SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ યુગે યુગે પાટણની પ્રભુતા મઝાર બરકાત પૂરા પાટણમાં આવેલ છે. (૧૧) હઝરત મૌલાના મુઈનુદીન મનાતકી મૌલાના મુઇનુદ્દીન મનાતકી ઘણાજ પરેઝગાર અને આલિમ બુઝુર્ગ હતા. આપશ્રીએ પાટણ (ઉ.ગુ.) માં બુકડી મહોલ્લામાં આવેલી જુમ્મા મસ્જિદ બંધાવી. એવું કહેવાય છે કે આપ ખાનદાને ફારૂકી હતા. આપની અન્ય વિગત મળી આવેલ નથી. આપનો મંઝાર આપે બંધાવેલ મહોલ્લે બુકડીમાં આવેલ જુમ્મા મજીદની બાજુમાં મજીદને લગોલગ આવેલો છે. અને સાર્વજનિક જયારત ગાહ છે. આપના વિષે ફારસીમાં લખેલ શેર- પંક્તિ મળી આવેલ છે જે આ પ્રમાણે છે. તારીખે જામા મજીદ કે દર બુકરી મૌલાના મુઇઝુદ્દીન મનાતકી સાપ્તાએ સબઇન સુમા નુમાયા બદાઁ જામેઅ મજીદ બનાઇ આલીશાન. * આ પંકિતઓ મળી આવેલ છે. અને તેના મદુ અદદ ઉપરથી આ તારીખ સાલ વગેરે જે સાલમાં બની હોય તે મળી આવી તે છે. (૧૨) મૌલાના મહંમદ તાહીર પ૮ની (રહ.) આપશ્રી મૌલાના મહંમદ તાહીર પટની નામે મશહુર છે. પાટણમાંથી આપના સમયના આપની કૌમના લોકોમાંથી તથા મુસ્લિમોમાંથી બિદઅત અને રિવાજી ખરાબીઓ દૂર કરવા માટે પુર જોશ પ્રયત્ન કરનાર મુજદીદ આલિમ હતા. આપશ્રીનું નામ મુહમંદ છે. અને પિતાનું નામ મૌલાના તાહિર છે. અને ઇસ્લામના પહેલા ખલીફા હઝરત અબુબકર સીદ્દીકની ઓલાદમાંથી છે. આપના વડવાઓ અરબસ્તાનથી સિંઘ થઈ પાટણ આવ્યા. આપશ્રીના વડીલો ધંધો વ્યાપાર હતો. પરિણામે આપની કોમ વહોરા અને ઉર્દૂમાં બોહરા સોદાગર નામે ઓળખાવા લાગી. આપશ્રીનો જન્મ પાટણમાં હિ.સ. ૯૧૪માં થયો. આપશ્રીએ બાળપણમાં જ કુરાન કંઠસ્થ કરી લીધુ એટલેકે બાળપણમાં કુરાન હાફિઝ થયા. અને શિક્ષણ મૌલાના અબ્દુલ્લા સોહી, મૌલાને બુરહાનુદ્દીન તથા શેખ નાગોરી પાસેથી મેળવ્યું. આ શિક્ષણ પુરૂ કરી હજના ઇરાદે અરબસ્તાન મકકા ગયા. અને ત્યાંના વિદ્વાનો અને અલિમો પાસેથી શિક્ષણ મેળવી સનદ હાસિલ કરી. આ આલિમો પૈકી હઝરત મૌલાના શેખ હજર મક્કી અને શેખ અલી બિન હિસાબુદ્દીન મુકી પાસેથી હદીસ માટેની સનદ મેળવી તમેજ શેખ અલી બિન હિસાબુદ્દીન મરકીના મુરીદ થઇ ખિલાફત મેળવી અરબમાં પણ આપનું સ્થાન એટલું ઉચ્ચ હતું કે ત્યાંના વિદ્વાન આપની બેહદ ઇજ્જત કરતા હતા. આપશ્રી ઘણાજ પરહેઝગાર વિદ્વાન (આલિમ) હતા. અને મહંમદી શરીઅત (કાનુન) વિરૂધ્ધ
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy