SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૧૯ ૫૮) પાટણના બે જૂના દસ્તાવેજો કનૈયાલાલ ભાઇશંકર દવે 'પાટણથી પં.પ્રભુદાસજીએ કેટલાક જૂના દસ્તાવેજો અમને જોવા માટે મોકલ્યા છે, જેમાંના બે ઉપયોગી અને જાણવા જેવા હોવાથી આ નીચે આપવામાં આવે છે. આ દસ્તાવેજો કપડા ઉપર લખેલા છે. નં. ૧ વાળા દસ્તાવેજોની પહોળાઈ ૮ ઇંચ અને લંબાઈ ૨ ફીટ ૮ ઇંચ જેટલી છે. આ દસ્તાવેજોનો ઉપરનો થોડોક ભાગ ફાટી ગયો છે. ૨ જા નંબરવાળા દસ્તાવેજની પહોળાઇ ૯૧/, ઇંચની અને લંબાઇ ૩ ફીટ ૧૧/, ઇંચ જેટલી છે. આ દસ્તાવેજોનો નીચેનો કેટલોક ભાગ જતો રહ્યો પહેલા દસ્તાવેજમાં મતું કરનાર સાક્ષીદારની સહીઓ લેખની નીચે આપવામાં આવેલી છે અને બીજામાં લેખની ઉપર અને નીચે બંને જગ્યાએ આપવામાં આવેલી છે. પહેલા દસ્તાવેજની સાલ સંવત્ ૧૫૪૭ની અને બીજાની સંવત્ ૧૫૬૨ છે. આ વખતે ગુજરાત ઉપર સુલતાન મહમૂદ બાદશાહી કરતો હતો. આ મહમૂદ તે ઇતિહાસ પ્રસિદ્ધ મહમૂદ બેગડો હોવો જોઇએ. કારણ કે તેણે સંવત્ ૧૫૧૫ થી તે ૧૫૭૦ સુધી બાદશાહી ભોગવી હતી. સંવત ૧૫૪૦ના અરસામાં તેણે ચાંપાનેરનો કિલ્લો સર કર્યો અને તે પછી તેને જ પોતાની નવી રાજધાની બનાવી આખર સુધી ત્યાં જ રહ્યો હતો. તેથી આ બંને દસ્તાવેજોમાં ગુજરાતની રાજધાની તરીકે ચંપકદુર્ગ એટલે ચાંપાનેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દસ્તાવેજોમાં બાદશાહ મહમૂદ લગાડવામાં આવેલાં વિશેષણો ઉપરથી તેના પરાક્રમ અને ન્યાયબુધ્ધિ આદિ ગુણોનું સ્પષ્ટ સૂચન થાય છે કે જે વિશે મુસલમાનની તવારીખોમાં વિગતથી લખેલું મળી આવે છે. . . આ બંને દસ્તાવેજો પાટણમાં થએલા છે. ૧ લા દસ્તાવેજ વખતે પાટણમાં ન્યાય ખાતાનો ઉપરી મધૂમકાદી નામે મુસલમાન અમલદાર હતો અને દીવાની ખાતાનો ઉપરી મહ. હાંસા કરીને કોઈ હિંદુ અમલદાર હતો. જકાતખાતાનો અધિકાર પણ તેને જ સોંપેલો હતો. લશ્કરી અમલદાર તરીકે માલિક અલાવદીન કામ કરતો હતો. બીજા દસ્તાવેજના વખતમાં દીવાની અમલદાર ખાન મમ્રીજ કરીને મુસલમાન હતો. જકાતખાતાનો ઉપરી મહ. આદા અને નાકેદાર ઠાકુર ભાણા નામે હિંદુ હતો. ન્યાય ખાતાની અમલદારી મહમ્મદ કબીરવતી યાકૂબ નામે કોઇ મુસલમાન ચલાવતો હતો. લશ્કરી અમલદાર તરીકે શિખીલ્લી ઇસપનીયાર (મુસલમાન) કામ કરતો હતો. આ બંને દસ્તાવેજી સંસ્કૃત ભાષામાં લખેલા છે, તે ખાસ ધ્યાન ખેંચે તેવી બાબત છે. પાટણમાંથી હિંદુ સત્તા નષ્ટ થયા બાદ લગભગ બે સૈકાઓ પછી આ દસ્તાવેજો લખાયા છે. બસો વર્ષ જેટલા લાંબા સમય સુધી, હિંદુ સંસ્કૃતિ સાથે સર્વથા વિરોધ અને વિષની લાગણી રાખનારા
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy