SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ભતુ હરિકૃત પ્રકૃતિના વિલાસ પ સ્થૂલ, સૂક્ષ્મ અને કારણુ દેહા, તેની જાગ્રત, સ્વપ અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાએ તથા વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ વગેરે અવસ્થાઓને સર્વના કારણરૂપ પ્રકૃતિની સાથે પરબ્રહ્મ વિષે લય કરી દેવાઅર્થાત્ પ્રકૃતિ તથા તેના જુદા જુદા વિલાસા એ બ્રહ્મરૂપ છે, તે જાણવું-અને સાધનચતુષ્ટયસંપન્ન થયેલા પુરુષ નિત્ય નિદ્રાના ત્યાગ કરી જ્ઞાનસ્વરૂપ, આનંદમૂર્તિ, સત્ત્વ, રજ અને તમ આ ત્રણે ગુણથી રહિત, દેશ તથા કાલ આદિથી રહિત તુરીય તત્ત્વ તરીકે ગણાતા અને સર્વના આત્મારૂપ અદ્વૈત એવા પરબ્રહ્મનું ચિંતન કરવું. ૩૪ ૨૦ शार्दूलविक्रीडितवृत्त : संन्यासो विहितस्य केशवपदद्वन्द्वे व्यधायि श्रुता वेदान्ता निरवद्य निष्कलपरानन्दाः सुनिष्ठाश्चिरम् । संसारे वधबंधदुःखबहुले मायाविलासे ऽव्ययं ब्रह्मास्मीति विहाय नान्यदधुना कर्तव्यमास्ते क्वचित् ॥ ३५॥ શાસ્ત્રવિહિત સર્વ કર્મના કેશવ પરમાત્માના ચરણુયુગ્મમાં સંન્યાસ કરી દેવા-એટલે તેમનું જ યજન, પૂજન, ભજન વગેરે કરવું;- નિર્દોષ અને નિકાલ એવા પરબ્રહ્મનું જેમાં વર્ણન છે, એવા ઉપનિષદોને વિષે નિત્ય ઉત્તમ પ્રતિની શ્રદ્ધા રાખવી; તથા આ સંસારમાં મરણનાં અને અંધનનાં અનેક દુ:ખે ભાગવવાં પડે છે, અને જે માયાના એક ખેલ જેવા છે, તેને વિષે વયં માહિમ હું અવ્યય પરારૂપ છું' એવી ભાવના કરવી. તે સિવાય જીવનું આ સમયે બીજું કંઈ પણ કર્તવ્ય રહેતું નથી. ૩૫
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy