SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ વૈરાગ્યશતક जरा देंहं मृत्युहरति सकलं जीवितमिदं सखे! नान्यच्छ्रेयो जगति विदुषोऽन्यत्र तपसः॥७७॥ સ્વામીને પ્રસન્ન કરે કઠણ છે કારણ કે રાજાઓ અશ્વના જેવા ચંચળ ચિત્તવાળા છે અને જ્યારે આપણું ઇરછાઓ (તો) મેટી છે ત્યારે ચિત્ત ઊંચાં પદમાં લાગેલાં છે. જરા દેહને નાશ કરે છે અને મૃત્યુ સકળ જીવિતને નાશ કરે છે. માટે હે સખા! આ જગતમાં વિદ્વાનને તપ વિના બીજું શ્રેયસ્કર નથી. ૭૭ તાત્પર્ય એક એકથી મોટી મોટી આશાઓમાં એક્કેથી સંતોષ નહિ થાય અને રાત દિવસ એની એ આશામાં મન લેશિત રહેશે, તેના કરતાં કલેશને ત્યાગ કરી તપ તપવું એ ઉત્તમ! કારણ કે તપસ્વી થયા એટલે આત્મકલેશ વિરામ પામે છે. शार्दूलविक्रीडितवृत्त . माने म्लायिनि खण्डिते च वसुनि व्यर्थ प्रयातेऽर्थिनि क्षीणे बन्धुजने गते परिजने नष्टे शनैौवने। युक्तं केवलमेतदेव सुधियां यजझुकन्यापयः । पूतनावगिरीन्द्रकन्दरदरीकुञ्ज निवासः क्वचित् ॥७८॥ માન ભ્રષ્ટ થયું હોય, ધન નાશ પામ્યું હોય, માગણ નિરાશ થઈને પાછા જતા હોય, બંધુજન ક્ષીણ થયા હાય, ચાકરે જતા રહ્યા હોય અને વૈવન ધીરે ધીરે નષ્ટ થતું હોય, ત્યારે બુદ્ધિમાન મનુષ્યને તે કેવળ એ જ યોગ્ય છે કે, ગંગાના જળથી પવિત્ર થયેલાં પ્રસ્તરવાળા હિમગિરિની કંદરામાં કે સુંદર ગુફામાંના લતામંડપમાં નિવાસ કર. ૭૮
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy