SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૬૪ સ્થાપના કરી. સં. ૧૯૫૩માં સ્વેચ્છાએ ગાદી પોતાના પુત્ર ચામુંડરાજને સોંપી, સિધ્ધપુર જઈ પ્રભુસ્મરણમાં શેષજીવન ગાળ્યું. ધન્ય છે આમ ગાદી મેળવનાર અને ત્યાગ કરનાર રાજવીને! મૂળરાજે સ્વપરાક્રમથી સોલંકીવંશની સ્થાપના કરી, તે વંશનો પ્રથમ રાજા બન્યો. આ વંશમાં ભીમદેવ, સિધ્ધરાજ, કુમારપાળ જેવા પ્રતાપી રાજાઓ થઇ ગયા. ઇતિહાસમાં સોલંકીવંશને સુવર્ણ યુગ” કહેવામાં આવે છે. મૂળ નક્ષત્રમાં જન્મેલા, ઐતિહાસિક ઘટનાઓનું નિર્માણ કરનારા બને છે. ગુજરાતના ઇતિહાસમાં તે મૂળરાજ ૧ લા થી સુપ્રસિદ્ધ છે. પાટણમાં તેણે “મૂળરાજ વસહિકા’ ‘મુંજાલ દેવસ્વામિ’ પ્રાસાદ બનાવ્યા હતા. તેણે વિખ્યાત મૂળેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. આવા પ્રતાપી મૂળરાજે રાજગાદી કબજે કરી જાણી, એમ પાકટ વય થતાં તેજ રાજગાદીને તુચ્છ ગણી તેનો ત્યાગ પણ કરી જાણ્યો. આ ઘટના જ પાટણની ધરતીને ધન્ય બનાવે છે.! ' * (૩) શિલ્પીઓને આરસની રજના ભારોભાર સુવર્ણ અપાતું અણહિલપુર પાટણની રાજગાદી પર સોલંકી વંશનો પ્રતાપી રાજા ભીમદેવ પહેલો યાને બાણાવળી ભીમ વિરાજમાન હતો. મહારાજ ભીમદેવે વિમળશાહની શક્તિ અને બુધ્ધિ જોઈ તેને આબુના દંડનાયક નીમેલો. વિમલ મંત્રી મહાન ધાર્મિક પુરુષ હતો. દેવ, ગુરુ અને ધર્મની સતત આરાધના કરતો હતો. આ વિમળ મંત્રીએ આબુપર્વત પર દેલવાડામાં ભગવાન આદિનાથજીનું આરસનું દેરાસર વિક્રમ સંવત ૧૦૮૮ (ઈ.સ. ૧૦૩૨) માં બંધાવેલું. આ ચૈત્ય “વિમલ-વસહિ” ના નામથી વિખ્યાત છે. આબુપર્વત પર દેલવાડાનાં જૈન દેરાસરો જે સંગેમરમરમાંથી બનાવેલાં છે. તે દુનિયાભરમાં શિલ્પકલાનો એક અદ્વિતીય નમૂનો છે. અને ગ્રંથોમાં આની નોંધ વાંચવા મળે છે. પ્રબંધકારોની ઐતિહાસિક નોંધ જણાવે છે, પાટણના મહામાત્ય વિમળ શાહે આ જૈન દેરાસર નિર્માણ કરવામાં ૧૫૦ શિલ્પકારો અને ૧૨૦૦ શ્રમિકો (મજૂરો) કામે લગાવ્યા હતા. તેના નિર્માણ કાર્યમાં ૧૪ વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો. આરસ પથ્થરમાં ઝીણામાં ઝીણું કોતરકામ થતું. ધન્ય છે શિલ્પકારોની અનુપમ દષ્ટિને અને એમની ધીરજને ! હજાર વર્ષ પહેલાં થયેલ આ કોતરકામ ગઈકાલે જ કર્યું હોય એટલું નવું અને આકર્ષક લાગે છે. આવું દર્શનીય ચૈત્ય ગુજરાતનું ગૌરવ ગણાતું. એક એવી અનુશ્રુતિ છે કે, શિલ્પીઓ આખો દિવસે જે ઝીણું ઝીણું આરસનું બારીક કોતરકામ કરતા હતા તેમાંથી આરસની જે ભૂકી-રજ પડતી તેના ભારોભાર સુવર્ણ શિલ્પકારોને મજૂરી
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy