SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૧૪ વીરઘવલ - (ઉલ્લાસ અને હર્ષથી) આ સિદ્ધપુર પાસે પ્રાચીનમુખ સરસ્વતીના પવિત્ર - પ્રવાહ ઉપર, બ્રહ્માના શિરચ્છેદના પાતકની વિશુદ્ધ થવા માટે જાણે અહીં ભગવાન ભદ્ર-કલ્યાણ કરનાર મહાકાલે અધિવાસન-પોતાની સ્થાપના કરેલ છે. આ શિવની જટામાંથી નીકળતી પવિત્ર ઘવલ (શ્વેત) સમુદ્ર જેવો પ્રવાહ જાણે ત્રિકાળ ચામર ઉડાડતો હોય અને ઊંચીનીચી થતી ઘૂમરીઓ (વમળો) દ્વારા નૃત્ય કરતો આગળ વધે છે, તે જાણે (ભગવતી સરસ્વતી) અનલ (અગ્નિ) જેવા ચક્ષુ વડે, ભગવાન રૂદ્ર મહાકાલદેવને નિરાંજન કરે છે - આરતી ઉતારે છે. પ્રબંધચિંતામણિ આ ગ્રંથ સંવત ૧૩૬૧ના ફાગણ સુધી પૂનમને રવિવારે, મેરૂતુંગાચાર્યે વઢવાણમાં સંસ્કૃત ભાષાની અંદર સર્જન કરતાં પૂર્ણ કર્યો હતો. આ ગ્રંથમાં વિક્રમથી આરંભી ચાવડા અને ચૌલુક્ય રાજાઓના પ્રબંધો રજૂ કરતાં, વનરાજથી ચાવડાઓ અને મૂળરાજથી સોલંકી તથા વાઘેલા રાણા વીરઘવલ સુધીના વાઘેલા રાજાઓના, તેમજ વસ્તુપાળ તેજપાળ તથા બીજા કેટલાક પ્રભાવક પુરૂષોના પ્રબંધોમાં રજૂ કરેલા છે. તેમાંથી કેટલીય ઐતિહાસિક, સામાજિક અનન્ય વિગતો મળે છે. આ ગ્રંથમાં રૂદ્રમહાલય માટે બે ત્રણ પ્રબંધો રજૂ થયા છે. તેમાંથી ઉપયુક્ત માહિતી ગુજરાતી ભાષાંતરમાં અહીં રજૂ કરવામાં આવી છે.' સિદ્ધપુરમાં રૂદ્રમહાલયના આરંભ વખતે, તેના શિલ્પ સ્વામીના એક ઉપયોગી ઉપકરણને લાખ રૂપિયા આપી છોડાવ્યાથી હકીકત આગળ પ્રકરણમાં આપી ગયા છીએ, તેથી તેની પુનરુક્તિ અત્રે કરવામાં આવી નથી. આ જ પ્રમાણે રૂદ્રમહાલય પ્રાસાદની અંદર, પોતાની તેમ જ અશ્વપતિ, ગજપતિ અને નરપતિ રાજાઓની પ્રતિમાઓ મૂકાવ્યાનું આ જ ગ્રંથને આધારે રજૂ કર્યું છે. આ સિવાય બીજા એક પ્રસંગ રૂદ્રમહાલય સિવાયનાં મંદિરો ઉપરથી ધજાઓનો અનુષંગી આ ગ્રંથમાંથી મળે છે તે નીચે પ્રમાણે રજૂ કરવામાં આવે છે. ચોમાસું ઉતર્યા પછી રાજાએ પાછા વળતાં, શ્રીનગર (સિદ્ધપુર)માં મુકામ કર્યો. ત્યાં તે શહેરના મંદિરો ઉપર ધજાઓ જોઇ એટલે, આ કોને મંદિરો છે ? એમ બ્રાહ્મણોને પૂછ્યું, તેઓએ જૈનોનાં તથા બ્રહ્માનાં છે.” એમ કહ્યું. એટલે રાજાએ કોધમાં આવીને કહ્યું કે, “ગુજરાતમાં જૈનમંદિરો ઉપર ધજા ચડાવવાની મેં મના કરી છે અને આ તમારા ગામમાં જૈન મંદિરો ધજાવાળાં કેમ છે ?” ત્યારે તેઓએ વિનંતી કરી કે, આપ સાંભળો. વાત એવી છે કે, સત્યયુગમાં જ્યારે મહાદેવે આ મોટા (તીર્થ સ્થાનની સ્થાપના કરી, ત્યારે શ્રી ઋષભદેવસ્વામીનું અને બ્રહ્માનું એ બે મંદિરો પોતે કરાવ્યાં અને તેના ઉપર ધજા ચડાવી. તે આ મંદિરોનો પુણ્યશાળી માણસોને હાથે જીર્ણોદ્ધાર થતાં થતાં, ચાર યુગો વહી ગયા. વળી શ્રી શંત્રુજય મહાગિરિનો આ નગર તલપ્રદેશ ગણાય છે, કારણ કે નગરપુરાણમાં જણાવ્યું છે કે : (શેત્રુંજાની) મૂળ આગળની ભૂમિનો પચાસ યોજન વિસ્તાર, ઉપરથી ભૂમિનો દશ યોજના અને ઊંચાઇ આઠ યોજન એ પ્રમાણે જિનેશ્વરના પર્વતનું (શેત્રુંજાનું) ક્ષેત્રફળ ગણાય છે. •
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy