SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૨૭ સ્થાપના થઈ એનો વહીવટ પાટણ નગરપાલિકા હસ્તક ચાલે છે. તેમાં પણ અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. ગંજીપાના ઉપરાંત, સુંદર બે ટેનીસ કોટ, બેડમિંગ્ટન હોલ, ઓપન એર થિયેટર, તેમજ કુસ્તી માટેનો અખાડો જેવી વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. આ ઉપરાંત પાટણનાં અદ્યતન સાધનોથી સુસજ્જ એવી જીગ્નેશીયમ ખાનગી વહેપારી ધોરણે પ્રવૃત્તિઓ ચાલે છે. આ બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લેનારે દર મહિને સારો એવો ખર્ચ ઉઠાવવો પડે છે. અભિનેતાઓનાં સૈઝવભર્યા શરીર જોઈ યુવાનો પણ બોડી બિલ્ડીંગ માઠે ઠીક ઠીક અંગ કસરત કરી રહ્યા છે. ઇન્ડોર ગેમ્સ ઘરના રહેઠાણના ઓરડામાં રમી શકાય એવી ચેસ જેવી રમતો પણ ક્યાંક ક્યાંક રમાય છે. પાટણના જીમખાનામાં ક્રિકેટની રમત માટે સુંદર વ્યવસ્થા છે. કેટલાક મહોલ્લા પોળોમાં પણ ક્રિકેટ કલબો સ્થપાઈ છે. આ કલબો પણ દિવસ-રાત સમય સુધી રમી શકાય તેવી ક્રિકેટની પ્રતિયોગીતાઓ યોજાઇ છે. પાટણમાં અખાડાની જગ્યાએ મહોલ્લે મહોલ્લે ક્રિકેટનો જ વધવાથી આ રમત રમાય છે. સરકારે રમતગમતનું મોટું સંકુલ ઊભું કર્યું છે. શ્રી ભૈયાજીના કેટલાક શિષ્યો આજે પણ છબીલા હનુમાનની જગ્યામાં અખાડા પ્રવૃત્તિ ચલાવી કુસ્તીબાજો તૈયાર કરી રહ્યા છે. જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ આ કુસ્તીબાજો નોંધપાત્ર દેખાવ કરી કુસ્તીઓમાં સફળતા મેળવે છે અને ચંદ્રકો જીતી પાટણનું નામ રોશન કરે છે. સુધરાઈ હસ્તક ચાલતા જીમખાનામાં પણ અખાડા પ્રવૃત્તિ ચાલે છે. પાટણમાં કેટલીક માધ્યમિક શાળાઓ ઉત્તમ રમત ગમતનું મેદાન પણ ધરાવે છે. (૧) શેઠ એમ. એન. હાઇસ્કુલ (૨) શેઠ બી. ડી. હાઇસ્કુલ (૩) શેઠ બી. એમ. હાઇસ્કુલ (૪) શ્રી આદર્શ હાઇસ્કુલ (૫) શેઠ વી. કે. હાઈસ્કુલ તેમજ અન્ય હાઈસ્કુલ પાસે વિશાળ પ્લે ગ્રાઉન્ડ છે. પાટણમાં ધી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી હસ્તક ચાલતી આર્ટસ, સાયન્સ, કોમર્સ, એજ્યુકેશન, લો કોલેજો અને એક્સપરીમેન્ટલ હાઇસ્કુલ વગેર સંસ્થાઓ એક જ કેમ્પસમાં આવેલી હોઈ વિશાળ પ્લેગ્રાઉન્ડ પણ છે. જ્યાં સુંદર ટેનીસ કોટ, ક્રિકેટ મેદાન જેવી સંધ રમતો રમી શકાય એવી સગવડ છે. શેઠ બી. ડી. હાઇસ્કુલ પાસે રમવા માટે વિશાળ પટાંગણ ઉપરાંત વિદ્યાર્થીઓને તરતાં શીખવાનો સુંદર ‘બાથ” પણ બાંધવામાં આવ્યો છે. કેડી પોલિટેકનીક પાસે પણ મોટું પ્લેગ્રાઉન્ડ છે. પાટણમાં નોર્થ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થતાં રમતોત્સવો અને યુવક મહોત્સવો પણ નિયમિત રીતે યોજાય છે. આ ઉત્સવ દરમ્યાન વ્યાયામ પ્રવૃત્તિઓ ઉપરાંત વિવિધ સંસ્કાર પ્રવૃત્તિઓ પણ થાય છે. જેનાથી સંભાવના સારી એવી વિકાસ પામી છે. - પાટણ પ્રાચીન કાળમાં શૌર્યવૃત્તિમાં અર્થાતુ વ્યાયામ ક્ષેત્રે જેમ અગ્રેસર હતું એવું વિધાન શ્રી હેમચંદ્રાચાર્ય વર્ષો અગાઉ કરેલું તે મહદ્ અંશે આજે પણ નવા સ્વરૂપે એટલું જ સાચું છે. લોકમેળા પરથી સ્પષ્ટ જણાવે છે એ જ રીતે વિદ્યાર્થીઓ પણ વ્યાયામની વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રખરતા ધરાવે છે. એમ કહેવામાં અતિશયોક્તિ નથી. સરકારે પણ રમત ગમતનું જિલ્લા કક્ષાનું સંકુલ બનાવી વ્યાયામ ક્ષેત્રે નોંધપાત્ર કામ કર્યું છે. આમ સમગ્ર રીતે જોતાં રમતોત્સવ ક્ષેત્રે પાટણની પ્રખરતા જળવાઈ રહી છે. એટલું જ નહિ વિકસી પણ રહી છે. જે પાટણ માટે ગૌરવ લેવા જેવી હકીકત છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy