SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા २२० મુસલમાની અમલનો પ્રારંભિક દોર ગાજી રહેવા છતાં પણ કાજીઓની કચેરીમાં સંસ્કૃત ભાષાનો વ્યવહાર થતો હતો ! આ દસ્તાવેજોની સંસ્કૃત બહુ જ સરળ છે. એને બોલચાલની સંસ્કૃત કહી શકીએ. પ્રાકૃત અને દેશ્ય શબ્દોને સંસ્કૃતના વિભકિત-પ્રત્યયો લગાડી તથા કેટલાક દેશી શબ્દ-પિંડોને સંસ્કૃતના ચાક ઉપર ચઢાવી હલકા હાથે સહેજસાજ કાંઇક સાંસ્કૃતિક આકાર આપી, વ્યાકરણ શાસ્ત્રથી અપરિચિત મનુષ્યોના કર્ણને પણ સંસ્કૃત ભાષાના પ્રવાહના ધ્વનિથી પરિચિત કરવા માટે આ પ્રકારની ભાષાનો વ્યવહાર કરાતો હતો. શિષ્ટ વાડમયમાં વ્યવહત સંસ્કૃતના પ્રવાહની માફક લૌકિક વ્યવહાર માટે ઉપયોગમાં લેવાતી આ જાતની સંસ્કૃતનો પ્રવાહ પણ ઘણા દૂરના કાલપ્રદેશમાંથી ચાલ્યો આવતો હતો. કેટલાયે બૌદ્ધ અને જૈન લેખકોએ સર્વ સાધારણને ધર્મ અને નીતિનો બોધ આપવા માટે આ જાતની સંસ્કૃતનો ગ્રંથ લેખનમાં પણ ઉપયોગ કર્યો છે. હિંદુ રાજાઓના રાજ્યકારભાર માટે મોટે ભાગે આ જાતની સંસ્કૃત વપરાતી હતી, અને તેના અંતિમ અવશેષ તરીકે આપણે આ દસ્તાવેજોનો ઉલ્લેખ કરી શકીએ. ૧લી દસ્તાવેજમાં પાટણ નિવાસી ઓસવાળ જ્ઞાતિના શાહ ઝાંજણના પૌત્ર શાહ હેમાના પુત્ર શાહ વીજા અને તેના પુત્ર શાહ જગા યોગ્ય; શાહ હેમાના જ બીજા પુત્રો શાહ ઇસર, રુપા, સોના, પૂના નામના ભાઇઓએ પોતાની માતા પલ્લાઇ અને ભગિની મરગાઇ રાઇ આદિ સાથે એકમત થઇને, ભાગીદારીથી વહેંચણી માટેનું કરી આપેલ લખાણ છે. એમ જણાય છે કે શાહ હેમાના પ્રથમ સ્ત્રીથી વીજા નામે પુત્ર થયો હતો અને બીજી સ્ત્રી પલ્લાઇથી શાહ ઇસર વિગેરે પુત્ર-પુત્રીઓ થયા હતા. કોઈ ખાસ કારણને લઈને પલ્લાઇના સંતાનને પોતાના પિતાની બધી મિલ્કત ઉપરથી પોતાનો હક છોડી દેવાની ફરજ પડી હતી. તેથી શાહ વીજા અને તેના પુત્ર જગના હકકમાં આ ખત તેમને લખી આપવું પડશું હતું. મિલ્કતમાં ગણાતી વસ્તુઓની વિગત જાણવા જેવી છે. તાંબા, પિત્તલ, સોના, રૂપા આદિ ધાતુઓ તથા તેમની બનાવેલી વસ્તુઓ, જસત કથિર અને કાંસાના બનાવેલા વાટકા વાટકી આદિ ભાજનો, મજાદર પટ્ટોલિકા આદિ વસ્ત્રો, ઘંટી, ઊખલ, મૃસલ આદિ ઘરગતુ વસ્તુઓ; મરચા, મંજીઠ આદિ ૩૬૦ કરિઆણાની ચીજો, કુંડી, લોટા આદિ તાંબાના વાસણો; ખાટ, પાટ, ચોકી, આસન અને ગાડલાં આદિ લાકડાની વસ્તુઓ; કોદાળી, પળી, દીવો ઇત્યાદિ લોઢાની ચીજો; કણના કોઠાર અને ભાત આદિ સાત પ્રકારના ધાનથી લઇ મીઠાં સુધીની અનાજમાં ગણાતી વસ્તુઓ; ગાય, ભેંસ, લઇ ગધેડા પર્વતના બધા ચોપગા પ્રાણીઓ અને પીંપલા હવેલીમાં શાહ હેમાએ ખરીદેલું ઘર; આ બધી વસ્તુઓ જે પિતા અને પિતામહની મિલ્કત તરીકે ગણાય છે તે બધી ઉપરથી શાહ રુપા અને સોના નામના બંને ભાઇઓએ (પોતાના મોટાભાઇ) ઇસરની સાથે બેસીને (ઓરમાનભાઈ) વીજાના હકકમાં લખી આપી છે. એમાં એ ભાઇઓનો કશો લાગભાગ નથી. હવે પછી, શાહ ઇસર આદિ ભાઇઓ પોતાના ઉધોગથી જે કાંઇ લાખો રૂપિઆની પણ મિલ્કત મેળવે તે તેમની પોતાની છે. તે સાથે શાહ વીજાનો કશો સંબંધ નહિ. જે કોઈ આ અક્ષરલેખનો લોપ કરશે તેનું પાપ તેના માથે છે. આ લખાણ માટે કોઈ પણ બહેન-ભાણેજ કે દહિતાદૌહિત્ર આદિ પણ કશું ન કરી શકે તેમ જ બીજા કોઇ માણસો દ્વારા પણ એ બાબતમાં કશો આડો વ્યવહાર ન કરી શકે તે માટે બધાએ આ દસ્તાવેજ ઉપર પોતાના હસ્તાક્ષરો આપ્યા છે. આ લખાણમાં
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy