SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ભર્તુહરિકૃત સાથળોના યુગલને પણ સ્વને આલિંગવા પામ્યા નહીં. તેથી અરેરે!! આપણે તે કેવળ માતાના દૈવનવનને છેદનાર કુહાડારૂપ જ નીવડ્યા. ૪૫ ' અર્થાત સંસારમાંથી છૂટવાને-મોક્ષને માટે ઈશ્વરના પદનું વિધિવત્ ધ્યાન ધરાયું નહિ, સ્વર્ગ મેળવવા માટે ધર્મ થયો નહિ અને સંસાર સુખે લેવાયું નહિ. એટલે વ્યર્થ જ જમ્યા. અનુક્રમે ત્રણે વિષય એક એકથી ઉતરતા છેઃ પ્રથમ મેક્ષ, તે ન બને તે ' સ્વગ અને તે ન બને તે ઐહિક (સાંસારિક) સુખ લેવું. મેક્ષ અને સ્વર્ગને માટે અગિયારમા શ્લોકની ટીકા જુઓ. ધર્મ એટલે યાગાદિ અને યાગાદિ ધર્મકૃત્યથી સ્વર્ગ મળે છે, મોક્ષ મળતું નથી. મોક્ષ તે માત્ર બ્રહ્મજ્ઞાનથી જ મળે છે. અવક–જે અવસ્થામાં જે અવશ્ય મેળવવું જોઈએ તે ન મેળવે તે પુરુષનું જીવન વ્યર્થ છે. , शार्दूलविक्रीडितवृत्त नाभ्यस्ता भुवि वादिवृन्ददमनी विद्या विनीतोचिता खड्गायैः करिकुम्भपीठदलनैर्नाकं न नीतं यशः। कान्ताकोमलपल्लवाधररसः पीतो न चन्द्रोदये तारुण्यं गतमेव निष्फलमहो शून्यालये दीपवत् ॥४६॥ અહે! જે પુરુષે પૃથ્વીમાં વિનયવાળા પુરુષોને અને વાદીઓના સમુદાયને જિતનારી વિદ્યાને અભ્યાસ કર્યો નહીં, અને ખની ધારથી હસ્તીઓનાં કુંભસ્થળને ફાડીને ચશને સ્વર્ગમાં પહોંચાડયે નહીં અને ચન્દ્રના ઉદયમાં સ્ત્રીના કોમળ અધરપલ્લવનું પાન કર્યું નહીં તેની જુવાની, શૂન્ય ઘરમાં બળતા દીવાની પેઠે નિષ્ફળ ગઈ. ૪૬
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy