SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા જે કાંઇ અધિકું ઓછું લખાયું હોય તો તે પણ બધાને પ્રમાણ છે. આ પ્રમાણેનું લખાણ કરી નીચે ડાબી બાજુએ દસ્તાવેજ લખી આપનારાનાં અને જમણી બાજુએ સાક્ષીદારોનાં હસ્તાક્ષરો કરવામાં આવ્યા છે. ૨૨૧ રજા દસ્તાવેજમાં એક ઘર વેચાણ સંબંધી લખાણ છે. એ ઘર, વુરા હવેલીમાં શાહવાડા મહોલ્લામા આવેલું છે; એ પૂર્વાભિમુખ અને ત્રણ ઓરડા યુક્ત છે. તેમાં વચલા ઓરડાની આગળ પરસાળ છે અને તે પછી આંગણું છે. દક્ષિણ બાજુએ ખડકીઓ આવેલી છે અને તે એ જ તરફ વાડો પણ રહેલો છે. આ ઘરના ગ્રાહક (વેચાતું લેનાર) અને દાયક (વેચાતું આપનાર) નાં નામો આ પ્રમાણે છે. ગ્રાહક - આ જ શહેર (પાટણ) ના રહેવાસી શ્રી શ્રીમાલી જ્ઞાતિના દો જોગાના પુત્રો દો નપા, દો વસ્તા નપાના પુત્ર રાયમલ્લ, શ્રી મલ્લ દો વસ્તાના પુત્ર દો રત્ના, દો રાજપાલ : એ બધાએ એકમત થઇને એ ઘર વેચાતું લીધું. દાયક - અમદાબાદ નિવાસી શ્રી શ્રીમાલી જ્ઞાતિના શાહ ગણપતિ સુત શાહ વર્ધમાન, તેનો પુત્ર દેવચંદ, શ્રીચંદ; શાહ માણિક તેનો પુત્ર શાહ સાધા, તેનો પુત્ર ખીમા; શાહ માણિક સુત શાહ સોમા, તથા શાહ શ્રીરાજ; શાહ માણિકની ભગિની બાઇ હીરી તેનો પુત્ર સોની માંડણ - તેનો પુત્રસોની દેવા, શાહ ગણપતિની પુત્રી બાઇ મ‚ઇ, બાઇ કુંઅરી; શાહ માણિક સુત સાહ વેણા - તેનો પુત્ર શાહ રામા; શાહ માણિક સુત શાહ પાંચા તેનો પુત્ર-ભીમા; શાહ માણિકની પુત્રી - બાઇ ધનીભાઇ, વીરુ; એ બધાએ એકમત થઇને, વાસમાં રહેનારા સમસ્ત લોકોની દેખતાં તથા સમસ્ત સગાઓની રૂબરૂ, પોતાની જરૂરિઆતને લઇને ઉપર જણાવેલું પોતાના વડવાઓનું ઘર વેચ્યું છે. ઘરની કિંમત ૩૪૪૪ અંકે ચોત્રીસસો ચમ્માળીશ ટકા પૂરા છે. આ ટકા તે સોનાની ટંકશાળમાં પડેલા, ત્રણવાર પરીક્ષા કર્યા પછી સોનીઓની પેઢીઓમાંથી પસાર થએલા નવીન નાણાના રૂપમાં છે. આ ટકા એક સાથે સામઠા લઇને દાયક માણસોએ ગ્રાહકને એ ઘર વેચી દીધું છે. આ પછી ઘરની ચારેબાજુની સીમાનો ઉલ્લેખ કરેલો છે. આવી સીમાયુક્ત કોઇને પણ આધિન નહિ, તેમ જ કોઇપણ પ્રકારના કજીયા-કંકાસવાળું નહિ, પહેલાંની માફક જ વહેતા પાણીના ખાળ, પ્રનાળ આદિ સહિત એવું એ ઘર દાયકાએ આપ્યું અને ગ્રાહકોએ લીધું છે. હવે પછી આપનારાઓનો (ફરીથી બધાં નામો લખ્યાં છે) આ ઘર સાથે કોઇ પણ પ્રકારનો સંબંધ નથી. લેનારા દો નપા અને દો વસ્તાએ એને પોતાનું જ જાણી આચંદ્રાર્ક પુત્રપૌત્રની પરંપરા સુધી ભોગવવું, ભોગવવાનું, ભાડે આપવું, પોતાની ઇચ્છા પ્રમાણે બે-ત્રણ માળ ઉંચુ ચણાવવું ઃ ઇત્યાદિ જે રૂચે કરવું હવે પછી જો કોઇ આ ઘર સંબંધી ઝઘડો ઉભો કરે તો તેનો જવાબ દાયક માણસોએ આપવાનો છે. આ લખેલી હકીકતનો જે કોઇ ભંગ કરશે તો તે કુતરાની અને ચંડાળની યોનીમાં પરિભ્રમણ કરશે. :
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy