SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૬૩ (૨) મૂળરાજે મામાને મારી અષ્ણહિલપુરની ગાદી દર્જ કરી સોલંકી વંશના સ્થાપક યાને સોલંકીવંશના પ્રથમ રાજા મૂળરાજની આ કથા પ્રાચીન ગ્રંથોમાં નોંધાયેલી છે. ભૂયરાજના વંશ જ મુંજાલ દેવના પુત્રો રાજ, બીજ અને દંડક સોમનાથની યાત્રાએથી પાછા ફરતાં વળતાં અણહિલપુર પાટણમાં આવ્યા. ત્યાં અંધ બીજની ઘોડેસવારીની કળા અને અશ્વવિધાની જાણકારીથી પ્રસન્ન થઇ પાટણના રાજા સામંતસિંહ (ચાવડા વંશનો છેલ્લો રાજા) પોતાની બહેન લીલાવતીને બીજના કહેવાથી તેના બીજા ભાઈ “રાજ' સાથે પરણાવી. લીલાવતી અને રાજના દામ્પત્ય જીવનથી લીલાવતી ગર્ભવતી થઇ. સમય થયો હોવા છતાં લીલાવતીને પ્રસવ થતો નથી. તેથી પ્રધાને વિચાર્યું કે આમ તો માતા અને બાળક બન્નેનાં મરણ થશે. આમ વિચારી માતા લીલાવતીનું પેટ ચીરી (આજનું સીઝેરીયન ઓપરેશન) પુત્ર જન્મ કરાવ્યો. લીલાવતી મૃત્યુ પામી પણ પુત્ર બચી ગયો. પુત્રનો જન્મ ‘મૂળ નક્ષત્રમાં થયો હોઇ તેનું નામ મૂળરાજ રાખવામાં આવ્યું. મામા સામંતસિંહની છત્રછાયામાં મૂળરાજનો ઉછેર થવા માંડયો. પુત્રના લક્ષણ પારણામાં જ દેખાય એ ન્યાયે મૂળરાજ નાનપણથી જ નાનાં મોટાં પરાક્રમો કરવા લાગ્યો. પુખ્તવયનો થતાં તો તેણે મામાને ઘણી મદદ કરી રાજ્ય કારોબારમાં પણ રસ લેવા માંડ્યો. ચાવડાવંશનો આ છેલ્લો રાજા સામંતસિંહ ખૂબજ નબળો રાજા હતો. તે નશામાં ચકચૂર રહેતો. પ્રકૃતિનો પણ ઘણો વહેમી હતો. નશામાં ચકચૂર મામો ઘણીવાર ભાણેજ મૂળરાજને ગાદીએ બેસાડે અને નશો ઉતરતાં તેને ઉઠાવી મૂકે. આમ મૂળરાજને અવારનવાર અપમાનિત કરતો. Lપ્રબંધકાર નોંધે છે કે, મૂળરાજનું અપમાન કરવા મામા સામંતસિંહે નવો નુસખો શોધી કાઢયો. સામંતસિંહ આકાશમાં ઉંચે એક લીંબુ ઉછાળી મૂળરાજને રાજા બનાવવા ગાદી પર બેસાડે અને લીંબુ નીચે જમીન પર પાછું આવતાં મામો મુળરાજનો હાથ પકડી ગાદી પરથી ઉઠાડી મૂકે. મામાના આવા અઘટિત વર્તનથી પોતાના વારંવાર થતા અપમાનથી સ્વમાની મૂળરાજ ત્રાસી ગયો. ફરી એનું અપમાન થાય જ નહી એવી એક યોજના તેણે મનમાં વિચારી. મૂળરાજે એકવાર પોતાના વિશ્વાસુ સૈનિકો તૈયાર રાખ્યા. મામાએ લીંબુ ઉછાળી મૂળરાજને રાજગાદી પર બેસાડ્યો. થોડીવાર પછી આકાશમાં લીંબુને પોતાના ભાલાની ધારદાર આણી પર ઝીલી લીધું અને જમીન પર પડવા ન દીધું. સિંહની માફમ છલાંગ મારી મૂળરાજે એજ પાણીદાર ભાલાથી મામા સામંતસિંહને રહેંસી નાખી તેને સ્વધામ પહોંચાડ્યો. તેના વિશ્વાસુ સૈનિકો રક્ષણ માટે દોડી આવ્યા. આમ બહાદુર મૂળરાજે નબળા સામંતસિંહને પોતાના માર્ગનો કંટક સમજી કાયમ માટે દૂર કર્યો. આમ ૨૧ વર્ષની ભયુવાન વયે વિ.સં. ૯૯૩ના અસાઢ સુદ ૧૫ સુદના રોજ મૂળરાજે મામા સામંતસિંહને મારી સાચા ગાદીપતિ બન્યો. મૂળરાજે અણહિલપુરની ગાદી કબજે કરી સોલંકી વંશની
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy