SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૪૯ અકબંધ મળી રહેશે એમાં કોઇ શંકાને સ્થાન નથી. ઐતિહાસિક નગર પાટણની આથમણે ચારેક ગાઉ દૂર વડલી નામનું નાનકડું ગામ આવેલું છે. ૧૦ થી ૧૫૦ માણસની વસ્તી ધરાવતા આ ગામમાં ભરવાડ, કુંભાર, ઠાકોર વગેરે કોમના માણસો સંપથી રહે છે. આ વડલી ગામની વિશિષ્ટતા એ છે કે ગામના પાદરે જ્યાં ખોદકામ કરે ત્યાં ધરતીની નીચે ચણાયેલ હોઘંબાબંધ દિવાલો નીકળે છે. . આ ગામનું ઐતિહાસિક રીતે ધણું મહત્વ છે. અણહિલવાડ પાટણનો સમૃધ્ધ ઇતિહાસ વડલીની ધરા નીચે ધરબાયેલો પડ્યો છે. લેખકે અનેક વખત નગર પાલિકાને પુરાતત્વ ખાતાને અને જીલ્લાના કલેકટરશ્રી આગળ આ ગામનું ઉત્પનન કરવાની રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ ખાતાએ મારી વાત ધ્યાનમાં લીધી નથી. વડલીમાં એક પત્રકાર પરિષદ પણ ભરાઇ હતી અને એક સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો. વડલી ગામમાં પ્રાચીન પાટણના ઘીકાંટાની જગ્યા મને વડલીના એક વયોવૃદ્ધ નાગરકિ શ્રી પ્રભુદાસભાઇએ બતાવી. ગામ બહાર એક ટેકરા ઉપર કેરડાના ઝાંખરા નીચે આ જગ્યા હોવાનું તેમણે મને બતાવ્યું. ગામના અનેક લોકોની મેં મુલાકાત લીધી અને બધાએ જણાવ્યું કે વડલી ગામમાંથી અનેક મૂર્તિઓ નીકળેલી. શ્રી પ્રભુદાસ શંકરભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે, “મને યાદ છે કે આ જગ્યાએ એક મોટું ભોયરું હતું ત્યાં ઘણાં વર્ષો પહેલાં ખોદકામ થયેલું અને જૈન ભગવાનની મૂર્તિઓ પણ નીકળેલી. આ ભોયરાને પ્લાસ્ટર કરી બંધ કરી દેવાયેલું છે.” - આ વાતના સમર્થનમાં મારે ખાસ જણાવવાનું કે પાટણના નવા બનાવેલા પંચાસરા પાર્શ્વનાથ જિનાલયોમાં ચારેબાજુ જે પ૧ દેરીઓ છે તેમાં એક દેરીમાં “વડલી પાર્શ્વનાથ'ની મૂર્તિ બિરાજમાન છે. પ્રાચીન સાહિત્યમાં ‘વડલી” નો ઉલ્લેખ ‘વટપલ્લી' તરીકે થયેલો છે. શેઠ બી. જે. ઇન્ડોલોજી મારફત પ્રસિધ્ધ થયેલ ગ્રંથ 'ગુજરાતનો સાંસ્કૃતિક અને રાજકીય ઇતિહાસ” માં પાટણના સોલંકી વંશ વિશેના પ્રકરણમાં વડલી ગામે ખોદકામ થયું હતું અને અહીંથી જૈન તીર્થકર ભગવાનની મૂર્તિઓ મળી હતી તેનો સ્પષ્ટ ઉલ્લેખ વાંચવા મળે છે. વડલી એ અતિ પ્રાચીન ગામડું છે. તેમાં હનુમાનજી, મહાદેવજીના પ્રાચીન મંદિરો પણ જોવા મળે છે. વડલીના તળાવમાં સરકારે દુષ્કાળના સમયમાં રાહતકામ તરીકે થોડાંક જ વર્ષો પહેલાં ખોદકામ કરાવતાં તેમાંથી એક ભવ્ય ઇમારતની ચુનાના પ્લાસ્ટરવાળી દિવાલો મળી આવી છે. ગ્રામજનો એને જમીનમાં દટાયેલ મોટી વાવ” હોવાનું જણાવે છે. ગામના છેવાડે નદીના કિનારે હનુમાનજીના મંદિરમાં એક મોટો શિલાલેખ છે. જે તેલ સીંદુરથી ખરડાયેલો હોઈ વાંચી શકાયો નથી. ગામામાં પાળીયા પણ જોવા મળે છે. દરેક જગ્યાના ફોટા પણ ફોટોગ્રાફર શ્રી રશ્મિભાઇ પારેચા પાસે લેવડાવ્યા. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પુરાતત્વ વિદ્યાશાખા પાટણમાં શરૂ કરવી જોઇએ. યુનિવર્સિટીના તથા પુરાતત્વ ખાતાના અધિકારીઓએ સંયુકત રીતે આ વડલી ગામના ઉલ્બનનો
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy