SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ યુગે યુગે પાટણની પ્રભુતા રાજાએ મંદિરના મધ્યભાગે જઈ પ્રાસાદ ઉપર જોયું, અને લોકોને કહ્યું, મેં માલવામાં રૂદ્રમહાલય પ્રાસાદ સિવાય કોઇ મંદિર ઉપર ધજા જોઇ નથી. ત્યારે અહીં કેમ ? બ્રાહ્મણોએ કહ્યું ઉતારે પધારો, ત્યાં યોગ્ય હકીકત જણાવીશું. પછી રાજા બ્રહ્મકુલોમાં જઈને ઉતારે ગયા. બ્રાહ્મણોએ યુગાદિદેવના ભંડારમાંથી, અધ કાંસાની તાલ ગોષિકો પૂજારીઓ પાસે મંગાવી રાજાને બતાવી. પછી કહ્યું કે દેવ ! અહીં આવી કાંસાની તાલી હતી. વળી ૨૧ મહાપ્રાસાદો તેનાં શિખરો સાથે, પૃથ્વીના પેટાળમાં અહીં વિલીન થયા છે. આ મહાપ્રસાદ બાવીસમો છે. આથી રાજા ચોંકી ઊઠયા. તે દેવને વધુ ગ્રાસ (નિભાવ માટે દાન) આપી પાટણ ગયા. ધારાધ્વસપ્રબંધ સંપૂર્ણ. કુમારપાલ ચરિત્રસંગ્રહ: આ ગ્રંથ પણ પદ્મશ્રી આચાર્ય જિનવિજયજીએ સિંધી જૈન ગ્રંથમાલામાં પ્રસિદ્ધ કર્યો છે. આમાં કુમારપાલનાં ચાર જુદા-જુદા વિદ્વાનોએ રચેલ, જીવનચરિત્રો સંસ્કૃત ભાષામાં ગદ્યપદ્યશૈલીની રચનાવાળાં રજૂ કરાયાં છે. આ પૅકી શ્રી સોમતિલકસૂરિકૃત 'કુમારપાલ દેવચરિત્ર” બીજા નંબરનું છે. આ ચરિત્ર સોમતિલક સૂરિએ ચૌદમા સૈકાના ત્રીજા ચરણમાં રચ્યું હોવાનો ઉલ્લેખ તેના સંપાદક નોંધ્યો છે. કારણ આ જ સૂરિના બીજા ગ્રંથો સંવત ૧૩૯૭ની આસપાસ રચાયા છે. એટલે આ કુમારપાલચરિત્ર તે જ સમયમાં કે પાસ દસ વર્ષોની આગળપાછળ રચાયું હતું એમ ચોક્કસ લાગે છે. સોમતિલકસૂરિના કુમારપાલચરિતમાંથી રૂદ્રમહાલય સંબંધી નીચે પ્રમાણે નોંધ મળે છે. अन्यदा सिद्धपुरे रुद्रमहालयप्रासादे निष्पद्यमाने मन्त्रिणा च चतुर्मुख श्रीराजविहाराख्य श्रीमहावीरप्रासादे कार्यमाणे पिशुनप्रवेशे राजा स्वयमेवलोकनार्थमायातः पप्रच्छ, कोऽत्र विशेष: श्रीहेमसूरिभिः प्रोत्कम् देव! महेश्वरस्य ललाटे चन्द्रः श्रीजिनस्यपादान्ते नवग्रहा भवन्ति झति विशेषः । राजा तन्न मन्यते । ततो वास्तुविद्याविशारदः सूत्रधारो विचारं प्राह-सामान्यलोकानां गृहद्वारं पंचशाखम् । रुद्रादि देवानाम् नवंशाखम्, श्रीजिनस्यैकविंशति द्वारम् । अष्टोत्तरशतं मण्डपाः । रुद्रादीना मेक एव । श्रीजिनस्य पद्मासनं छत्रं पादान्ते नवग्रहाः सिंहासनं च । नान्यदेवानाम् । चेत् कश्चित् कारयति सूत्रधारः करोति, तदाद्वयो विध्नमुत्पद्यते । नान्यथा त्वं वास्तुविद्यायाः सर्वज्ञभाषित्वात् । एतदाकर्ण्य राजा प्रमुदितः । स्वयं राजविहारे कलशाधिरोपणादिकमकारयत् - मुद्रानुद्रतमुद्र रानुरुगदाघातोद्यतान् व्यंतरान् । । वेतालानुतलानलाभविकटान् झोटिंगचेटानपि ॥ जित्वा सत्वरभाजित: पितृवने नक्तंचराधीश्वरं । . बध्वा बर्बरमुर्वरापतिरसौ चके चिरात् किंकरम् ॥१॥ एवं सर्वत्राखंडप्रतापो जयसिंहो राज्यं करोति ॥ સિદ્ધપુરમાં રૂદ્ર મહાલય તૈયાર થયો ત્યારે, મંત્રીએ ચતુર્મુખ રાજવિહાર શ્રી મહાવીરપ્રાસાદ કરાવ્યો હતો. એક વખતે રાજા જયસિંહદેવ ગુપ્ત રીતે તે જોવા માટે ગયા. તેમણે પૂછયું અહીં શું વિશેષ છે? આચાર્ય હેમચંદ્રે કહ્યું, દેવ ! મહેશ્વરના લલાટમાં ચંદ્રમાં, જિન ભગવાનના પગ પાસે નવગ્રહો એ વિશેષ છે. રાજાનું મન માન્યું નહિ. ત્યારે વાસ્તુવિદ્યાવિશારદ સૂત્રધારનો વિચાર જાણવા પૂછયું.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy