SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૫૧ શરફ અબ્બાશીના છે. હઝરત શયખ મુસ્તુફાની વિસાલની સન મુદ્દા પ્રમાણે ‘‘ઝુલમુકારમ’’ ઉપરથી હિ.સ. ૧૦૩૮ મળી આવે છે. (૫) હઝરત શયખ અબ્દુલકવી ફારૂકી આપનું મૂળ નામ અબ્દુલકવી છે. બડામીયાના નામે મશહુર હતા. આપ ખાનદાને ફારૂકી છે. આપનો નસલ કાઝી કબીરુદ્દીન મહંમદ જમીલુલ મુલ્કથી મળે છે. પિતાશ્રીનું નામ દિવાન શયખ મુસ્તુફા છે. આપનો મુશશદિયા સિલસિલો પિતાશ્રી તથા હઝરત શાહ શરફ અબ્બાસી, તથા શાહ અબ્દુલ લતીફ બિન જમાલ ફારૂકી મારફત હજરત મુખદૂમ જહાંનીયા જહાંગશતને મળે છે. આપ હિજરી સન ૧૦૭૫ના જીલકાદની પમી તારીખે રહલત પામ્યા. આપનો મઝાર પાટણમાં છે. આપના વિસાલની સાલ મુદ્દા પ્રમાણે ‘‘ખુદાદોસ્ત’’ ઉપરથી મળી આવે છે. (૬) હઝરત શયખ મુસ્તુફા (સાની) ફારૂકી આપશ્રીનું નામ શયખ મુસ્તુફા છે. આપશ્રી કાઝી કબીરુદ્દીન મહંમદ જમીલુલ મુલ્કની ઔલાદ માંથી હોવાના કારણે આપ ખાનદાને ફાકી છે. આપશ્રીને તાઅલીમ હઝરત મૌલાના મહંમદ તાહિર પની ના સુપુત્ર શ્રી કાઝી અબ્દુલ વહાબ પાસેથી મેળવી. આપશ્રી ખલિફા અને મુરીદ આપના પિતાશ્રી હજરત અબ્દુલકવી ફારૂકી બિન દિવાન શેખ મુસ્તુફા ફારૂકીના છે. આપની માતાનું નામ બીબી આમેના ઉર્ફે બીબી બાદશાહ હતું. આપના મુશદીયા નબસ આ રીતે હઝરત મખદૂમ જહાઁનીયા જહાંગસ્ત ને મળેછે. શયખ મુસ્તુફા ફારૂકી (સાની) મુરીદ તેમના પિતાશ્રી હઝરત અબ્દુલકવી (ઉર્ફે બડામીયા) ફારૂકી ના. હઝરત અબ્દુલકવી મુરીદ તેમના પિતાશ્રી દિવાન શયખ મુસ્તુફા (અકબર) ના. દિવાન શયખ મુસ્તુફા (અકબર) હઝરત શાહ શરફ અબ્બાસી મુરીદ હઝરત મહબુબુલ્લા વદુદ શયખ કાઝી મોહંમદ બિન દાઉદ (રદી)ના. હઝરત મહબુબુલ્લા વદ શયખ કાઝી મોહંમદ બિન દાઉદ મુરીદ શયખ હુસેન બિન અલી બિન હસન મનઝવી ના. શયખ હુસેન બિન અલી બિન હસન મનઝવી મુરીદ હઝરત કુતબુલ આલેમીન સિરાજુલ મુલ્કવ દીન શયખ અબ્દુલ લતીફ (દી.) ના શયખ અબ્દુલ લતીફ મુરીદ હઝરત સુલતાનુલ આશેકીન કુતબુલ અકતાબ આલેમીન શયખ બુરહાનુલ હક્ક વ હીકીકત શરહ વ દિન અબુમહંમદ અબ્દુલ્લા અલહુસેની બુખારી (રદી.) ના
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy