SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૧૫ સત્યયુગમાં આદિદેવ શ્રીૠષભ થઇ ગયા છે, તેના પુત્ર ભરત થયા. જેના નામથી આ દેશ ભરતખંડ તરીકે પ્રસિદ્ધ થયો છે. આ ૠષભદેવ નાભી રાજાના અને મરુદેવીના પુત્ર હતા. તેઓ સમદષ્ટિવાળા, સ્વચ્છ (હૃદયવાળા) જેની ઇન્દ્રિયો પ્રશાંત છે એવા અને શુદ્ધ બુદ્ધિવાળા હતા અને તેઓએ મુનિઓના યોગ માર્ગનું આચરણ કર્યું હતું. એમના પદને ઋષિઓ આર્હતોનું પ્રથમ પદ કહે છે. નાભી રાજાથી મરુદેવીમાં વિષ્ણુનો આઠમો અવતાર થયો, જેણે બધા આશ્રમોથી પૂજાયેલો ધીર પુરૂષો (યોગીઓ) નો માર્ગ દેખાડયો. આ અને આવાં પુરાણવચનો કહીને, વધારે વિશ્વાસ આવે માટે પાંચ માણસો ઉપાડી શકે એવું, ભરત રાજાના નામવાળું કાંસાનું પતરું (લેખનું) ઋષભદેવના મંદિરના ભંડારમાંથી લઇ આવીને, રાજાને દેખાડી જૈનધર્મનું આદિપણું સિદ્ધ કર્યું. આથી ખિન્ન થયેલા રાજાએ એક વર્ષ પછી (બીજા) જૈન મંદિરો ‘ઉપર ધજા ચડાવવાનો હુકમ કર્યો. પુરાતન પ્રબંધ સંગ્રહ : ‘પ્રબંધ ચિંતામણિ’ ના જેવો જ આ ગ્રંથ, અનેક પ્રબંધોના સંગ્રહોનો છે. તેમાં પ્રાચીન રાજાઓ, શ્રેષ્ઠીઓ, સૂરિવર્યો-મુનિઓ અને વિદ્વાનોના અનેક પ્રસંગો રજૂ કરતા પ્રબંધો છે. આ ગ્રંથ પદ્મશ્રી આચાર્ય જિનવિજયજીએ સિંધી જૈન ગ્રંથમાલામાં પ્રસિદ્ધ કર્યો છે. તેમાં આવા કેટલાક પ્રબંધ સંગ્રહોને સંકલિત કરી, તે બધાનું ‘‘પુરાતન પ્રબંધ સંગ્રહ’’ નામ રાખ્યું છે. કેટલાક પ્રબંધો ‘પ્રબંધ ચિંતામણી’ની અનુકૃતિરૂપ હોવાથી, તેના વિદ્વાન સંપાદક ‘‘પ્રબંધ ચિંતામણીગ્રંથસંબદ્ધ'' એવો નિર્દેશ કર્યો છે. આ બધા પ્રબંધોમાંથી કેટલાક સોળમાં સૈકામાં અને કેઠલાક તે અગાઉ રચાયા હોવાનું જણાય છે. આ પ્રબંધોમાં સિદ્ધરાજે પ્રાપ્ત કરેલ માલવ-વિજયનો સ્વતંત્ર ‘‘ધારાધ્વંસપ્રબંધ’’ છે. જેમાંથી માલવાના યુદ્ધની સપ્રમાણ માહિતી મળે છે. આ પ્રબંધમાં રૂદ્ર મહાલય માટે નીચેની હકીકત મળે છે. ` यावत्क्रमेण वृद्धनगरमायातस्तत्र ब्राह्मणै: प्रवेशोत्वसे कारिते श्री युगादिदेवप्रासादे नृपे प्राप्ते, द्विजैरुक्तम् - देव ! देवं नमस्कुरुत । किमसौ ब्रह्मा ? | देव ! असौ युगादिदेवप्रासादः । किमत्रापूर्वम् | देव ! अस्माकं पुरे एष देवो मुख्यः । नृपस्तु मध्ये गत्वा देवं नमस्कृत्य ध्वजां प्रसादोपरि द्रष्ट्वा जनानाह - मया मालवे रुद्रमहाकालं विना ध्वजा क्वापि न द्रष्टा । अतः कथमत्र ? द्विजैरुक्तम् उत्तारके चलत यथोच्यते । ततो नृपतिर्ब्रह्मदेवकुले गत्वेत्तारके गतः । તનુવ્રાહ્મણૈ: श्रीयुगादिदेवभाण्डागारात्कांस्यतालाद्धं गौष्ठिकैरानीय नृपाय दर्शितम् । देव ! असौ स प्रासादो यत्रैवं कांस्यतालन्यासन् । एवं प्रासादाः २१ सकलशा भूगताः सन्ति । एव द्वार्विशतितमः । नृपस्तुचमत्कृतः । देवाधिकं ग्रासं दत्वा पत्तनं गतः ॥ इति धाराध्वंसप्रबन्धः ॥ સિદ્ધરાજ માલવિજય કર્યા પછી ક્રમ પ્રમાણે (ગુજરાતમાં) આવતાં વૃદ્ધનગર (વડનગર)માં આવ્યા, ત્યાં બ્રાહ્મણોએ પ્રવેશોત્સવ કર્યો. યુગાદિદેવના પ્રાસાદ પાસે આવતાં બ્રાહ્મણોએ કહ્યું, દેવ ! વંદન કરો. આ યુગાદિદેવનો પ્રાસાદ છે. કેમ અહીં અપૂર્વ છે ? દેવ, અમારા નગરમાં આ મુખ્ય દેવ છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy