપ્રભસૂરિ, હરિભદ્રસૂરિ, સોમેશ્વર, શ્રીપાલ, વાગભટ્ટ, બાલચંદ્રસૂરિ, રામચંદ્રસૂરિ, કેશવ વ્યાસ, રત્નપ્રભસૂરિ, વસ્તુપાલ, યશચંદ્ર વગેરે વિશેષ ઉલ્લેખનીય છે. ભાષા અને વિધ્યની દષ્ટિએ વિચારીએ તો આ સમયમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને દેશ્ય ભાષાઓમાં વ્યાકરણ, કોશ, અલંકારશાસ્ત્ર, તત્વજ્ઞાન, કાવ્ય, નાટક, કથાસાહિત્ય, નાટ્યશાસ્ત્ર અને વિશેષતઃ જૈન ધર્મ અને દર્શન વિષયક ઉત્તમોત્તમ ગ્રંથોનું સર્જન થયું છે. આ વિષયક લેખકો અને તેમના કૃતિત્વના મૂલ્યાંકન સંબંધી વિસ્તૃત માહિતી માટે આ લેખના લેખક દ્વારા સંપાદિત ગ્રંથ 'Contribution of Gujarat to Sanskrit Literature' (1998) જોવા વિનંતી છે. આ ઉપરાંત આ ગ્રંથના પૃ. ૪૬૯-૫૦૪ ઉપર દર્શાવેલ ગુજરાતમાં રચાયેલ સંસ્કૃત ગ્રંથોની યાદી જોવાથી માલુમ પડશે કે ચાવડા, સોલંકી અને વાઘેલા શાસન દરમ્યાન વૈવિધ્યસભર વિષયોમાં સંસ્કૃત, પ્રાકૃતમાં બહુમૂલ્યવાન ગ્રંથોની રચના થઇ છે. પરિણામ સ્વરૂપે પાટણનું નામ ભારતીય સ્તરે ગુંજતું થયું. આ સારસ્વતોના પ્રદાનથી પાટણ સુપ્રસિદ્ધ વિદ્યાધામ તરીકે પ્રસિદ્ધ થયું. ભારતના સુદૂર ભાગોમાંથી અનેક પંડિતોએ પાટણમાં રાજ્યાશ્રય મેળવી મહિમાસંપન્ન ગ્રંથો રચ્યા. પાટણમાં કેટકેટલું સાહિત્ય લખાયું છે તેની માહિતી પાટણ, ખંભાત લીંબડી, અમદાવાદ, જેસલમેર વગેરે સ્થળોના જૈન જ્ઞાનભંડારોમાં સચવાયેલ હસ્તપ્રતોની પુષ્પિકાઓ જોવાથી પણ મળી શકશે. સોલંકી શાસનના અંત પછી પણ જૈન સમાજે આ ક્ષેત્રે અગ્રેસર ભૂમિકા નિભાવી
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy