SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા યુદ્ધવિદ્યાને જાણનારા તથા ભણનારા, ધર્મવિધા કહેતાં સ્મૃતિને જાણનારા તથા ભણનારા તેમજ ચાર્વાકશાસ્ત્રને જાણનારા લોકાયિતકોનું ખંડન કરનારા તથા યજ્ઞના પ્રતિપાદક શાસ્ત્રને જાણનારા તથા ભણનારા અથવા યાજ્ઞિકોના આમ્નાયને જાણનારા તથા ભણનારા વિદ્વાનોને પ્રીતિયુક્ત કરવા. તેણે મઠો કરાવ્યા બ્રાહ્મણ જેવા ગ્રંથ વિષયોમાં નિપુણ, શતપથ બ્રાહ્મણ જાણનારા, ષષ્ઠીપથાધ્યાય જાણનારા અને ઉત્તરપદ પૂર્વપદના વિવેકપૂર્વક લક્ષણોથી નિપુણ બ્રાહ્મણોએ જ્યાં જ્યાં અધ્યયનની ધૂન ચલાવી છે, એવા મહાન કીર્તિસ્તંભ જેવા શત્રુ ભૂમિરૂપી વાક્યમાં પદીકની પેઠે પદધારી દેવઘરો કરાવ્યાં હતાં. આ ઉપરાંત રા.ચુ.મોદી દ્વારા નોંધાયેલ સહસ્રલિંગપ્રશસ્તિનો એક અંશ પાટણના વીજળકુવા વિસ્તારમાં સ્થિત શિવમંદિરની દિવાલમાં જડવામાં આવેલ છે, તેની પ્રથમ પંક્તિમાં સહસ્રલિંગ તટે શિક્ષાગૃહો વિશે ગર્ભિત સૂચન કરવામાં આવ્યું છે, જેનો ઉપલબ્ધ પાઠ નીચે મુજબ છે....ધર્મપાનપવોપાય્યાવશિક્ષવૃંદું શાશ્વતપૌસમૃધ્ધિવર્ધનમાક્ષેત્રે યવુર્તીતને.... અર્થાત્ પૃથ્વી ઉપર ધર્મપાલન માટે ઉપાધ્યાયોનું શિક્ષાગૃહ અને નગરની સતત સમૃધ્ધિ વધારનારા ક્ષેત્ર. પાર્શ્વનાથ જિનાલય અને કુમારવિહાર ૩૩૫ વનરાજે તેના ગુરુ આચાર્ય શીલગુણસૂરિના આશીર્વાદથી પાટણની સ્થાપના કર્યા બાદ ગુરુ પ્રત્યેની ભક્તિભાવનાથી પ્રેરાઇને પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ જિનાલયની સ્થાપના કરી હતી. આ જિનાલયનું નામ પંચાસરા પાર્શ્વનાથ રાખવા પાછળ બે કારણો હોઇ શકે. પ્રથમ કારણ એ કે તેના પિતાનું રાજ્ય પંચાસરામાં હતું, જેની સ્મૃતિ જાળવી રાખવા આ નામ રાખ્યું હોય અથવા બીજું કારણ એ કે પંચાસરાનો નાશ થતાં ત્યાં સ્થિત પાર્શ્વનાથ જિનાલયની મૂળ પ્રતિમા પાટણમાં લાવીને પાટણના જિનાલયમાં સ્થાપી હોય. પાટણની સ્થાપના વિ.સં. ૮૦૨માં થયા બાદ તૂર્ત જ આ મંદિર બંધાયું હશે. હાલમાં અસ્તિત્વ ધરાવતા મંદિરનો ઇ.સ. ૧૯૩૯માં જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. આ પૂર્વ તેનું સ્થાપત્ય ૧૬માં સૈકાનું હતું. તેવો ડૉ. સાંડેસરા મત ધરાવે છે. વળી, જૂના પાટણમાંથી નવા પાટણમાં આ પ્રતિમાઓ ક્યારે લાવવામાં આવેલ હશે તે વિશે પણ કોઇ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. ડૉ. સાંડેસરાએ હરિભદ્રસૂરિ કૃત ચન્દ્રપ્રમચરિત (સં.૧૨૧૬ આસપાસ), અરિસિંહ કૃત મૃતસંઝીર્તન (સં. ૧૨૭૮ અને ૧૨૮૭ વચ્ચે), ઉદયપ્રભસૂરિ કૃત સુતીર્તિવત્તૌલિની (સં. ૧૨૭૭) તથા ધ મ્યુવય (સં. ૧૨૯૦ પહેલાં), શ્રી પંચાસરા પાર્શ્વનાથ મંદિરમાંનો સં. ૧૩૦૧નો શિલાલેખ, અજ્ઞાતકર્તૃક સઁયુપ્રબંધસંગ્રહ (સં. ૧૪૬૫ પહેલાં) વગેરે ગ્રંથોમાં પંચાસરા જિનાલય સંબંધી ઉલ્લેખો શોધીને તેની પ્રાચીનતા સિધ્ધ કરી છે. ૧૯ કુમારપાળ દ્વારા બાંધવામાં આવેલ કુમારવિહારનું પ્રાસાદિક શૈલીમાં મનોરમ વર્ણન રામચન્દ્રસૂરિ કૃત મારવિહારશત કાવ્યમાં ઉપલબ્ધ છે. ૧૧૬ શ્લોકના આ કાવ્યમાં શિલ્પ અને સ્થાપત્ય, ચિત્રકલા, સંગીત, નાટ્ય અને નૃત્યકલા વગેરેની દૃષ્ટિએ અદ્ભુતચિત્રણ કરવામાં આવ્યું છે. કવિ રામચન્દ્રસૂરિએ આ વિહારને आश्चर्य मन्दिरमुदारगुणाभिरामम् ।
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy