SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા મિન. .સંયુતા ॥ (૧૬.૧૫૮-૧૬૦) (અર્થાત્, તે પીઠમાં જ્યારે દેવીઓનાં આવાહન સમયે, વિંધ્યવાસિની દેવી વિંધ્યાચલ પર્વતમાંથી આવ્યાં ત્યારે હે બ્રહમન્ ! જેના સેવનથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે, તે દેવીએ સ્વર્ગમાર્ગને બતાવવા આ સરોવરની મધ્યમાં જલ દક્ષિણે નિવાસ કર્યો. તે મનોરમ્ સ્થાનને વિંધ્યશૃંગ (વિંધ્યપર્વત) થી પણ અધિક માની, શ્વેત પીઠ સહ ત્યાં ભગવતી વિંધ્યવાસિની બિરાજમાન થયાં.) ૩૩૪ ‘સરસ્વતીપુરાળ’ ની રચના સિધ્ધરાજના સમય દરમ્યાન જ થયેલી હોવાથી તેમજ સરોવરના તટપ્રદેશ ધર્મસ્થાન તરીકે વિકસાવેલ હોવાથી પુરાણકારનો મત વધુ વિશ્વસનીય ગણાવી શકાય. બર્જેસે આ સ્થળે શિવમંદિર હતું તેમ જણાવ્યું છે. વાસ્તવિકતા ગમે તે હોય પરંતુ આજે પ્રબળ આસ્થા સાથે અતૂટ વિશ્વાસથી સ્થાનને માયા ટેકરી તરીકે ઓળખાવીને લોકફાળો અને સંસદસભ્યશ્રીઓની ગ્રાંટમાંથી વિશાળ ભવનોનું બાંધકામ કરવામાં આવેલ છે. ૧૮ વિદ્યામઠો સહસ્રલિંગ સરોવરના તટપ્રદેશને ખરા અર્થમાં ધર્મસ્થાન અને વિદ્યાનું સ્થાન બનાવવાના હેતુસર ૧૦૦૦ શિવાલયો, દેવદેવીઓનાં મંદિરો ઉપરાંત વિદ્યામંદિરો પણ બંધાવ્યાં હતાં, જેની નોંધ સરસ્વતી પુરાણકારે નીચે મુજબ કરી છે. न सिध्धसमो.. (16/123) ..દ્રશ્યતે ॥ . तपस्विनाम् तत्रागाराणि. (16/124) (સિધ્ધરાજ સમાજ રાજા, સિધ્ધસર સમાન સરોવર, અને સહસ્રલિંગ જેવું મહાતીર્થ બીજા કોઇ ઠેકાણે જોવામાં આવતું નથી. ત્યાં અગાડી સરોવરના કિનારા ઉપર બ્રાહ્મણો, તપસ્વીઓ, અને સંન્યાસીઓ માટે સિધ્ધરાજે આગારો (ધર્મશાળાઓ-વિદ્યામંદિરો, મઠો વગેરે બંધાવ્યાં હતાં) દયાશ્રવકારે પણ વિદ્યામઠો વિશે વધુ સ્પષ્ટતાથી અને વિસ્તારથી વર્ણન કર્યું છે, જે નીચે મુજબ છે. (16/121) ક્ષાત્રવિયાં.. વિષનવાયેમ્યઃ.. .ન્યાયત | (16/122) 68 વૃત્તિ અને સૂત્રને જાણનારા અથવા ભણનારા, કલ્પસૂત્રોને જાણનારા અથવા ભણનારા, તે ‘ પ્રમાણે આગમવિધા તથા સંસર્ગવિધા અર્થાત્ ઔષધિઓના સંપર્કથી સુવર્ણસિધ્ધિ આદિ વિદ્યાઓને જાણનારા અથવા ભણનારા તથા ત્રણ જેનાં અવયવો છે એવી ત્રિવિધા એટલે વાર્તા (કૃષિ અને વાણિજ્ય), ત્રયી (ત્રણ વેદો) અને દણ્ડનીતિ, અથવા ત્રિવિધા કહેતા તર્ક, લક્ષણ (વ્યાકરણ) અને સાહિત્યને જાણનારા અને ભણનારા, તેમજ અંગવિધા કહેતાં શિક્ષાદિ છ અંગોને જાણનારા તથા ભણનારા, અથવા અંગવિદ્યા કહેતાં શરીરની વિદ્યા જાણનારા તથા ભણનારા, ક્ષાત્રવિદ્યા કહેતાં માન્॥
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy