SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા પ્રેરણા કરી હતી, તેન તથા પુત્ર લાવણ્યસિંહના પુણ્યાર્થે આબૂ ઉપર નેમિનાથનું મંદિર ચણાવ્યું. અમૂલનુપમા.. .વતઃ ॥ ૧ ॥ તેન:વાલેન. .તેનેવમવુંયે ॥ ૬૦ ॥ મન્દિરની પ્રતિષ્ઠા સં. ૧૨૮૭ના ફાલ્ગુન વદિ-૩ ને રવિવારે થઇ. મંદિરની પ્રશસ્તિ સોમેશ્વરદેવે લખેલી કાળા પત્થર ઉપર કોતરેલ છે. .પ્રશસ્તિમિમામ્ ।। ૭૩ ॥ શ્રી સોમેશ્વરદેવ... તેના ત્રીજા શ્લોકમાંથી નીચે ઊતારો કર્યો છે. ૨૪૦ अणहिलपुरमस्ति.. .બન્ધાર:ગી અણહિલ્લપુર નામે પ્રજાને કલ્યાણકારી નગર છે, જ્યાંની સ્ત્રીઓના મુખચન્દ્રોને લીધે . કૃષ્ણપક્ષમાં પણ અંધકાર મોડી રાત સુધી મન્દ થઇ જાય છે. (૭) અરિસિંહ-સુકૃતસંકીર્તન (વસ્તુપાલ વિષયે મહાકાવ્ય. વિક્રમના તેરમા શતકના છેલ્લા ચરણમાં લખાણું નીચલા શ્લોકો પ્રથમ સર્ગના છે.) શ્રીમત્પુર યોગઃ || ૬ ||, વનરાજે અણહિલ્લવાડ નામે ઇન્દ્રની અમરાવતી સમું સરસ નગર સ્થાપ્યું, જ્યાંની સ્ત્રીઓનાં રતિપતિતપોવનરૂપ મુખને વિષયે ચન્દ્ર અને સૂર્યવિકાસી કમળ એ બે વિરોધી પદાર્થોનો યોગ થાય છે. अन्तर्वसद्धनजनाद्भुतभारतो भू.... .નવમાતતાન || ‰ ॥ નગરમાં માણસની ભારે મેદનિને લીધે કદાચ પૃથ્વી ખસી પડે એવા ભયથી જાણે વનરાજે પંચાસરા પાર્શ્વનાથના નવા મંદિરરૂપી અપૂર્વ પૃથ્વીઘર (પર્વત) રચ્યો. यस्मिन्सदैव. ન્તિ ।। ૨ ।। જે નગરનાં ઘરોમાં પડેલા મણિના તેજથી અંધકાર સદાયે નાશી જાતો, ફૂલવાડોની છાયારૂપે બહાર રહેતો અને ફરતા રહેંટના શબ્દે કરીને જાણે રોતો. પર્વક્ષળે... ...દુ ॥ ૪ ॥ રાહુ દિવસે સૂર્યનું ગ્રહણ કરવા ઇચ્છે; પણ આ નગરનાં ઉંચા મન્દિરોના કનકકલશ પણ સૂર્ય જેવા જ લાગે, એટલે સાચો સૂર્ય કિયો તે નિર્ણય ન કરી શકે. અને રાત્રે ચન્દ્રગ્રહણ કરવું હોય, પણ આંહીંની ઉંચી અગાશીઓ ઉપર વિહાર કરતી સ્ત્રીઓનાં મુખ ચન્દ્ર જેવાં લાગે, એટલે ખરો ચન્દ્ર કિયો એ પણ રાહુ જાણી ન શકે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy