SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૪૭ પટ્ટણ, નહરવાલા પાટણ વગેરે નામોથી વિવિધ સાહિત્યમાં જોવા મળે છે. હાલના નવા પાટણની પશ્ચિમે ત્રણેક કિલોમીટર દૂર ‘અનાવાડા” નામે ગામડું છે જે ‘અણહિલવાડ’ નું અપભ્રંશ થયેલ છે. ઉપર જણાવેલ બેનમૂન વર્ણન વાળું ભવ્ય નગર ક્યાં ધરબાયેલું હશે ? સહસ્ત્રલિંગ સરોવર, રાણી ઉદયમતિની વાવ સહિત પ્રાચીન પાટણનો સર્વનાશ સરસ્વતી નદીનાં વિનાશકારી પૂરના કારણે જ થયો હોવાનું લગભગ તમામ ઇતિહાસકારો માને છે. ' આવું સમૃધ્ધ અણહિલપુર પાટણ ધરતીમાં ધરબાયેલું છે. આ નગરનો ચોક્કસ વિસ્તાર કહેવો મુશ્કેલ છે. પરંતુ હાલના નવા પાટણના કેટલાક વિસ્તારથી માંડી લગભગ દસ થી બાર માઇલના ઘેરાવાનું આ નગર હોવાના પુરાવા મળે છે. હાલના પાટણના પશ્ચિમ દિશામાં આઠેક કિલોમીટર દૂર વડલી' નામનું નાનકડું ગામ આવેલું છે. જ્યાં પ્રાચીન પાટણ દટાયેલું હોવાના સ્પષ્ટ પુરાવા મળે છે. તા. ૩૦-૩-૧૯૯૭ના રોજ એક બ્લડ ડોનેશનનો કેમ્પ આ નાનકડા વડલી ગામે રાખવામાં આવેલો. આ બ્લડ ડોનેશનના કેમ્પ સાથે જોડાઈ મેં આ વડલી' ગામની મુલાકાત લીધી. પ્રાચીન અણહિલપુર પાટણનો ઘી કાંટો' આ વડલી ગામમાં હતો એવી લોકવાયકા અમારા વિસ્તારમાં આજે પણ પ્રચલિત છે. ઇતિહાસ અને પુરાતત્વ વિદ્યાના એક જીજ્ઞાસુ તરીકે મારે વડલી ગામની મુલાકાત લેવાની ઇચ્છા તો હતી. ત્યાં મને આ તક મળી ગઈ. મારી સાથે ફોટોગ્રાફર મિત્ર પણ હતા જ. : - વડલીની સમગ્ર ધરતીમાં ઠેર ઠેર જુનું પાટણ ડોકીયા કરતું મારી નજરે પડયું. કોઇપણ જાતનું ખોદકામ કર્યા વગર જ પ્રાચીન પાટણ પોતાનું માથું ધરતીમાંથી બહાર કાઢી પોતાની આંખો મારફત આહ્વાહન કરી રહ્યું છે. અરે, હું અહીં દટાયેલ પરું છું તમારે શોધખોળ કરવાની કે ફાંફા મારવાની જરૂર ન નથી. તમે પાવડો કોદાળી લઈ વડલીમાં કોઇપણ સ્થળે ખોદવા માંડો, તમને આખું સમૃધ્ધ નગર મળશે. ઓછામાં ઓછી મહેનતે, સાવધાનીપૂર્વક આ વડલી ગામમાં ખોદકામ કરવાથી ઉપરના વર્ણનવાળું પ્રાચીન પાટણ મળી આવવા પાકો સંભવ છે. શેઠ બી. જે. વિદ્યાભવન, અમદાવાદ તરફથી પ્રસિધ્ધ થયેલ “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ” ગ્રંથ ૪ માં આ વડલી' ગામનો ઉલ્લેખ મળે છે. આ ગ્રંથમાં ‘અણહિલપાટક પત્તન” નામના પ્રકરણમાં પાન નં. ૧૧ ઉપર જણાવ્યું છે કે પ્રાચીન પાટણની પશ્ચિમ સીમા હાલના પાટણથી પશ્ચિમ દિશાએ પાંચેક માઇલ દૂર વડલી' ગામ સુધી નિદાન હશે. એ ગામ પાસેના એક ટેકરાને સ્થાનિક લોકો જૂના પાટણના ઘીકાંટા' તરીકે ઓળખાવે છે. જૈન સાહિત્યમાં ‘વટપલ્લી' તરીકે આ સ્થાનનો ઉલ્લેખ આવે છે. વટપલ્લી એટલે વડના ઝાડોનો સમૂહ એવો થાય. એટલે આ ગામડું પ્રાચીન છે એમાં કોઈ જ શંકા નથી. | વિક્રમ સંવત ૮૦૨ માં વનરાજ ચાવડાએ આ અણહિલપુર પાટણ વસાવ્યું એ જગ્યાએ પૂર્વે લાખારામ નામનું પ્રાચીન નગર હતું એમ પણ કેટલાક ઇતિહાસકારોનું મંતવ્ય છે. વડલી ગામે જો વ્યવસ્થિત ખોદકામ કરવામાં આવે તો ધરતીના પેટાળમાંથી એક મહાનગરી
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy