SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા શાન્તિ કરવાની ઇચ્છાએ પોતાના હૃદય ઉપર કમળ રાખ્યાં છે, તેને કદાપિ મૂકતી નન્થિ. વળી ‘હું છતાં આજે નરક છે એ કેવી વાત?' એમ વિચાર કરીને નરકને જડ-મૂળથી ઊખેડી નાંખવા સારું જ જાણે આ નદી પૃથ્વીના ઉદરમાં પ્રવેશ કરે છે. વીધવન:-(સહર્બોહાસમ્ ). .જ્ઞાપન્તિ || ૨૨ ॥ વીરધવલ- (હર્ષોલ્લાસ સહિત) અયે, સ્વર્ગમાં પુણ્યનો ક્ષય થાતો જોઇને કોચવાયેલા દેવોને અગણિત પુણ્ય મેળવવાની ચાતુરી શીખવી હોય અને એટલા સારું જ જાણે આ ત્રિભુવનપાવની સરસ્વતીને તીરે અમરાવતી જેવી નગરી ન સ્થાપી હોય એવી, બ્રહ્માની સૃષ્ટિના અવધિ જેવી ગૂર્જરરાજધાની (અણહિલ્લવાડ) આ દેખાય. २४२ ‘મન્દિરોનાં ઉંચા શિખરો સાથે તમારા રથનું પૈડું ભટકાઇ ને ભાંગી જાષે, એટલે આંહીંથી દૂર દૂર રથ હાંકજો,’ એમ સૂર્યના મિત્રભૂત અત્યન્ત તેજસ્વી કનકકલશ ધજા નિરન્તર ફડફડાવીને જાણે સૂર્યને જાણ કરે છે. तेजः पालः - देव पश्य पश्यामी. શુદ્ધા: ॥ ૨૩ ।। તેજ:પાલ - દેવ, જુવો જુવો આ ‘મારા શૃંગારસમાન શિખરાવલિ આ નગરીનાં દેવાલયો ચોરી ગયાં, એમ ધારીને જાણે મેરુપર્વતે ગઢને વેશે એને ઘેરો ઘાલ્યો છે, અને દેવાલયો આકાશગંગામાં જાણે માથે નાય છે, અને તપાવેલા લોહ જેવા સૂર્યને ધજારૂપી જીભે કરીને ચાટે) અને એવી રીતે દિવ્ય કરીને ચોરીના આરોપથી મુકત થાય છે. વીધવન:-(સસ્મિતમ્ ). .વર્થતામ્ ॥ ૨૭॥ વીરધવલ-(સ્મિતપૂર્વક) રાતે રાતે ચન્દ્રના તેજથી જાણે ઠરી ન ગયાં હોય એવાં દેવાલયો દિવસે સૂર્ય પ્રકાશે એટલે પતાકારૂપી હાથ લાંબા કરીને તાપે છે. આ અનન્તશોભામય રાજધાનીને જગતના આનન્દ્રધામ જેવું સિદ્ધસાગર સરોવર કુંડળની ઘોડચે શણગારે છે, એને ફરતો સહસ્રશિવાલયરૂપી મોતીનો હાર છે. એની વચ્ચે બેટ ઉપર વિશાળ વૃક્ષ તથા લતાના મંડપ છે તે નીલમ જેવા દેખાય છે, અને પાણીમાં રહેલાં કમળોના રજકણને લીધે તે સુર્વણની શોભા ધારણ કરે છે. આ સરોવરને ગંભીરતા, ગરવાપણું મધુરતા ઇત્યાદિ ગુણે મહાસાગરને જિતી લીધો એટલે દુઃખી થઇને તે શ્યામ થઇ ગયો છે, અને વડવાનલરૂપે હૃદયમાં પરિતાપ વહે છે. સમીપે બિરાજતા સહસ્ર શિવના ભાલમાં રહેલા ચન્દ્રના તેજથી દ્રવતા ચન્દ્રકાન્ત મણિના ચણેલા ઘાટ ઉપરથી વહેતા પાણીથી આ સરોવર સદાય પૂર્ણ રહે છે, એટલે પ્રલયકાળના બાર સૂર્ય વિશાળ સમુદ્રને શોષવી નાખે પણ આને ક્યાંથી શોષવે ? તેજ:પાલ - દેવ, એમ જ છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy