SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૩૭ પાટણ વિષયક નવલકથાઓ કે પ્રબંધોમાં વર્ણિત ગૌરવગાથાઓ વાંચીને પાટણ દેશને આવે તો કદાચ તેના મોંમાંથી નરસિંહરાવના શબ્દો 'પાટણપુરી પુરાણ! હાલ તુજ હાલ જ આવા! સરી પડે! આજે પાટણનાં ભવ્ય ધવલગૃહો, દેવાલયો કે સહસ્ત્રલિંગ સરોવર અને તટે સ્થિત ધર્મસ્થાનો, સત્રશાળાઓ, વિઘામઠો વગેરે પૈકી કશું જ બચવા પામ્યું નથી. જો આજે કંઇ બચવા પામ્યું હોય તો તેનું કાળી સાહિત્યસર્જન. પાટણ અને સોલંકીવંશનું ગુજરાત અને દેશનું સૌથી મોટું પ્રદાન તે તેનું વિપુલ અને સમૃધ્ધ સાહિત્ય સર્જન આ યુગમાં રચાયેલ સંસ્કૃત વાડમય ભારતીય સ્તરે નોંધપાત્ર સ્થાનનું અધિકારી ગણાયું છે, જે ગુજરાત માટે ગૌરવપ્રદ ઘટના છે. આ સમય દરમ્યાન સાહિત્યના વિવિધ સ્વરૂપો, જેમ કે કાવ્યશાસ્ત્ર, નાટયશાસ્ત્ર, વ્યાકરણ, કોશ, દર્શન, શિલ્પ અને કલા વગેરે વિષયોમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં ઉત્તમોત્તમ કૃતિઓ રચાઈ, જેની અંદાજિત સંખ્યા ૧૫0 જેટલી છે. ઉદાહરણ તરીકે આ યુગમાં પાટણમાં રચાયેલ કેટલીક મહત્વપૂર્ણ કૃતિઓ પૈકી આ લેખમાં આગળ ઉપર ઉલ્લેખેલ ઐતિહાસિક દષ્ટિએ નોંધપાત્ર રચનાઓ ઉપરાંત હેમચંદ્રાચાર્ય કત સિધ્ધહેમશબ્દાનુશાસન काव्यानुशासन, अभिधानचिंतामणी, अनेकार्थ संग्रह, निघंटुकोश, देशीनाममाला, प्रमाणमीमांसा, ત્રિષષ્ટિશત્નવાપુરુષત્રિ, પોષાશાસ્ત્ર, વગેરે પ્રબંધશતકÁ રામચંદ્રસૂચિ કૃત નાટ્ય તથા નર્નાવિના, વૌમુતમિત્રાનંદ, રાજવાડુ વગેરે ૧૧ નાટકો, અભયદેવસૂરિની ૯ આગમો ઉપરની ટીકાઓ, દેવચંદ્રકૃત ચંદ્રનૈવાવિનપ્રવર , સોમેશ્વર કૃત યુથોત્સવ, મહાકાવ્ય અને ઉત્તરાયવ નાટક, વસ્તુપાલ કૃત નરનારાયણનંદ મહાકાવ્ય, અમરચન્દ્રસૂરિ કૃત પમાનંદ્ર મહાકાવ્ય, જયસિંહસૂરિ કૃત દીરમમત નાટક વગેરે નોંધપાત્ર છે. આ ઉપરાંત સોલંકીવંશનું ગુજરાતના સંસ્કાર ઘડતર ક્ષેત્રે મોટું પ્રદાન રહ્યું છે, જેનું શ્રેય ગુજરાતની અસ્મિતાના કર્ણધાર' કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યના શિર જાય છે. પોતે જૈનધર્માવલમ્બી હોવા છતાં ધર્મસહિષ્ણુ અને સમદર્શ આચાર્ય બની રહ્યા હતા. આવું હતું આ પાટણ! સમગ્ર પશ્ચિમ ભારતના રાજકીય આર્થિક અને સંસ્કૃતિ ક્ષેત્રે લાંબા સમય સુધી યશપતાકા ફરકતું રહેલ આ નગર આજે પાટણ જિલ્લાના મુખ્ય મથક તરીકે તેમજ ગુજરાતના એક છેવાડાના નગર તરીકે હીબકાં લેતું વિકાસની કેડીએ અગ્રેસર થઇ રહ્યું છે. સંદર્ભો ૧. પ્રજાપતિ, મણિભાઈ ‘શ્રીમહાન્ન : એક અવલોકન શ્રી હેમચન્દ્રાચાર્ય : જીવન અને કવન. સંપા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય, પાટણ : જયેન્દ્ર બ્રહ્મક્ષત્રિય, ૨૦૦૩, ૩૩૯ ૨. પરીખ, રમેશકાન્ત, ગો. ‘ગાયકવાડનું રાજ્ય' ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ-૭, સંપા. રસિકલાલ છોટાલાલ પરીખ અને હરિપ્રસાદ ગં. શાસ્ત્રી અમદાવાદ : ભો.જે. અધ્યયન સંશોધન વિધાભવન, ૧૯૮૧, ૫૯ 3. Ali Muhmad Khan, Mirat-I-Ahmadi, Tr.into English by M.F.Lokhandwala. Baroda : Oriental Institute, 1965, 29
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy