SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૨૪ (૪૪) વ્યાયામ અને ઉત્સવ ક્ષેત્રે પ્રખર પાટણ પ્રા. મુફદભાઇ પી. બ્રહ્મક્ષત્રિય પ્રાડુ શૌર્યવૃત્ત પ્રાડ શાસ્ત્ર પ્રાડ઼ શમે પ્રારૂં સમાધિષા પ્રાડ સત્યે પ્રા દૃર્શન્યાં પ્રાઙ ષડડચામિતો જન છે - શ્રી હેમચંદ્રાચાર્ય અર્થ :- આ પાટણ નગરના લોકો (૧) શૌર્યવૃત્તિમાં (૨) શાસ્ત્રમાં (૩) ઇન્દ્રિય જ્યમાં (૪) સમાધિમાં (૫) સત્યમાં (૬) છ દર્શનના અભ્યાસમાં (૭) વેદના છ અંગોના જ્ઞાનમાં અગ્રેસર છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પાટણના નગરજનોનું વર્ણન કરતાં તેઓ તમામ બાબતોમાં અગ્રણી-પ્રથમ કક્ષાના બતાવ્યા છે. તેમાં “શૌર્યવૃત્તિને પ્રથમ મૂકી છે. અર્થાત્ પાટણના નગરજનો પરાક્રમમાં, શુરવીરતામાં, શારીરિક ક્ષમતામાં યાને શરીરે પહેલવાન હતા. તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મગજ હોઈ શકે એ વાત એક હજાર વર્ષ પહેલાંના પાટણના નગરજનો સારી રીતે જાણતા હતા એ વાત ઉપરના વિધાનમાંથી સાબિત થાય છે. પાટણની પ્રજા વ્યાયામ પ્રિય છે. પાટણના નગરજનો ઉત્સવ પ્રિય છે. પ્રાચીન કાળથી આજદીન સુધી આના અનેક ઉદાહરણો મળી આવે છે. ૫૦ થી ૧૦૦૦ વર્ષ અગાઉ લખાયેલ ‘દ્વયાશ્રય', કીર્તિકૌમુદી' જેવા ગ્રંથોમાં ઉંડાણથી અભ્યાસ કરવામાં આવે તો પાટણની એ વખતની પ્રજા કયા કયા પ્રકારનો વ્યાયામ કરતી હતી અને કયા કયા ઉત્સવો ધામધૂમથી ઉજવાતા હતા એનું હૃદયંગમ વર્ણન વાંચવા મળે છે. એટલું જ નહિ સહસલિંગ સરોવરના કાંઠે જે વિવિધ વિદ્યાપીઠો હતી તેમાં ‘અંગવિઘા’, ‘ક્ષાત્રવિદ્યા', ‘ધનુર્વિદ્યા’, ‘નિશાનબાજી' જેવી અનેક બાબતોની પધ્ધતિસરની કેળવણી આપવામાં આવતી હતી એવા ઉલ્લેખ વાંચવા મળે છે. આ પાઠશાળાઓમાં માત્ર ધાર્મિક જ્ઞાન અપાતું નહોતું પણ ઐહિક (સાંસારિક-લોકસંબંધી) જ્ઞાન પણ રાજ્ય તરફથી અપાતું હતું. અત્યારે શાળાઓ, કોલેજો કે વિશ્વવિદ્યાલયો તરફથી રમતોત્સવ ઉજવાય છે. એવા ઉત્સવો વ્યાપક પ્રમાણમાં રાજય તરફથી ઉજવવામાં આવતા હતા એવું પણ પ્રાચીન ગ્રંથોમાંથી ફલીત થાય છે. શાંતિના કાળમાં જ આવા ઉત્સવો ઉજવાતા એમ નહિ પરંતુ દુશ્મનના સંભવિત આક્રમણ પહેલાં પ્રજામાં જોમ અને જુસ્સો જળવાઈ રહે, પ્રજા વિષાદતર વમળમાં આવી ન જાય એ માટે વિના મૂલ્ય જાહેર જગ્યાઓમાં નાટકો ભજવવામાં આવતાં. આવા પ્રસંગે ‘વંદ્વયુધ્ધ” (જેમાં બે પહેલવાન લડતા) ખેલાતા. પ્રજા યુધ્ધના જવામાં આવે નહિ પણ લોકો સ્વસ્થ મને પોતાને રોજીંદો વેપાર-ધંધો કારોબાર ચલાવે એવી વ્યવસ્થા રાજ્ય તરફથી થતી હતી.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy