SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૨૬ ૬૦ - સંસ્કૃત સાહિત્યમાં અભિવ્યક્ત પ્રાચીન – મધ્યકાલીન ગુજરાતની રાજધાની અણહિલવાડ પાટણ (ઇ.સ. ૭૪૬-૧૪૧૧) મણિભાઇપ્રજાપતિ યુનિવર્સિટી લાયબ્રેરીયન અને અધ્યક્ષ, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. ગુજરાતના ઇતિહાસમાં સોલંકીકાળ (વિ.સં. ૯૯૮-૧૩૬૦) સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. આ યુગમાં પણ મહારાજા સિધ્ધરાજ અને કુમારપાળ (વિ.સં. ૧૧૫૦-૧૨૨૯) ના સમય દરમ્યાન ગુજરાતે રાજકીય, આર્થિક, શિલ્પ - સ્થાપત્ય, સાહિત્ય વગેરે ક્ષેત્રે ચરમોત્કર્ષ પ્રગતિ સાધી હતી. કવિ બાલચંદ્રે ‘વસંતવિજ્ઞાસ’માં નોધ્યું છે કે ‘નહાવતે ન સહ શારવા મત્તાત્ર વાતરમનોમવતી’(૨.૧) અર્થાત્ અહીં નિવાસ કરવાના રસલોભથી કમલા સરસ્વતી સાથે કલહ કરતી નથી. સમગ્ર સોલંકીકાળ દરમ્યાન ઉત્તમોત્તમ ધવલગૃહો, મંદિરો, શિવાલયો, જિનાલયો, તળાવો, વિધામઠો વગેરેનું શિલ્પ-સ્થાપત્યની દૃષ્ટિએ બેનમૂન બાંધકામ થયું હતું, જેનું વર્ણન સોલંકીકાલીન અને પરવર્તીકાલીન સાહિત્યિક તેમજ ધાર્મિક કૃતિઓમાં જોવા મળે છે. એક સર્વેક્ષણ અનુસાર આ યુગમાં આશરે ૨૫૦-૩૦૦ જેટલા સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશના સાહિત્યકારો થઇ ગયા કે જેમણે પોતાના બહુશ્રુત કર્તૃત્વ દ્વારા ભારતીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે. પરંતુ, આ કાળમાં રચાયેલું સમગ્ર સાહિત્ય ધાર્મિક, દાર્શનિક અને સાહિત્યિક છે. જેને આપણે આજે રૂઢ અર્થમાં ઇતિહાસ કહીએ છીએ તેવા ગ્રંથો રચાયા ન હતા. ભારતીયો માથે એક આળ છે કે ભારતીયોમાં ઐતિહાસિક દષ્ટિનો અભાવ છે, તે આટલી વિપુલ સાહિત્ય- રાશિ વચ્ચે પણ ઘણું કરીને યથાવત રહે છે. જો કે કાશ્મિરી કવિ અને ઇતિહાસવિદ્ કલ્હણ કૃત ‘રાખતમિળી’ જેવો વિશુધ્ધ ઇતિહાસ ગ્રંથ નહીં, પરંતુ ચાલુક્યવંશ કીર્તનના હેતુસર હેમચંદ્રાચાર્યે ચાલુક્યવંશને ઇતિવૃત્ત બનાવીને ધ્રુવ મહાકાવ્યના માધ્યમથી સંસ્કૃત અને પ્રાકૃતમાં સોલંકીવંશ સંબંધી વિશ્વસનીય માહિતી ઉપલબ્ધ કરાવી આપી છે. જો કે અત્રે નોંધવું જોઇએ કે સોલંકી વંશનો સ્થાપક મૂળરાજદેવ કયા વંશનો હતો કે તેના પિતા કયા પ્રદેશના શાસક હતા તે વિશે કોઇ જ ઉલ્લેખ નથી. આચાર્યશ્રીએ મૂળરાજ માટે માત્ર રાજિનો પૂત જ્ઞાનિનન્ચેન (૪/૬). અને úિામતનન્તેતિ (૧/૧૧૮) માત્ર ઉલ્લેખ કર્યો છે. સ્વયં મૂળરાજ વિ.સં. ૧૦૪૩ના તામ્રપત્રમાં
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy