SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૫૦ હઝરત શયખ અબ્દુલ લતીફ નો જન્મ પાટણમાં થયો હતો. તેઓને બાળપણથીજ ખુદા ઉપર દૃઢ ભરોંસો હતો. આપનું જીવન તવક્કલ ઉપર હતું. કોઇ વસ્તુ ઘરમાં સંગ્રહતા નહીં. આથી ઘરવાળા પણ તંગદસ્તીના હિસાબે કંટાળી જતા. એક દિવસ બધા ઘરવાળા ભેગા થઇ આપની સેવામાં ઉપસ્થિત થયા અને કહ્યું કે તમે સારી બક્ષીશો પણ સ્વીકારતા નથી તો અમારું ભરણપોષણ આપના મુસલ્લા નીચેથી કાઢી આપવું જોઇએ. ત્યારે હઝરત શયખે કહ્યું કે, સરકારે દોઆલમ મુહંમદ મુસ્તુફા એ પણ (ગરીબી) ફકીરી પસંદ કરી છે. તેના ઉપર આપને ગર્વ હતો. આપણે બધા એજ ગીરોહના છીએ, અમે દરવેશ છીએ અને દરવેશે તેમના પગલે ચાલવું જોઇએ. હમારા મુર્શિદ ઘણી વખત ઇશ્વરી ખજાનાનો અધિકાર આપ્યો પણ એ તરફ અમે ઇચ્છા સરખી નથી કરી. ખેર તમારે જે જોઇએ તે હુજરમાંથી લઇ લો. જ્યારે તેમની પત્નીએ હુઝરાનું બારણું ઉઘાડચું અને થાલ સોનાથી ભરેલા જોયા. એમાંથી થોડા તેમના પત્ની ઉપાડી લાવ્યા. જે પોતાના નિર્વાહના ઉપયોગમાં લેતા. એ સોનામાંથી સન. ૧૦૪૧ હિજરી સુધી થોડો ભાગ તેમના કુટુંબીઓ પાસે હતો. આપ આપની જીંદગી પરહેઝ અને તકવાથી બશર કરતાં. હઝરત શયખ અબ્દુલતીફ આપના વફાતની જાણ ૧૩ દિવસ પહેલાં કરી હતી. અને બરાબર એજ પ્રમાણે બન્યું. આ બનાવ સૈયદ કબીરુદ્દીન સૈયદ એહમદ જહાંશાહે તેમનું પુસ્તક દસ્તુરૂલ ખિલાફતમાં વર્ણવ્યો છે. હઝરત અબ્દુલ લતીફ (રહ.) હઝરત કુતબે આલમના ખલીફા હતાઃ હઝરત કુતબે આલમને આપથી ઘણોજ પ્રેમ હતો. તેઓ જ્યારે હઝરત અબ્દુલતીફના આવવાના સમાચાર સાંભળતા ત્યારે એમના આગમનની ખબર આપનાર જો કોઇ મુસ્લિમ હોય તો તેને તેના ઇમાનની સલામતીની બશારત આપતા અને જો કોઇ ગૈર મુસ્લિમ હોય તો તેને રૂપિયા ઇનામ આપતા. હઝરત અબ્દુલલતીફે ઘણા પુસ્તકો લખ્યા છે. તેમાંના કેટલાક અત્યારે પણ મળી આવે છે. તેમણે લખેલ ‘‘રિસાલા’'મુઅદ્બે બુરહાનીને તેમની વસીઅત પ્રમાણે તેમની સાથે દફન કરવામાં આવ્યો છે. હઝરત શયખ અબ્દુલલતીફ હિ.સ. ૮૭૭ના રમઝાન માસની પમી તારીખે રહલત પામ્યા. તેમનો મઝાર પાટણમાંજ ખાન સરોવર તળાવની પશ્ચિમે આવેલો છે. શેખ સદરૂદ્દીન અને શેખ જલાલ મુહમંદ ભૂરા આપના પુત્રો હતા. આપની ખિલાફત તેમના પુત્ર શયખ સદરૂદ્દીન ને આપી હતી. (૪) હઝરત દિવાન શેખ મુસ્તુફા ફારૂકી આપનું નામ શયખ મુસ્તુફા છે. સને દિવાન લકબ છે. પિતાનું નામ અબ્દુલ કવી છે. ખાનદાને ફારૂકી છે. આપ ઘણાજ પરહેજગાર હતા આપનો વિસાલ માહે રજબની તારીખે સન હિજરી ૧૦૩૮માં થયો. આપનો મઝાર પાટણમાં બરકાત પૂરામાં છે. આપ મુરીદ અને ખલીફા હઝરત શાહ
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy