SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૧૭ સૂત્રધારે જણાવ્યું કે, સામાન્ય લોકોનાં ગૃહદ્વાર પાંચ શાખાનાં, રાજાઓનાં સાત શાખાનાં, રૂદ્ર વગેરે દેવોનાં નવ શાખાનાં અને જિનદેવના એકવીસ શાખાનાં દ્વારો તથા ૧૦૮ મંડપો હોય છે. રૂદ્ર વગેરે દેવોને એક મંડપ. જિનને પદ્માસન, છત્ર, પગ પાસે નવગ્રહો અને સિંહાસન. બીજા દેવોને તે હોતાં નથી. જો કદાચ તે પ્રમાણે કરાવે અગર સૂત્રધાર કરે તો, બંને જણાને વિઘ્નો આવે છે. વાસ્તુવિદ્યાશાસ્ત્રમાં જણાવેલ હકીકત અન્યથા થતી નથી. આ સાંભળી રાજા પ્રસન્ન થયો. તેણે પોતે આ રાજવિહારમંદિર ઉપર કલાશારોપણ કર્યું. ભયંકર ઘાતોધત, અને પ્રચંડ વિક્રમવાળાં વ્યંતરો, વૈતાલો, અતુલબલશાલી અમાનુષી તત્ત્વો વને વશ કરી, જેણે પૈતૃકમહાસ્થલ (તીર્થ) માં ભયંકર રાક્ષાસાધિપતિ બર્બરકને બાંધ્યો હતો, તેવા પૃથ્વીને પતિએ (સિદ્ધરાજે) તેને કાયમનો સેવક બનાવ્યો. આવો અખંડ પ્રતાપશાળી રાજા જયસિંહ રાજ્ય કરે છે. પૂરમંજરી : આ રાસ જૈનકવિ મતિસારે સં. ૧૬૦૫માં રચ્યો છે, જેની કેટલીક અન્વેષણા આગળના પ્રકરણમાં આપેલી છે. તેમાં સિદ્ધપુર તથા રૂદ્રમહાલયનું વર્ણન, તે કવિએ આલંકારિક ભાષામાં રજૂ કરેલ છે, જે નીચે પ્રમાણે આપવામાં આવે છે : સિદ્ધક્ષેત્ર સવિહૂ માંહિ વડલ, સરસતિ નદીનું જિહાં કઈ થયું, અડસઠ તીરથ વરતિ જેહ, તેહના ઘુરિ સહી થાપ્યું જેહ. છૂટિ ભવ પાપની કોડિ, જગઇ તીરથ નવિ લાગિ જોડિ, અસું નગર ભલઉં ઉપધન્ન, જે જમલિ નવિ દીસઈ અવંન. તેણઈ નગરિ જે વરંતિ રાય, ભૂમંડલિ જે હનઉ ભડવાય, દાનવંત નિ સાહસવૃરિ ધીર, સિદ્ધરાય જેસંગદે વીર. ચીરાસી ચુટાં તિહાં ચંગ, નવ નવ ઉચ્છગ હુઈ અતિરંગ, વસિ વિવહારિઆ અતિહિ ઉદાર, લખેશરીના ન લહઈ પાર. જિનશાસન સવિતું માહિ સાર, રૂડાં દેહરા અતિહિ અપાર, તેણઇ નગરિ ગયાં સૂઝીઇ, પુષ્ક લેઈ પાસજ પૂજાઇ. સિહથિરાં હથિયાર જ ધરિ. વિયરી સઘલા સેવા કરી, પંચકરણી જસ ન લહુ પાર, રૂદ્રમાલ ઉજે ણિ ઉદ્ધાર, સિપિરબદ્ધ તેવડઉ પ્રાસાદ, મેરગિરિશું જે લિઇ વાદ, પરબદ્ધ અછિ સવિશાલ, સંખ્યા સહસ્ત્ર ચૌદ ચુંબલ. મંડપ થંભ બહૂ ગોમટા, કુહાગ તણી રૂપ સામટા, ડિંડ કલસધ્ધ ન લહું પાર, જાણે ઇંદ્રભુવન અવતાર. ચઉપથિ ચઉદ સાહસ દેહરી, સોવિન શષર ધજા પરવીર, તે ગઇ દિઠિ દુઃખ ભવનાં જાઇ, અસુ પ્રસાદ નહી ત્રિભુવન માંહી.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy