SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૪૮ મળી આવે એમાં કોઈ શંકાને સ્થાન નથી. જે નગરે ગુજરાતના પાટનગર તરીકે લગભગ સાડા પાંચસો વર્ષ સુધી ગૌરવવંતુ સ્થાન ભોગવ્યું છે. એ નગર અહીં વડલીમાં અને તેની આસપાસના પ્રદેશમાં સુતેલું પડ્યું છે. વડલી ગામનું ઉત્પનન સો ટકા ફળદાયી છે. આમ તો પુરાતત્ત્વવિદોએ શોધખોળ કરતાં પહેલા ક્યાંક કચ્છના ધોળાવીરાની જેમ જગ્યા શોધવી પડે, પછી તેમાં ખોદકામ થતાં પ્રાચીન અવશેષો મળે પણ ખરા અને ન પણ મળે જ્યારે આ પાટણથી આઠ કિલોમીટર દૂર આવેલા વડલી ગામનું ખોદકામ તો સો ટકા પરિણામ આપે એવું છે. ગામમાં ઠેરઠેર ખોદાયેલા ખાડા જોઈ મેં કેટલાક ગ્રામજનોને પૂછયું કે, “આ ખાડા કેમ ખોદવામાં આવ્યા છે ?” “જેને ઘર બનાવવું હોય તેણે આ જમીનમાં ખોદકામ કરી તેમાંથી ઈંટો કાઢી ઘર બનાવી લેવાનું ગ્રામજનોએ જવાબ આપ્યો.” ન ખોદાયેલા ખાડાઓમાંથી કાઢેલી ઇંટોના મેં કેટલાક ઢગલા જોયા પણ ખરા ! ચોરસ આકારની મોટી વજનદાર ઇંટો દશ ઇંચ લાંબી અને દશ ઇંચ પહોળી હતી. એક ઇંટનું વજન પાંચ કિલો સાતસો ગ્રામ જેટલું થયું હતું. આજે પણ કેટલાય ખાડાઓમાં હોઘંબા બંધ મકાનોની દિવાલો ઉભી હોવાનું નરી આંખે સ્પષ્ટ દેખાય છે. કોન્ટ્રાકટર આ ઇંટો ખોદી ખોદી રોડાં તરીકે પણ લઇ જતા હશે જ. ગામના આગેવાનો શ્રી ખુશાલભાઇ પરમાર, શ્રી ભગવાનભાઈ પ્રજાપતિ તથા શ્રી અમૃતલાલ પ્રજાપતિ વગેરે મિત્રોએ સાથે રહી વડલી ગામની વિવિધ જગ્યાઓ બતાવી. કેટલીક જગ્યાએ ચુનાનાં ધાબાં નાખેલાં હોય અને નીચે મોટા રૂમ હોય એવું બાંધકામ પણ જણાય છે. પ્રાચીન પાટણમાં કુમારપાળ જેવા રાજવીએ જૈન ધર્મ અંગીકાર કરેલો તથા શ્રી હેમચંદ્રાચાર્ય જેવા મહાન જેન આચાર્ય થઈ ગયા. ત્યાંના મહામાત્યો પણ જૈનો જ હતા તેથી જૂના પાટણમાં મોટા મોટા જૈન દેરાસરો પણ બંધાયા હોવાના ઉલ્લેખો ધણા ગ્રંથમાં મળે છે. શ્રી બી. જે. વિદ્યાભવન પ્રકાશિત ગ્રંથ “સોલંકી કાળ''ના પાન નં. ૫૩૮ પર જણાવ્યું છે કે “આ વડલી પ્રાચીન પાટણનું ઉપનગર ગણાતું. ત્યાં સારી એવી વસ્તી હતી અને જૈનોનાં મંદિરો પણ આવેલાં. આજથી પચીસ વર્ષ પૂર્વે (આજની તારીખથી ૫૦ વર્ષ પૂર્વે) આ ગામમાં ખોદકામ કરતાં એક ભોયરું મળી આવ્યું હતું. જેમાંથી આશરે ૩૦૦ (ત્રણસો) જેટલી નાની મોટી જૈન પ્રતિમાઓ દટાયેલી પ્રાપ્ત થઇ હતી.” આ વાતની મને બરાબર ખબર હતી એ મૂર્તિઓ પાટણમાં લાવવામાં આવેલી અને આજના નવા બંધાયેલા ભવ્ય પંચાસર પાર્શ્વનાથના દેરાસરની ચારેબાજુની નાની દેરીઓમાં લગભગ આજ પ્રતિમાઓ પધરાવી હોવાનું મને જાણ છે. વડલી ગામનું ખોદકામ કરાવવાથી રાજા મહારાજાઓના, અમાત્યોના, શ્રેષ્ઠીઓના ભવ્ય મહાલયો અને પ્રાસાદો મળી આવવા સંભવ છે. તેની સાથે અઢળક સંપતિ પણ મળવાની પૂરેપૂરી શક્યતા છે. પાટણ નજીકના એક ખેતરમાંથી ચાંદીના રૂપિયા મળી આવ્યા હતા. જે સરકારશ્રીએ ટ્રેઝર - ટ્રોવ એક્ટ હેઠળ કબજે કર્યા હતા. આ રીતે વડલી ગામનું ઉત્પનન પુરાતત્ત્વ ખાતાને માથે નહી જ પડે એમ મારું નમ્ર મંતવ્ય છે. કદાચ સંપત્તિ ઓછીવત્ત મળે પણ ગુજરાતનું પ્રાચીન પાટનગર અણહિલવાડ
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy