SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા પ્રાચીન પાટણમાં રમાતી રમતો અને ઉજવાતા ઉત્સવો : પાટણના જનજીવનમાં ઉત્સવોનું અનેરૂં સ્થાન હોય એમ પ્રાચીન ગ્રંથોના વાચન ઉપરથી લાગે છે. ‘યાશ્રય’ નામના સંસ્કૃત મહાકાવ્યમાં કાર્તક સુદ-૧ ના રોજ બલિમહનો ઉત્સવ ઉજવાતો (સર્ગ-૩, શ્લોક ૩૨) આ દિવસે લોકો સારાં કપડા લત્તાં, પહેરી અને તાંબુલ ભક્ષણ કરતાં. મહિલાઓ પણ આમાં ખેડાતી ‘વસંતોત્સવ' ઉજવાતો હોવાની વાત પણ જોવા મળે છે. ગ્રીષ્મ ઋતુમાં હિંડોળાના ઉત્સવો થતા (૫,૧૪૧) એક મોટા સ્તભં ઉપર મોટી ધજા ચડાવી આસો માસમાં ‘ઇન્દ્ર મહોત્સવ’ ઉજવવામાં આવતો હતો. દર મહિનાની સુદ બીજના ચંદ્ર દર્શનનું મહત્વ ગણાતું આને ‘કલ્યાણી દ્વિતીયા' કહેવાતી હતી. (૨૦,૩) ૧૨૫ રમતોત્સવના પણ ઘણા પ્રસંગો જાણવા મળે છે. છોકરીઓ પાંચ કૂકા જેવી પાંચ સળીયો, પાંચ પાસથી રમતો રમતી. આ ઉપરાંત ચોપાટ, શતરંજ પણ રમાતી. સુખી અને સમૃધ્ધ લોકો શિકારના શોખ ધરાવતા હતા. શિકારીઓ પાળેલા કુતરા રાખતા અને તેનાથી જંગલમાં હરણનો શિકાર કરતા હતા. (સર્ગ-૨, શ્લોક ૨૩૧) ગામડાઓમાં ગેડીદડાની રમત રમાતી. મુષ્ટિ યુધ્ધો પણ થતાં (૩,૧૦) શહેરમાં જાહેર મેદાનમાં આખલાની સાઠમારી કરવામાં આવતી. આ ઉપરાંત ધોડા, ઊંટ તેમજ વાહનો દોડાવવાની શરતો લગાવવામાં આવતી હતી. જળાશયોમાં સ્ત્રી પુરૂષો, સાથે જ જલક્રીડા કરતાં હતા. આ ઉપરથી જણાય છે કે સમૂહવિહાર અને સહક્રિડા જેવી ઉદાર ભાવના પટ્ટણીઓમાં એ કાળમાં પ્રવર્તતી હતી. સંસ્કૃત ‘હ્રયાશ્રય’ મહાકાવ્યમાં ચિત્રકલા અને સંગીતકલાના ઉલ્લેખો વાંચવા મળે છે. નૃત્યકળા પણ પ્રચારમાં હતી એમ કેટલીક વારાંગનાના પ્રસંગો પરથી જણાય છે. ચિત્રકલાનો કેટલો સારો વિકાસ થયો હતો એ જાણવા માટે એક જ પ્રસંગ પૂરતો છે. સિદ્ધરાજના પિતા કર્ણની તસ્વીર મૃણાલ (મયણલ્લા)ને અને મૃણાલની છબી કર્ણને દેખાડવામાં આવી હતી. જે જોઇને એકબીજા પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થયો હતો. તેમ સ્પષ્ટ નોંધ ‘હ્રયાશ્રય' માંથી મળે છે. માત્ર તસ્વીરમાં દોરેલી છબીમાં જોયેલી મૃણાલને કર્ણ બગીચામાં ઓળખી કાઢે છે. (૯,૧૩,૮) એ વખતે ચિત્રો કાપડ ઉપર ચીતરવામાં આવતાં એમ પટ, ચિત્રપટ જેવા શબ્દો પરથી જણાય છે. સંગીતકલા પણ સારા પ્રમાણમા વિકાસ પામેલી હતી. ‘દ્દયાશ્રય’ મહાકાવ્યમાં સંગીતકલાના ઘણા ઉલ્લેખો વાંચવા મળે છે. તે સમયે પાટણમાં ભેરી-શરણાઇ, ઢક્કા-ઢોલ, આનક નગારૂં, શંખએકતારો, વીણા વગેરે વાંજીત્રો વપરાશમાં હતા એમ (સર્ગ-૩, શ્લોક ૧૮,૨૦) વાંચતા જાણવા મળે છે. પ્રાચીન પાટણ સંગીતના સૂરોનું કેટલું જાણકાર હતું એ નીચેની હકીકત પરતી જણાય છે. જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓના અવાજોને વિવિધ સૂરો સાથે સરખામણી કરી છે. કોયલનો સૂર પંચમ, મોરનો ષડ્ઝ અને સારસનો મધ્યમ, ગાયનો ઋષભ, ધોડાનો ધવૈત, હાથીનો નિષાદ વગેરે વૈજ્ઞાનિક વર્ગીકરણનો સંગીત સંશોધકોએ અભ્યાસ કરવા જેવો છે. વ્યાયામ શાળામાં યુધ્ધમાં વપરાતા શસ્રાસ્ત્રોથી પ્રત્યક્ષ તાલીમ અપાતી, વિવિધ પ્રકારના
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy