SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૨ રાજા પટેલોની પ્રમાણિકતા અને સરળતા જોઇ પ્રસન્ન થયો અને તેમને ‘“બુચ’’ એવું બિરૂદ આપ્યું ‘બુચ’ એટલે ભોળા એમ અર્થ ગણાય. (૩) ઠંડીમાં રક્ષણ કરતો ઉસ : આ કથા સરસ્વતી પુરાણમાં તેમજ દ્દયાશ્રય કાવ્યમાં વિવિધ રીતે આલેખાયેલી છે. એક વખત સિદ્ધરાજ રાત્રે નગરચર્ચા જોવા નીકળ્યો હતો. ફરતાં ફરતાં તે સરસ્વતી નદીના તટ ઉપર ગયો. ત્યાં એકાએક તેના કાને શબ્દો પડચા કે, ‘“જો તમે કૂવામાં પડશો તો હું પણ આપની પાછળ પડીશ.’' આ શબ્દો સાંભળતા જ સિદ્ધરાજે ગર્જના કરી કે, “ખબરદાર ! કોઇ કૂવામાં પડશો નહિ.’’ રાજાએ નજીક જઇ પૂછયું, “કોણ છો તમો ? તમારે દુઃખ હોય તે હું દૂર કરીશ.'' ત્યારે નાગપુત્રે જણાવ્યું કે, મારું નામ ‘કનકચૂડ’ છે. વાસુકીનાગના મિત્ર રત્નચૂડનો હું પુત્ર છું મારે ‘દમન’ નામના નાગની પૂજા કરવા કાશ્મીર જવું છે, પણ કાશ્મીરમાં ઠંડી બહુજ પડે છે. આ કુવામાં એવો ઉસ છે કે જે શરીરે ચોપડવાથી સહેજ પણ ઠંડી અસર કરતી નથી. વળી દમન નાગે પણ આ ઉસની માંગણી કરી છે. જો હું દમનને આ વિશિષ્ટ ગુણ ધરાવતો ઉસ લાવી આપું તો અગાઉ એક વખત દમન સાથે શરતમાં હારવાથી મારી પત્ની ખોઇ બેઠો છું. તેમાંથી મને મુક્ત કરે તેમ છે. માટે આ કૂવામાંથી ઉગ્ન લેવા આવ્યો છું, પણ આ કૂવામાં તો સાપ જેવી અણીદાર મુખવાલી ભયંકર ઝેરી માખીઓ છે. જેથી ઉગ્ન લેવા કુવામાં જવાથી માખીઓના દંશથી મૃત્યુને શરણે થવું પડે તેમ છે. આ મારી પ્રાણપ્રિયા પત્ની મને કૂવામાં પડતાં રોકે છે. સિદ્ધરાજે તેનો સધળો વૃત્તાંત સંભળાવ્યો, સિદ્ધરાજે તુર્ત જ બાબરાભૂત પાસે કુવામાંથી ઉસ મંગાવી આપ્યો અને નિર્ભય રીતે તેને પાતાળમાં પહોંચાડવા બાબરાભૂતને મોકલ્યો. વાચક વર્ગ આ વાર્તામાંથી જે અર્થ તારવવો હોય તે તારવી શકે છે પ્રશ્ન એ થાય છે કે, પ્રાચીન પાટણમાં આવો કુવો ક્યાં હશે ? જેમાંથી ‘‘ઠંડી પ્રુફ’’ બનાવે એવો ઉસ મળી શકતો હતો ? આ ત્રણે લોકકથાઓ ઉપરથી એમ ફલિત થાય છે કે, સિદ્ધરાજ જયસિંહ એક મહાન પ્રતાપી સમ્રાટ હતો. સિદ્ધરાજ ત્રણ વર્ષનો થયો ત્યારે તેના પિતા કર્ણદેવે તેનો રાજ્યાભિષેક તા. ૭ જાન્યુઆરી સને ૧૦૯૪ ના રોજ કર્યો હતો. સિદ્ધરાજનું મૃત્યું ઇ.સ. ૧૧૪૨ ના ઓક્ટોબર માસમાં થયું હતું. ઉત્તરાયણના દિવસે નહિ જ. અણહિલપુરનો ઘેરાવો બાર કોષમાં હતો, તેમાં ચોર્યાસી (ચૌટા) ચોક અને બાવન બજાર હતા. દરરોજની એક લાખ ટકાની કરની આવક હતી. પાટણની વસ્તી ઘણી વધારે હતી તેથી તે ‘નરસમુદ્ર’ કહેવાતું.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy