SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ યુગે યુગે પાટણની પ્રભુતા હઝરત બુરહાનુદ્દીન કુબે આલમ અબુમહંમદ અબ્દુલ્લા બુખારી મુરીદ હઝરત શયબ નાસિલ હક્ક વ શરઅ વ દીન સૈયદ મહમુખ (રદી.) ના. . (). હઝરત મૌલાના અહમદ વાસિલ ફારૂકી આપનું નામ મૌલાના એહમદ વાસિબલ છે. અને પિતાનું નામ કાઝી કબીરુદ્દીન મહંમદ જમીલુલ મુલ્ક છે. આપ ખાનદાને ફારૂકી છે. આપની વિસ્તૃત વિગતો મળી નથી. આપના વિસાલ “ઉસવતુલ આરેફીન” ઉપરથી હિ.સ. ૯૦૯ મળી આવે છે. આપનો મઝાર પાટણમાં છે આપને બે પુત્રો હતા. (૧) શાહ કબીરુદ્દીન અબ્દુલગની વાસિલ. (૨) શાહ અબ્દુલ હઈ. (૮) ઝરત અબુલ મુકારમ કબીરુદીન અબ્દુલગની વાસિલ ફારૂકી આપનું નામ કબીરુદ્દીન છે. પિતાનું નામ મૌલાના એહમદ વાસિલ ફારૂકી છે. અબ્દુલગની વાસિલના નામે મશહુર હતા. “મખદુમીયા”નામે પુસ્તક આપ હઝરતે લખેલ છે. તેમાં તેમના ખાનદાન તેમજ બુઝુર્ગોના હાલાત તેમાં છે. આપનો વિસાલ માહે મોહરમની ૧૪મી તારીખે સન હિજરી૯૪૯ માં થયો. આપનો મઝાર પાટણ (ઉ.ગુ.) છે. આપ પરેઝગાર મુસકી હતા. , (૯) હઝરત શયન અબુલ ફઝલ અબ્દુલકવી અકબર ફારૂકી આપનું નામ અબ્દુલકવી છે. પિતાનું નામ કબીરુદ્દીન સાની જેઓ અબ્દુલગની વાસિલના નામે મશહુર હતા. આપના વિસાલ સન હિજરી ૯૯૯ છે. આપના વિસાલની સન. મુદ્દા પ્રમાણે રફીઉદ્ દરજાત”ઉપરથી મળી આવે છે. (10) હઝરત શેખ અબ્દુલ્લા ફારૂકી આપશ્રીનું નામ અબ્દુલ્લા છે. પિતાનું નામ હઝરત શેખ અબ્દુલ્લ કાદર ફારૂકી છે. તેઓ હઝરત શયન કાઝી કબીરુદ્દીન મહંમદ જમીલુલ મુલ્ક ના પૌત્રો માંથી છે. આપશ્રી મુરીદ અને ખલીફા પિતાશ્રી અબ્દુલકાદર ફારૂકી ના છે. આપનો પીરે તરીકત તરીકેનો સિલસિલો હજરત મખદૂમ જહાંનીયા જહાંગતને મળે છે. આપનો વિસાલ સન હિજરી. ૧૨૦૧ના જીલહજ મહિનાની ૧૫મી તારીખે થયો. પનો
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy