SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૩૬ વિશ્વમાનવભૂતિનાથમન” અથતું આશ્ચર્યોનું મંદિર અને પૃથ્વીવારાંગનાઓના તિલક સમું ગણાવ્યું છે. હેમચન્દ્રાચાર્યે સોમનાથનું મંદિર અને પાટણનું કુમારવિહાર પૂર્ણ થતાં તેની ભવ્યતાથી અંજાઈને લોકો તેના વિશે જ ચર્ચા કરતા તેને યાત્રા નીચે મુજબ શબ્દબધ્ધ કરેલ છે. સોમેટપુર.. ...પન્યવાર્તા છે (20 / 100 ) (સોમનાથનું કેદારેશ્વર અને પાટણનું કુમારવિહાર પૂરાં થયા પછી પાન્થોમાં એવી વાતો થઈ કે ‘ભલા ભાઇ, સોમનાથ જઇ આવ્યા છે ? સાધુ પુરુષ ગુર્જરપુર ગયા હતા કે ? તેમાં કુમારવિહાર જોયું કે ?). પાટણના શાસક રાજવંશો, અમાત્યો અને પુરોહિતો પાટણના શાસક રાજવંશો પૈકી સોલંકીવંશના સ્થાપક મૂળરાજદેવથી કુમારપાળ સુધીના રાજાઓ સંબંધી કથાશ્રયકાર સૌ પ્રથમ અધિકૃત અને વિસ્તૃત માહિતી પૂરી પાડે છે. તેમણે દર્શાવેલ સોલંકીવંશના રાજાઓનો વંશાનુક્રમ ઐતિહાસિક સાધનો દ્વારા પ્રમાણિત છે. હેમચંદ્રાચાર્યની સૌથી મોટી મર્યાદા એ છે કે તેમણે કોઈ રાજાનો કાર્યકાળ અથવા કોઇ ઘટનાનો સમય દર્શાવ્યો નથી, તેમજ રાજ્યની સીમા દર્શાવી નથી. આ ઉપરાંત રાજમહેલો, દેવાલયો, ગ્રંથાગારો વગેરે સંબંધી ઉલ્લેખ ટાળ્યો છે. મેરૂતુંગે પ્રબંધચિંતામણીમાં પાટણની સ્થાપના વિ.સં. ૮૦૨ જણાવી વિ.સં. ૧૨૭૭ સુધીના અને વિચારશ્રેણીમાં ત્યારબાદના પાટણના રાજાઓનો કાર્યકાળ દર્શાવ્યો છે, જો કે આ કાર્યક્રમ ઐતિહાસિક સાધનોની એરણ ઉપર ચકાસણી કર્યા બાદ જ સ્વીકૃત થઇ શકશે. વધુમાં અહીં વર્ણવાયેલ ઘટનાઓમાં ઇતિહાસની તુલનાએ લોકરંજન અને અનુશ્રુતિનું બાહુલ્ય જોવા મળે છે. કેટલીક સામ્પ્રદાયિક મર્યાદાઓ હોવા છતાં મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસ માટે આ એક મહત્વપૂર્ણ સાધન માનવામાં આવે છે. ર્તિકૌમુદી'માં મૂળરાજદેવથી વરધવલ સુધીના રાજાઓ, વસ્તુપાલવંશ અને વસ્તુપાલનાં કાર્યોનું વિગતે વર્ણન કરવામાં આવ્યું છે. અરિસિંહ કૃત 'કૃતસંકીર્તનમાં ચાવડા અને સોલંકીવઃશના વીરધવલ સુધીના રાજાઓ સંબંધી પ્રશસ્તિપરક માહિતી તથા વસ્તુપાલનાં સુકૃત્યો વર્ણવામાં આવ્યાં છે. સોમેશ્વરે “કુથોત્સવ’ ના ૧૫મા સર્ગમાં પોતાના વંશનો-ગુલેચા કુલનો - વિસ્તૃત પરિચય કરાવ્યો છે. આ કુળનો આદિ પુરુષ સોમશર્મા મૂળરાજ સોલંકીનો પુરોહિત હતો. આ વંશે સતત ત્રણ શતકો સુધી સોલંકીવંશનું રાજપુરોહિત પદ સંભાળ્યું હતું. આ બધી કૃતિઓ ઉપરાંત અને ઉદયપ્રભસૂરિ કૃત सुकृतकीर्तिकल्लौलिनी, कुमारपालभूपालचरित, वस्तुपालचरित १३ तिमी तिखासि दृष्टि મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે. અત્રે નોંધવું ઘટે કે અણહિલવાડ પાટણના સ્થાપક રાજા વનરાજ ચાવડા કે પાટણમાં ચાવડાવંશના પ્રાયઃ ૧૯૬ વંશના શાસન દરમ્યાનના કોઇ દાનપત્રો કે અભિલેખો આજ સુધી મળી શક્યા નથી. આ ઉપરાંત ચાવડાવંશ દરમ્યાન રચાયેલ સાહિત્યમાં પણ આ વંશ સંબંધી કોઇ ઉલ્લેખ જોવા મળતો નથી. પાટણની સાહિત્યસાધના અને વિધાપ્રીતિ આજે કોઇ વ્યકિત મધ્યકાલીન સમયમાં રચાયેલ સંસ્કૃત કૃતિઓ કે મુનશી કે ધૂમકેતુની
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy