SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૨૬ આયુધો જેવાં કે ધનુષ, ચક, વજ, ખગ્ન, કટાર, જમૈયો, ત્રિશુળ, સાંગ, પરશુ, ભાલો, મુષ્ટિ, પાશ, હલ, મુશળ, ગોફણ, ગદા વગેરેનો વારંવાર ઉલ્લેખ જોવા મળે છે. શતદની નામના શસ્ત્રથી એકી સાથે સો મનુષ્યોનાં મોત નિપજાવી શકાતાં હતા. મહિલાઓ પણ યુધ્ધમાં સક્રિય ભાગ લેતી હતી. તેથી તેઓને પણ તાલીમ અપાતી. સ્ત્રી સૈનિકો ‘ક્ષિપકા' નામનું હથીયાર વાપરતી એવો ઉલ્લેખ (સર્ગ-૫, શ્લોક ૧૫) માં આવે છે. આમ પ્રાચીન પાટણમાં વ્યાયામ પ્રવૃત્તિને ઉત્તેજન આપવા પધ્ધતિસરની વ્યાયામ શાળાઓ ચાલતી હતી. આ પરંપરા નવા પાટણમાં બીજા સ્વરૂપે ચાલુ રહી છે. પાટણ એ વડોદરા રાજ્યના તાબાનું મહત્વનું શહેર હતું. વડોદરા રાજ્યમાં શાળાઓમાં કસરત શિક્ષકની જોગવાઇ હતી. કસરત શિક્ષકો માટે દરેક વર્ગમાં જુદો તાસ-પિરીયડ ફાળવવામાં આવતો. આ પિરીયડમાં વિદ્યાર્થીઓને રમતના મેદાનમાં લઈ જઈ એમને ડ્રીલ કરાવવામાં આવતી. ઉપરાંત લાઠી, લેઝીમ, ડંબેલ્સ વગેરેનો વિવિધ દાવો શીખવવામાં આવતા હતા. પ્રસંગોપાત આખું શાળાના તમામ વિદ્યાર્થીઓને એક સાથે ડ્રીલ કરાવવામાં આવતી. આ દશ્ય ખરેખર નીહાળવા જેવાં હતાં. પાટણના વિવિધ મહોલ્લા-પોળોમાં અખાડા ચલાવવામાં આવતા હતા. જ્યાં યુવાનોને કસ્તી કરાવવામાં આવતી. શ્રી રામપ્રસાદ ભૈયાજી, શ્રી રતીલાલ રાવલ, શ્રી જયંતિલાલ ડી. વ્યાસ, શ્રી સીતારામ અપ્પા, શ્રી માણેકલાલ દવે, શ્રી ભ્રમરસિંહ વગેરે પહેલવાનો પાટણના યુવકોને ખડતલ બનાવવા વિના મૂલ્ય વ્યાયામ શાળાઓ ચલાવતા હતા. જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ કુસ્તીના દંગલો યોજતાં તેમાં પાટણના કુસ્તીબાજો ખૂબ સારો દેખાવ કરતા અને ચંદ્રકો જીતી પાટણનું નામ રોશન કરતા હતા. બાથના અભાવે પાટણના દેરાણી-જેઠાણીના વિશાળ કૂવામાં શ્રી ભૈયાજી તથા એમના શિષ્યો વિદ્યાર્થીઓને તરવાનું શીખવતા હતા. ધૂળેટી અને દશેરા જેવા પર્વના દિવસે વ્યાયામ વીરોની પાટણમાં શોભાયાત્રા નિકળતી. રસ્તામાં ચોકમાં પિરામીડો, સોટીદાવ જેવી વ્યાયામનું પ્રદર્શન કરાવવામાં આવતું હતું. શોભાયાત્રામાં ભાગ લેનાર યુવકોને ચણા, ગોળ, ખજૂર અને દૂધનો નાસ્તો પણ આપવામાં આવતો હતો. પાટણ કુસ્તીમાં ખૂબ વખણાતું હતું. પાટણના દરેક જિલ્લા દંડ, બેઠક અને કુસ્તીની પ્રવૃત્તિથી ધમધમતું હતું. એક હજાર દંડ બેઠક મારનાર પહેલવાન પાટણમાં હતા. બાળ બ્રહ્મચારી એવા શ્રી રામપ્રસાદ ભૈયાજીની વ્યાયામ ક્ષેત્રની સેવાઓ માટે પાટણ એમનું સદાય ઋણી રહેશે. ગામડાઓમાં બીન ખર્ચાળ એવા ગીલ્લી-દંડા, હાતુ, દોડ પકડ, આંધળી ખિસકોલી, આંબલી-પીંપળી, થપ્પો, સંતાકુકડી જેવી રમતો રમાતી. એજ રીતે છોકરીઓ પગથીયાં કુદતી, દોરડા કૂદતી, કોડીઓ, કચૂકા અને કરકસોની વિવિધ રમતો રમતી. ગામના ગોંદરે બાળકો ઝાડ પર ચડીને પણ રમતો રમતા હતા. વડની વડવાઈ પકડી ઝૂલો ઝૂલતી. પછી તો સુધારાનો પવન વાવા માંડ્યો. આશરે નેવું વર્ષ પહેલા પાટણમાં સરકારી દવાખાના સામે બાલાભાઇ કલબની સ્થાપના થઈ. જ્યાં મોટા ભાગે સરકારી અમલદારો, ડૉકટરો, વકીલો, અને સંપત્તિવાન વેપારીઓ ભેગા થઈ ગંજીપાના રમતાં. પાછળથી ત્યાં ટેનીસનો કોટ પણ બનાવવામાં આવ્યો છે. એજ રીતે આશરે એંશી વર્ષ પહેલાં પાટણમાં શ્રી મણીલાલ કરમચંદ જીમખાનાની
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy