SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્ય શતક ૨૯ પુરુષને ત્રાસ ઉત્પન્ન થતેા નથી. કારણ કે મે હમય પ્રમાદમદિરાનું પાન કરવાથી આ આખું જગત્જ ઉન્મત્ત થઈ ગયેલું છે એમ મને લાગે છે. ૪૩ સંસારના વ્યાપારથી ખિન્ન થયેલા પુરુષની ઉક્તિ. शार्दूलविक्रीडितवृत्त रात्रिः सैव पुनः स एव दिवसो मत्वाऽबुधा जन्तवो धावन्त्युद्यमिनस्तथैव निभृतप्रारब्धतत्तत्क्रियाः । व्यापारैः पुनरुक्तभुक्तविषयैरेवंविधेनामुना संसारेण कदर्थिताः कथमहो मोहान्न लज्जामहे ॥ ४४ ॥ ઉદ્યમી એવા અજ્ઞાની પ્રાણીએ દિવસને અને રાત્રિને સમાન માનીને ગુપચુપ જૂદાં જૂદાં કાર્યાં કર્યાં કરે છે, અને તેને માટે દોડાદોડી કરે છે અને જેના વિષયાના વારંવાર ઉપભાગ કરવામાં આવે છે એવા વ્યાપારા કર્યાં કરે છે. અરેરે! એવા સંસારથી દુઃખી થયેલા એવા અમે મેહથી કેમ લજાતા નથી ? ૪૪ અવ॰એકે અર્થે ન સાધનારનું જીવિત । વ્યર્થ જ ગયું જાણવું. शार्दूलविक्रीडितवृत्त न ध्यातं पदमीश्वरस्य विधिवत्संसारविच्छित्तये स्वर्गद्वारकपाटपाटनपटुर्धर्मोऽपि नोपार्जितः । नारीपीनपयोधरोरुयुगलं स्वप्नेऽपि नालिङ्गित मातुः केवलमेव यौवनवनच्छेदे कुठारा वयम् ॥ ४५ ॥ આ સંસારના વિચ્છેદ કરવાને માટે વિધિ પ્રમાણે ઈશ્વરના પઢનું ધ્યાન ધર્યું નહિં, તેમ સ્વર્ગદ્વારનાં નથા મેક્ષદ્વારનાં કમાડા ઉઘાડવાને સમર્થ એવા ધર્મ પણ ઉપાર્જિત ન કર્યાં તથા નારીનાં પીન પર્યાપર અને
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy