SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૬૨ , છે. અમારા ગુજરાત જેવો સમૃદ્ધ અને સુંદર દેશ આખા જંબુદ્વિપમાં નથી.” કવિ તો ભાવાવેશમાં બોલતો જ ગયો કે, “અમારું પંચાસર નગર ઇન્દ્રપુરીને હરાવે તેવું છે. તેની આગળ તારા કનોજનો શો ભાર છે ? કનોજ દેશનું પાટનગર કલ્યાણીનગર હતું. કવિએ છોડેલાં આ શબ્દરૂપી વેધક બાણોથી સૂતેલો શત્રુ કલ્યાણીનો સિંહ ભૂવડ છંછેડાયો. અપમાનિત ભૂવડ સમસમી ગયો. ભૂવડે બારોટને વિદાય આપી, તરત જ ગુજરશ્વર જયશિખરીને યુધ્ધ માટે લલકાર્યો. કલ્યાણીના ભૂવડે વિશાળ લશ્કર સાથે પંચાસર પર ચડાઈ કરી. જયશિખરીના પડખે તેનો શૂરવીર સાળો સુરપાળ હતો. જોરદાર યુદ્ધ આપી ભૂવડને પાછો પાડ્યો. તેથી ભૂવડના સરસેનાપતિ મીરે યુકિત રચી, જયશિખરીના સાળા સૂરપાળને ગુજરાતની ગાદી આપવાની લાલચ આપી તેને ફોડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સુરપાળ ટકળ ન હતો. સુરપાળે મચક ન આપી. તે વધુ છંછેડાયો. ભૂવડ વધુ ઉગ્ર બની, વિશાળ લશ્કર એકઠું કરી, પોતે જાતે લશ્કરની આગેવાની લઇ પંચાસર પર વિજળીની માફક ત્રાટક્યો. શિર પડ્યું ને ધડ લડ્યું? પ્રાચીન સાહિત્યમાં આ યુધ્ધની કથા હૃદયંગમ ભાષામાં આલેખાઈ છે. “યુધ્ધસ્ય કથા રા”. એ સુત્ર મુજબ યુધ્ધની કથા સાંભળવી આનંદદાયક હોય છે.* ભૂવડ અને જયશિખરી વચ્ચે ખૂનખાર યુધ્ધ ખેલાયું. બાવન દિવસ યુધ્ધ ચાલ્યું, ભૂવડ અને જયશિખરી સામસામા આવી ગયા. બેઉ બળીયાઓ સિંહની માફક ત્રાડ નાખતા એકબીજા પર ઘા કરી રહ્યા છે. આખરે ભૂવડના હાથે ગુર્જરધર જયશિખરીનો શિરચ્છેદ થયો. લોકવાયકા એવી છે કે, રણમેદાનમાં જયશિખરીનું શિરપડયું છતાં હાથમાં વિજળી સમી તલવાર રહી ગઇ. માથા વગરના જયશિખરીના ધડે અનેક સૈનિકોને જનોઈવઢ કાપી નાખ્યા હતા. આ વાત ભલે ન માનીએ, પરંતુ જયશિખરી એક બાહોશ નરબંકો હતો. પ્રબંધકાર નોંધે છે કે જયશિખરીની પત્નિ રૂપસુંદરી સગર્ભા હતી. સુરપાળે પોતાની બહેન રૂપસુંદરીને સલામત સ્થળે પહોંચાડી. જયશિખરી સંવત ૭૫૨માં મરાયો. કવિ શંકર બારોટની એક ભૂલથી ગર્જર ભૂમિ ઉજજડ બની. રૂપસુંદરીએ વનમાંજ બાળકને જન્મ આપ્યો જે ઇતિહાસમાં વીર વનરાજ કહેવાયો. અણહિલપુર પાટણના સ્થાપક વીર વનરાજ ચાવડાએ ગર્ભાવસ્થામાં જ યુધ્ધ જોયું. આ સંસ્કારોએ જ એને રાજા બનાવ્યો. ચાવડા વંશનો પ્રથમ રાજવી જંગલમાં જનમ્યો અને જંગલમાં જ ઉછર્યો, જેણે પાછળથી વિશાળ સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. *
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy