SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૫૦ કાર્યક્રમ હાથ ધરવો જોઈએ. ધરતીમાં ગરકાવ થઈ ગયેલી ગુજરાતની પ્રાચીન પાટનગરી ફીનીક્સ પક્ષીની માફક મળી આવશે. આળસ મરડીને બેઠી થશે એમાં કોઈ શંકા નથી. પુરાતત્વ ખાતું સત્વરે આ કામ હાથ પર લે એવી મારી નમ્ર વિનંતી અને માંગણી છે. તાજેતરમાં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી માનનીય આનંદીબેન પટેલ, પુરાતત્વખાતાના મુખ્ય અધિકારીશ્રી રાવત તથા મેં ત્રણે જણાએ સાથે આ વડલી ગામની મુલાકાત લીધી હતી. ગ્રામજનોએ આપેલી માહિતીથી મંત્રીશ્રી પ્રભાવિત થયા હતા અને આગામી બજેટમાં “વડલી'ના ઉત્પનન માટે બજેટમાં રકમ ફાળવવા ખાત્રી આપી હતી. વડલીનું ખોદકામ કરાવતાં વિદેશની મુલાકાતીઓ આવશે અને સરકારને હુંડીયામણની પણ આવક થશે. વડલીના ઉત્પનનથી “પાટણ'વિશ્વના નકશામાં ઉપસી આવશે એવી મને શ્રધ્ધા છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy